• Home
  • News
  • ટ્રમ્પના પુત્રનું ટ્રોલિંગ:ચૂંટણીના એક અઠવાડિયા પછી એરિક ટ્રમ્પે ટ્વીટ કર્યું- બહાર નીકળો અને મતદાન કરો; લોકોએ ઉડાવી મજાક
post

એરિક ટ્રમ્પના હેન્ડલથી કરવામાં આવેલું ટ્વીટ થોડીવારમાં ડિલિટ કરી નાખવામાં આવ્યું હતું, પરંતુ ત્યાં સુધીમાં એનો સ્ક્રીનશોટ વાઇરલ થઈ ગયો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-12 10:05:44

ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર એરિક ટ્રમ્પના એક ટ્વીટને કારણે તેની મજાક ઉડાવવામાં આવી રહી છે. ખરેખર, અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી પૂરી થયાના એક અઠવાડિયા પછી એરિકે ટ્વીટ કર્યું અને લોકોને મતદાન કરવા માટે અપીલ કરી હતી.

મંગળવારે એરિકના ટ્વિટર હેન્ડલ પરથી એક ટ્વીટમાં મિનેસોટા રાજ્યના લોકોને બહાર નીકળવા અને મત આપવાની વિનંતી કરવામાં આવી છે. આ પોસ્ટ થોડી મિનિટો પછી દૂર કરવામાં આવી હતી, પરંતુ એટલા જ સમયમાં સોશિયલ મીડિયા પર યુઝર્સએ તેમને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું. થોડીવારમાં જ ટ્વિટર પર એરિકના ટ્વીટનો સ્ક્રીનશોટ વાઇરલ થયો હતો.

ચૂંટણીના દિવસે પણ એરિક ટ્રમ્પે ઘણાં ટ્વીટ્ કરી લોકોને મત આપવા અપીલ કરી હતી. આનાથી અટકળો થઈ હતી કે મિનેસોટાવાળું ટ્વીટ કદાચ સુનિશ્ચિત ભૂલ હતી છતાં ટ્વિટર પર એરિક ટ્રમ્પ તરત જ ટ્રોલર્સના શિકાર બન્યા. બોલિવૂડની ફિલ્મ બૂમમાં કામ કરી ચૂકેલી સુપરમોડલ પદ્મા લક્ષ્મીએ પણ તેના ટ્વીટની મજાક ઉડાવી હતી.

ટ્રમ્પના નાના પુત્રએ ટ્વીટ કર્યો હતો કાશ્મીરનો વિવાદાસ્પદ નકશો

ડોનાલ્ડ ટ્રમ્પના અન્ય એક પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરે ચૂંટણી દરમિયાન કાશ્મીરનો વિવાદસ્પદ નક્શો ટ્વીટ કર્યો હતો. તેણે દુનિયાના નકશામાં ટ્રમ્પનું સમર્થન કરનારા દેશોને લાલ અને બાઈડન સમર્થક દેશોને બ્લુ રંગથી બતાવ્યા હતા. આ તસવીરમાં ભારતના નકશામાં કાશ્મીરને પાકિસ્તાનનો ભાગ તરીકે દર્શાવાયું હતું. આ સાથે જ ભારતને બાઈડન સમર્થક અને પાકિસ્તાન, રશિયા, ઈરાનને ટ્રમ્પના સમર્થક તરીકે બતાવાયા હતા.

adv

Related News

post
post
post
post
post
post
post