• Home
  • News
  • ચીની કંપની સામે વધુ એક પગલું, કલર ટીવીની આયાત પર સરકારનો પ્રતિબંધ
post

ભારતમાં અંદાજે 917 અબજ રૂપિયાનું ટીવી માર્કેટ છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-31 09:28:57

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે ગુરુવારે રંગીન ટેલિવિઝનની આયાત પર પ્રતિબંધ મૂકી દીધો છે. તેનો ઉદ્દેશ ડોમેસ્ટિક ઉત્પાદનને વધારવાનો અને ચીન જેવા દેશમાંથી બિનજરૂરી વસ્તુની આયાત ઓછી કરવાનો છે. એક અંદાજ પ્રમાણે ભારતનું ટીવી માર્કેટ 917 અબજ રૂપિયાનું મનાય છે. ડીજીએફટીએ આ અંગેનું એક જાહેરનામું પણ બહાર પાડી દીધું છે.

જાહેરનામામાં જણાવાયું છે કે રંગીન ટીવીની આયાતનીતિમાં ફેરફાર કરાયો છે. તેની આયાત પ્રતિબંધિત કરાઈ છે. કોઈપણ વસ્તુની આયાતને પ્રતિબંધિતની શ્રેણીમાં મૂકવાનો અર્થએ છે કે જે તે વસ્તુ માટે આયાતકારે તેની આયાત માટે ડીજીએફટી પાસેથી લાઈસન્સ લેવું પડશે. ચીન ભારતમાં ટીવી સેટની મોટાપાયે નિકાસ કરે છે. ચીનની કંપનીઓને આ આદેશથી આંચકો લાગી શકે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post