• Home
  • News
  • વૈષ્ણોદેવીના દર્શન માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે, રોજ 7 હજાર લોકોને મંજૂરી મળશે, પહેલાં દરરોજ 35 હજાર લોકો સામેલ થતાં હતાં
post

યાત્રીઓને નાના-નાના સમૂહમાં વહેંચીને થોડું અંતરનો સમયગાળો રાખ્યા બાદ જ આગળ મોકલવામાં આવશે જેથી સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થઇ શકે

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-08 12:00:17

જય માતા દીના જયકાર સાથે ગૂંજતા કટરાના રસ્તાઓ ઉપર આ દિવસોમાં સન્નાટો પસરાયેલો છે. અહીં 18 માર્ચથી લોકડાઉન છે. અમુક દુકાનો જ ખુલી રહે છે, ઘણાં લોકો બહાર જોવા મળે છે. આ પહેલાં અહીં ક્યારેય આ પ્રકારનું વાતાવરણ જોવા મળ્યું નથી. શ્રી વૈષ્ણો દેવીના દર્શનને લઇને અહીંના પૂજારી સુદર્શન અને શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડના સીઈઓ રમેશ કુમાર સાથે વાતચીત કરી.

તેમના જણાવ્યાં પ્રમાણે, અહીં જલ્દી જ દર્શન શરૂ થઇ શકશે. જેને લઇને શ્રાઇન બોર્ડે એસઓપી તૈયાર કરી લીધી છે. દરરોજ 5 થી 7 હજાર લોકોને દર્શનની મંજૂરી મળશે. દર્શન માટે કટરા આવતાં પહેલાં ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. લોકડાઉન બાદથી જ અહીં શ્રદ્ધાળુઓ માટે દર્શન ઉપર પ્રતિબંધ છે.

પરંતુ, રોજ સવાર-સાંજ પૂજા થઇ રહી છે. બાબા શિવધરના વંશજ અહીં પૂજા કરી રહ્યા છે. આ લોકો 500 વર્ષથી પૂજા કરી રહ્યા છે. હાલ પરિવારના ચાર લોકો- અમીર ચંદ્ર, સદુર્શન, લોકેશ અને પારસ એક પછી એક પૂજા કરે છે.

પૂજારી સુદર્શને જણાવ્યું કે, આ સમયે સવારે 6 વાગ્યે અને સાંજે 7 વાગ્યે પૂજા થાય છે. હાલ ભવનમાં લગભગ 20 શ્રાઇન બોર્ડના કર્મચારીઓ કામ કરી રહ્યા છે. 1986માં શ્રાઇન બોર્ડની સ્થાપના થઇ. ત્યારથી શ્રદ્ધાળુઓની સુવિધાઓની જવાબદારી બોર્ડ પાસે જ છે.

તેમણે જણાવ્યું કે, 500 વર્ષમાં આવું પહેલીવાર થયું છે કે, દર્શન રોકી દેવામાં આવ્યાં છે. ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન પણ અહીં દર્શન ઉપર પ્રતિબંધ હતો નહીં. હવે કોરોનાથી બચવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવું પડશે. જેને લઇને શ્રાઇન બોર્ડ કામ કરી રહ્યું છે.

ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવું જરૂરીઃ-
સીઈઓ રમેશ કુમારે જણાવ્યું કે, દર્શનને લઇને તૈયારી ચાલી રહી છે, પરંતુ તારીખોને લઇને અંતિમ નિર્ણય અથોરિટીએ કરવાનો રહેશે. સ્વાસ્થ્ય અને ગૃહ મંત્રાલયની ગાઇડલાઇનને ધ્યાનમાં રાખીને એસઓપી લગભગ તૈયાર થઇ ગઇ છે. આ વર્ષે દર્શનની પ્રક્રિયામાં ફેરફાર થશે.

ભીડને કાબૂ રાખવા અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવા માટે દર્શન પહેલાં ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. દર્શન માટે આવતાં યાત્રીઓનું કટરા ટ્રેક એન્ટ્રી પોઇન્ટ અને ભવન પાસે સ્ક્રિનિંગ થશે. માસ્ક પહેરવો જરૂરી. વિવિધ જગ્યાએ સેનેટાઇઝરની વ્યવસ્થા કરવામાં આવશે.

નાના-નાના સમૂહમાં ચઢાઇ થશેઃ-
યાત્રીઓને નાના-નાના સમૂહમાં વહેંચીને અને થોડાં અંતરમાં જ આગળ વધારવામાં આવશે. જેથી સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થઇ શકે. પંડિત જી હવે ભક્તોને ટીકો લગાવી શકશે નહીં. ભક્તોને ટીકો કેવી રીતે લગાવવામાં આવે તેના ઉપર વિચાર કરવામાં આવી રહ્યો છે.

બાળકો અને વડીલોને યાત્રા કરવાની મનાઇઃ-
ત્રણ વર્ષથી નાના બાળકો અને 65 વર્ષથી ઉપરના લોકોને દર્શન માટે મંજૂરી મળશે નહીં. જે લોકોમાં કોઇ કોરોનાના લક્ષણ જોવામાં આવશે તેમનું ચેકઅપ થશે. એક દિવસમાં પાંચ હજારથી સાત હજાર લોકોને દર્શનની મંજૂરી આપવામાં આવી શકે છે. જ્યારે સામાન્ય સમયમાં આ સીઝનમાં 35 હજારથી વધારે લોકો એક દિવસમાં દર્શન કરવા માટે આવતાં હતાં.

18 માર્ચથી વૈષ્ણો દેવીની યાત્રા બંધ થઇ ગઇ હતી, ત્યારથી લઇને અત્યાર સુધી એક કરોડ રૂપિયા ઓનલાઇન માધ્યમથી એકઠા થયાં છે. જ્યારે પહેલાં આ સીઝનમાં એક દિવસ 50 થી 60 લાખ રૂપિયા દરરોજ દાન સ્વરૂપે આવતાં હતાં.

ઓનલાઇન દાન આપીને પોતાના નામનો હવન કરાવી શકાશેઃ-
શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડમાં લગભગ ત્રણ હજારથી વધારે કર્મચારી અને અધિકારી છે. આ બધા લોકો પ્રોટેક્ટિવ વસ્તુઓ પહેરેલાં જોવા મળશે. મોબાઇલ એપ પણ જલ્દી જ લોન્ચ થઇ શકે છે, જેમાં ઓનલાઇન દર્શન સિવાય રજિસ્ટ્રેશન કરાવવા અને દાન આપવાની સુવિધા રહેશે. લોકો દાન આપીને પોતાના નામથી હવન પણ કરાવી શકે છે.

adv

Related News

post
post
post
post
post
post
post