• Home
  • News
  • દેશના આ 8 મંદિરમાં ઓનલાઈન દર્શન 100 ગણા વધ્યા, ઓનલાઈન અભિષેક, પ્રસાદ બુકિંગમાં 90 ટકા ઘટાડો
post

મંદિર સંચાલકોના જણાવ્યા પ્રમાણે, ઓનલાઈન પૂજા, અભિષેક, હવન. પ્રસાદ બુક કરાવનારાઓની સંખ્યા 10 ટકા

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-29 12:16:45

નવી દિલ્હી : કોરોનાના કારણે લોકોની આસ્થાના સ્વરૂપમાં પણ ફેરફાર આવી ગયા છે. સારી વાત તો એ છે કે મંદિરના દ્વારા બંધ છે તો લોકો ઓનલાઈન દર્શન કરી રહ્યા છે. આ ટ્રેન્ડને ચેક કર્યો તો ખબર પડી કે દેશના મુખ્ય 8 મંદિરોમાં એક મહિનામાં 2 થી 100 ગણા સુધી ઓનલાઈન દર્શન વધ્યા છે. જો કે, બીજી બાજુ મંદિર સંચાલકોના જણાવ્યા પ્રામણે ઓનલાઈન પૂજા અભિષેક, હવન, પ્રસાદ બુક કરાવનારાઓની સંખ્યા માત્ર 10 ટકા વધી છે. લોકો હાલ ઓનલાઈન દાન નથી કરી રહ્યા.. જૂઓ આ ગ્રાઉન્ડ રિપોર્ટ 

1. શિરડી સાઈ મંદિર ઓનલાઈન દર્શન માટે ભક્તોની સંખ્યા બેગણા કરતા વધારે 

શિરડીઃ અહીંયા લોકડાઉન દરમિયાન વેબસાઈટ પર રોજ 30 હજાર લોકો ઓનલાઈન દર્શન કરે છે. જ્યારે પહેલા દરરોજ લગભગ 16 હજાર લોકો પેજ પર આવતા હતા. સાથે જ મોબાઈલ એપ, ટાટા સ્કાઈ, જીઓ ટીવી પર ઓનલાઈ દર્શન કરનારાઓની સંખ્યા એક લાખ છે. શિરડી સંસ્થાના આઈટી હેડ અનિલ શિંદેના જણાવ્યા પ્રમાણે, લોકડાઉનમાં ઓનલાઈન દર્શન કરનારાઓની સંખ્યા બમણા કરતા પણ વધારે થઈ ગઈ છે. બીજી બાજુ આ દરમિયાન ઓનલાઈન દાન 95% ઓછું થયું છે. પૂજન સામગ્રીનું પણ ઓનલાઈન બુકિંગ નથી થઈ રહ્યું.
(
દર્શન સમય- સવારે 5 વાગ્યાથી માંડી રાતે 10 વાગ્યા સુધી)

2. સિદ્ધિ વિનાયકઃ એક મહિનામાં એક કરોડ લોકોએ લાઈવ દર્શન કર્યા 
મુંબઈઃ લોકડાઉન દરમિયાન રોજ 3 લાખ લોકો લાઈવ દર્શન કરી રહ્યા છે. જ્યારે જાન્યુઆરી- ફેબ્રુઆરીમાં દરરોજ એક લાખ લોકો ઓનલાઈન દર્શન કરતા હતા. મંદિર ટ્રસ્ટના અનિલ પરવના જણાવ્યા પ્રમામે વેબસાઈટ ઉપરાંત જીયો, યૂ-ટ્યુબ, એફબી પર પણ લાઈવ દર્શન સુવિધા છે. એક ટેલીકોમ કંપનીના જણાવ્યા પ્રમાણે, મહારાષ્ટ્ર, મુંબઈ, ગોવમાં ગત વર્ષે માર્ચ- એપ્રિલમાં 30 લાખની તુલનામાં આ વર્ષે એક કરોડ લોકો કોઈ ન કોઈ પ્લેટફોર્મ પર લાઈવ દર્શન કરી રહ્યા છે. એટલે કે 3 લાખથી વધારે.
(
સમય- સવારે 7થી રાતે 9 વાગ્યા સુધી)
3.
વૈષ્ણોદેવીઃ 10 હજાર ઓનલાઈન દર્શક વધ્યા, અટકા આરતી પણ લાઈવ 
જમ્મુઃ એપ્રિલ 209માં અહીંયા 7 લાખ લોકો દર્શન કરવા આવ્યા હતા, પણ આ વખતે કોરોનાના કહેરથી મંદિરમાં માત્ર પૂજારી જ પ્રવેશ કરી શકે તેમ છે. મંદિર ટ્રસ્ટના જણાવ્યા પ્રમાણે, વેબસાઈટ અને એપ સિવાય શ્રદ્ધા ચેનલ પર પણ આરતીનું લાઈવ પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. લોકડાઉન પહેલા વેબસાઈટ પર 5 હજાર લોકો ઓનલાઈન લાઈવ દર્શન કરતા હતા, પણ હવે દરરોજ 15 હજારથી વધારે લોકો દર્શન કરી રહ્યા છે.
(
સમય- સવારે 6.30 અને સાંજે 7.20 વાગ્યા સુધી)

