• Home
  • News
  • ઈમરાનના એક મંત્રીએ કારમાં ગુપ્ત રીતે તેમનો ફોન રેકોર્ડ કરી લીધો, થોડી વારમાં આર્મી ચીફ બાજવાને પહોંચાડી દીધો
post

નવાઝ શરીફ અને તેમની દીકરી મરિયમે તો ખુલ્લી રીતે ઈમરાનની પાછળ લશ્કરનો હાથ હોવાનો આરોપ મુક્યો

Written By newsonline | Ahmedabad | Published: 2022-04-04 11:09:05

ઈસ્લામાબાદ: પાકિસ્તાનમાં સરકાર એવા રાજકીય પક્ષની જ બને છે કે જેમની ઉપર સેનાની મહેરબાની હોય છે. સરકાર બની પણ જાય પણ તે ત્યારે જ યોગ્ય રીતે ચાલી શકે છે કે જ્યારે સેના તેનાથી ખુશ હોય છે. કોઈને કોઈ સમયે આર્મી સરકારથી નારાજ થઈ જ જાય છે. પરિણામે સરકાર પડી જાય છે. આ બાબતને સાબીત કરવા માટે ફક્ત એક મિસાલ પૂરતી છે. પાકિસ્તાનની કોઈપણ ચૂંટાયેલી સરકાર અત્યાર સુધી પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરી શકી નથી. ઈમરાન પણ કાર્યકાળ પૂરો કરી શક્યો નથી.

આ સાથે એવું માનવામાં આવે છે કે ઈમરાન સરકારની વિદાય પણ સ્ક્રિપ્ટેડ છે. તેની પાછળનું કારણ પણ સેનાની નારાજગી જવાબદાર છે. એક અહેવાલ પ્રમાણે ફેબ્રુઆરી મહિનામાં એક દિવસ કારમાં ઈમરાન આર્મી અને આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવા અંગે વિચિત્ર વાત કરતા હતા. તેમની સાથે ત્યા રહેલા એક નજીકના મંત્રીએ આ વાત રેકોર્ડ કરી લીધી. ગણતરીની મિનિટો બાદ આ કોલ રેકોર્ડિંગ જનરલ બાજવા પાસે પહોંચી ગઈ. ત્યારબાદ ઈમરાન સરકારનો ખેલ ખતમ. જોકે આ માટે એક પદ્ધતિ અપનાવવામાં આવી હતી. ચાલો જાણીએ કે સમગ્ર ઘટના શું છે.

કયા મંત્રીએ સમગ્ર ખેલ બગાડ્યો?
પાકિસ્તાનના સિનિયર જર્નાલિસ્ટ જફર અબ્બાસ નકવીના જણાવ્યા પ્રમાણે દેશની ખરાબ સ્થિતિ વચ્ચે પણ કદાંચ આર્મી ચીફ બાજવા ઈમરાન ખાનની નિષ્ફળતાનો સામનો કરી લેતા, જોકે હોમ મિનિસ્ટર શેખ રશીદે ઈમરાનનો આ ખેલ બગાડી દીધો. આમ તો બાજવા અને ઈમરાન વચ્ચે અંતર ગયા વર્ષને ઓક્ટોબરમાં વધ્યું હતું. ઈમરાન ઈચ્છતા હતા કે ISIના તે સમયના ચીફ જનરલ ફૈઝ હામીદની ટ્રાન્સફર પેશાવર ન કરે. કારણ એ હતું કે ઈમરાનને સત્તા સુધી પહોંચાડવામાં ફૈઝ અને બાજવાની ઘણી મહત્વની ભૂમિકા રહી હતી. 155 બેઠકની લઘુમતીવાળી સરકારને 179ના બહુમતીના આંકડા સુધી હમીદે જ પહોંચાડી હતી. ત્યારબાદ બાજવાને ત્રણ વર્ષનું એક્સટેન્શન આપીને ઈમરાને તેમના પ્રત્યેનો આભાર દર્શાવી દીધો હતો. જોકે ફૈઝના ટ્રાન્સફરને અટકાવવાના મુદ્દે ઈમરાન તથા બાજવા એકબીજાની સામે આવી ગયા.

તો છેવટે શું થયું હતું?
જફરના મતે આ ઘટના ફેબ્રુઆરી મહિનાની છે. ત્યારે વિપક્ષી ગઠબંધન પાકિસ્તાન ડેમોક્રેટીક મૂવમેન્ટ (PDM)એ એક પત્રકાર પરિષદમાં સ્પષ્ટ કરી દીધુ હતું કે તે સરકારની સામે ટૂંક સમયમાં અવિશ્વાનો પ્રસ્તાવ લાગી ચુક્યા હતા, જોકે સેનાની મદદથી તેમને સફળતા મળી હતી.

ફઝર કહે છે કે ઈમરાન અને શેખ રશીદ એક જ કારમાં બનીગાલા (ઈમરાનના ઘરે) જઈ રહ્યા હતા. તે સમયે કોઈનો ફોન આવ્યો અને ઈમરાન સામેની વ્યક્તિને અનેક મુદ્દે વાતચીત કરતો હતો. તે સમયે લશ્કર તથા જનરલ બાજવાનો પણ ઉલ્લેખ થયો. ઈમરાને કેટલીક એવી વાતો કરી કે જે સેના તથા બાજવાની તદ્દન વિપરીત હતી. આરોપ છે કે આ વાતો શેખ રશીદે રેકોર્ડ કરી લીધી અને ત્યારબાદ તે જનરલ બાજવા સુધી પહોંચાડી દીધી. ત્યારપછી સેનાએ ન્યુટ્રલ થવાનો નિર્ણય કર્યો. એટલે કે નક્કી થયું કે ઈમરાનની સરકાર હવે નહીં ચાલે.

બીજી બાજુ વિપક્ષ તથા અન્ય દબાણ પણ વધવા લાગ્યું હતું. નવાઝ શરીફ અને તેમની દીકરી મરિયમે તો ખુલ્લી રીતે ઈમરાનની પાછળ લશ્કરનો હાથ હોવાનો આરોપ મુક્યો છે. તેનાથી લશ્કરની બદનામી પણ થઈ હતી. છેલ્લે બાકી હતું તે ઈમરાનની દરેક મોરચે રહેલી નિષ્ફળતાએ પૂરું કર્યું.

adv

Related News

post
post
post
post
post
post
post