• Home
  • News
  • ચિંતાજનક:દુનિયામાં 10માંથી એક વ્યક્તિ કોરોનાથી પીડિત, સંક્રમણના કેસ 20 ગણા વધી શકે: WHO
post

દુનિયાની બહુ મોટી વસતી પર હજુ પણ ખતરો મંડરાઈ રહ્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-06 10:23:59

કોરોના વાઈરસની દુનિયામાં 10માંથી એક વ્યક્તિ સંક્રમિત થઈ ચૂક્યો છે. આ અનુમાન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ઈમર્જન્સી વિભાગના વડા ડૉ. માઈકલ રયાને લગાવ્યું છે. જોકે, કોરોના સંક્રમણના કેસ 20 ગણા વધુ હોઈ શકે છે અને આવનારો સમય વધુ મુશ્કેલીભર્યો રહી શકે છે.

રયાને સોમવારે 34 સભ્યના કાર્યકારી બોર્ડના વિશેષ સત્રમાં આ વાત કરતા કહ્યું હતું કે, શહેરી અને ગ્રામીણ ક્ષેત્રમાં સંક્રમણના આંકડા જુદા હોઈ શકે છે. તેનો સીધો અર્થ એ છે કે, દુનિયાની બહુ મોટી વસતી પર હજુ પણ ખતરો મંડરાઈ રહ્યો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post