4. સોમનાથ જ્યોતિર્લિંગ 45 દેશોના દોઢ કરોડ લોકોએ દર્શન કર્યા, પહેલા માત્ર 3 લાખ 
સોમનાથઃ વેબસાઈટ, એફબી પેજ, ટ્વીટર અને એપ પર દર્શન થતા હતા. સોમનાથ મંદિર ટ્રસ્ટના જનરલ મેનેજર વિજય સિંહ ચાવડાના જણાવ્યા પ્રમાણે, છેલ્લા એક મહિનામાં દુનિયાના 45 દેશોના દોઢ કરોડ લોકોએ ઓનલાઈન દર્શન કર્યા છે. જ્યારે લોકડાઉનથી એક મહિનામાં સરેરાશ 3 લાખ લોકો ઓનલાઈન દર્શન કરતા હતા. છેલ્લા એક મહિનામાં ઓનલાઈન પૂજન, દાન-પુણ્ય અભિષેક, પ્રસાદી વગેરેનું બુકિંગ ઓછું થયું છે. રૂટીન ઓનલાઈન બુકિંગના આ વધારેમાં વધારે 5 ટકા હશે.
(
સમય- સવારે 6 વાગ્યાથી સાંજે 7.30 વાગ્યા સુધી)

5.. કાશી વિશ્વનાથ રોજ દર્શન કરનારા શ્રદ્ધાળુ ઓનલાઈન દર્શન કરવા લાગ્યા 
વારાણસીઃ મંદિરની વેબસાઈટ ઉપરાંત એફબી અને એપ પર લાઈવ દર્શનની સુવિધા છે. મંદિર ટ્રસ્ટના વિવેક પાંડેના જણાવ્યા પ્રમાણે, ઓનલાઈન દર્શનની સંખ્યા 15 થી વધીને હવે 25 હજાર થઈ ગઈ છે. લોકડાઉનમાં કાશી વિશ્વનાથના રોજ દર્શન કરનારા સ્થાનિક ભક્તો પણ હવે ઓનલાઈન દર્શન કરે છે, એટલા માટે સંખ્યામાં વધારો થયો છે. પૂજન, ભજન, જાપ, પ્રસાદી વાળા લોકો ઓનલાઈન નિવેદન નથી કરી રહ્યા ન તો ફોન પર જાપ માટે કહી રહ્યા છે.

6. ચિંતાપૂર્ણી માતા લોકડાઉનના દિવસથી જ શરૂ કરી ઓનલાઈન દર્શનની વ્યવસ્થા 
કાંગડાઃ વિશ્વ પ્રસિદ્ધ માતા મંદિરના પટ કોરોનાના કારણે જેવા જ શ્રદ્ધાળુ માટે બંધ થયા એવા જ મંદિર પ્રશાસને ઓનલાઈન રિયલટાઈમ દર્શનની વ્યવસ્થા કરી છે. અત્યાર સુધી લગભગ 10 હજાર લોકો રોજ ઘરે બેઠા માતા અને આરતીના દર્શન કરી રહ્યા છે. મંદિર અધિકારી મનોજ ઠાકુરના જણાવ્યા પ્રમાણે, 22 માર્ચે જનતા કર્ફ્યૂના દિવસે જ અમે યૂટ્યુબ ચેનલ બનાવી અને વેબસાઈટને લિંક કરી હતી. સાથે જ એફબી અને યૂટ્યુબ પર પેજ બનાવીને ઓનલાઈન દર્શનની વ્યવસ્થા કરી હતી.
(
સમયઃ 24 કલાક દર્શન)
7.
મહાકાલેશ્વર મંદિરમાં 10 ગણા ઓનલાઈન ફોલોવર વધ્યા 
ઉજ્જૈનઃ મહાલાકના ઓનલાઈન ભક્ત પણ 10 ગણા વધ્યા છે. મંદિર સંચાલક સુજાન સિંહ રાવતના જણાવ્યા પ્રમાણે, 22 માર્ચથી 15 એપ્રિલ વચ્ચે 68 હજાર 512 લોકોએ ઓનલાઈન દર્શન કર્યા. ફેસબુક પર દર્શન કરનારા 10 ગણા વધીને 55 લાખ 41 હજાર થઈ ગયા છે. યુટ્યુબ પર લગભગ 5 હજાર કરતા વધારે લોકો લાઈવ દર્શન કરે છે. 
(
સમય- સવારે 4 વાગ્યાથી માંડી રાતે 10 વાગ્યા સુધી)

8. બાંકે બિહારીઃ પહેલા 10 હજાર, હવે 50 હજાર ભક્ત કરી રહ્યા છે દર્શન 
 
મથુરાઃ બાંકે બિહારી મંદિરની એપ પર જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં 10 હજાર લોકો લાઈવ દર્શન કરતા હતા, અત્યારે 50 હજાર થઈ ગયા છે. મંદિર સંચાલક મુનેશ શર્માના જણાવ્યા પ્રમાણે, એપ અને ફેસબુક પેજ પર લાઈવ આરતીનું પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. મંદિરના પૂજારીના જણાવ્યા પ્રમાણે, ફોન પર થનારા પૂજન બુકિંગ આવી રહ્યું નથી. 

 

adv

Related News

post
post
post
post
post
post
post