• Home
  • News
  • 'પઠાન' મુદ્દે વિવેક અગ્નિહોત્રીનો યુ ટર્ન:ફિલ્મની સફળતા પર આપ્યું રિએક્શન, કહ્યું, ‘પઠાન હિટ જવાનો પૂરેપૂરો શ્રેય શાહરુખ ખાનને જાય છે’
post

વિવેક અગ્નિહોત્રીએ શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મની રિલીઝ પહેલા 'પઠાન'ના ગીત 'બેશરમ રંગ' પર કમેન્ટ કરી હતી.

Written By newsonline | Ahmedabad | Published: 2023-02-15 18:28:51

શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાન' આજકાલ ચર્ચાનો વિષય છે. પહેલા તો આ ફિલ્મે ભારે વિવાદનો સામનો કર્યા બાદ આ ફિલ્મે બોક્સઓફિસ પર તાબડતોડ કમાણી કરી છે. અત્યાર સુધી બોક્સ ઓફિસ પર આ ફિલ્મ દ્વારા અનેક રેકોર્ડ તોડવામાં આવ્યા છે જે તોડવા ઘણાં મુશ્કેલ હતાં. આ ફિલ્મને બોયકોટકરવાની માગ પણ સોશિયલ મીડિયા પર જોરશોરથી ઊઠી હતી. જો કે, આ ફિલ્મની કમાણીના પહેલા અને બીજા દિવસનાં રેકોર્ડને જોઈને જે લોકો રોષે ભરાઈને બોયકોટની માગ કરી રહ્યા હતા તે પણ શાંત થયા અને ફિલ્મે અંતિમ વિકેન્ડ સુધી રેકોર્ડબ્રેક કમાણી કરી હતી. તો બીજી તરફફિલ્મ રિલીઝ થયા બાદ હવે તારીફ કરનાર લોકોની લાઈન લાગી છે. પહેલા તો એક્ટ્રેસ કંગનાએ આ ફિલ્મના વખાણ કરીને લોકોના મોઢા બંધ કરી દીધા હતા, તો હવે વિવેક અગ્નિહોત્રીએ આ ફિલ્મના બે મોઢે વખાણ કર્યા છે.

વિવેક અગ્નિહોત્રીએ 'પઠાન'ના વખાણ કર્યા
ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' ના ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ નિવેદનને લઈને ચર્ચામાં રહે છે. પહેલા તો ફિલ્મ 'પઠાન'નો વિરોધ કરવાને કારણે ચર્ચામાં હતાં હવે ફિલ્મના અને શાહરુખના વખાણ કરીને ચર્ચામાં આવ્યા છે. હાલમાં જ મીડિયા સાથેની વાતચીત દરમિયાન વિવેક અગ્નિહોત્રીને શાહરુખ ખાનની ફિલ્મ 'પઠાન' અંગે સવાલ કરવામાં આવ્યો હતો ત્યારે જણાવ્યું હતું કે, પઠાનના હિટ થવાનો શ્રેય સંપૂર્ણ રીતે શાહરુખ ખાનને જાય છે. આ સિવાય તેણે બોયકોટ ગેંગને લઈને પણ જવાબ આપ્યો હતો. આ ફિલ્મને હિટ બનાવવાનો શ્રેય શાહરુખ ખાન ઉપરાંત બોયકોટ ગેંગને પણ જાય છે.આ ફિલ્મનો વિરોધ કરવાની બોયકોટ ગેંગની ષડયંત્રની કોઈ અસર ન થઇ અને તેનો ફાયદો 'પઠાન'ને પણ મળ્યો હતો.

વિવેકે પહેલા કરી હતી આ વાત
વિવેક અગ્નિહોત્રીએ શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મની રિલીઝ પહેલા 'પઠાન'ના ગીત 'બેશરમ રંગ' પર કમેન્ટ કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેણે ફિલ્મના આ ગીત પર 'અશ્લીલતા' ફેલાવવાનો આરોપ પણ લગાવ્યો હતો.

સોંગના શૂટિંગ દરમિયાન વાતાવરણ ખરાબ હતુ
આ વીડિયો વિશે દિપીકા પણ પોતાનો અનુભવ શેર કરતા લખે છે કે, ‘જો હું ખોટી નથી તો અમારે અહીં 5 દિવસો સુધી શૂટિંગ કરવાની હતી. તે જરાપણ સરળ ન હતું કેમ કે, વાતાવરણ ખૂબ જ ખરાબ હતું પરંતુ, વૈભવીએ બધાને સાચવી રાખ્યા. દરેક વ્યકિતની સાર-સંભાળ રાખવામાં આવી. ક્યાંકને ક્યાંક તમને અંદરથી હંમેશા આશા હોય છે કે, તમારી આસપાસનાં લોકો ડાન્સ કરવા લાગશે. એવું અમારી સાથે બંને ગીતોમાં થયું, સ્પેનિશ ડાન્સર અને ક્રૂ ભાષા જાણતા ન હતા પરંતુ, તેમના ઈમોશન્સનાં શું વખાણ કરવા?’

'પઠાન'એ આમિર ખાનની ફિલ્મ 'દંગલ'નો રેકોર્ડ તોડી નાખ્યો છે. 'દંગલ'એ બોક્સ ઓફિસ પર 374.43 કરોડની કમાણી કરી હતી. બોક્સ ઓફિસ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે, 'પઠાન'એ માત્ર 11 દિવસમાં 386.50 કરોડનું કલેક્શન કર્યું છે. આ સાથે જ આ ફિલ્મ ભારતમાં બોલિવૂડની અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. વર્લ્ડવાઇડ કલેક્શન 729 કરોડ રૂપિયા છે.

વર્લ્ડવાઇડ હાઇએસ્ટ કલેક્શન કરનારી ફિલ્મમાં 'પઠાન'ની એન્ટ્રી
'
દંગલ'2024 કરોડનો બિઝનેસ વર્લ્ડવાઇડ કર્યો છે. બીજા નંબર પર સલમાનની 'બજરંગી ભાઈજાન' છે. હવે આ લિસ્ટમાં 'પઠાન' 729 કરોડ સાથે એન્ટર થઈ છે.

સૌથી ઓછા સમયમાં 300 કરોડ કમાનારી ફિલ્મ
'
પઠાન'એ સૌથી ઓછા સમયમાં 300 કરોડની કમાણી કરી છે. 'પઠાન'એ ઓપનિંગ વીકેન્ડમાં 318.50 કરોડની કમાણી કરી હતી. આ પહેલાં 'KGF 2'ના હિંદી વર્ઝને પહેલા વીકમાં સૌથી વધુ કમાણી કરી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post