• Home
  • News
  • લૉકડાઉનમાં કાર્બન ઉત્સર્જનમાં ફક્ત 5%નો ઘટાડો, કેમ કે પ્લાન્ટ અને રિફાઈનરી ચાલુ છે, તેનાથી જ 60% પ્રદૂષણ
post

આખી દુનિયા લૉકડાઉનમાં, તેમ છતાં કાર્બન ઉત્સર્જન એટલું ઘટ્યું નથી જેટલું આપણને દેખાઈ રહ્યું છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-29 08:32:24

લંડન: કોરોના વાઈરસના કારણે આખી દુનિયામાં લૉકડાઉન છે. આશરે 400 કરોડ લોકો ઘરોમાં કેદ છે. અર્થતંત્ર, ટ્રાન્સપોર્ટ, સ્કૂલ, કોલેજ ઠપ છે. આકાશ અનેક દાયકા પછી વાદળી દેખાઈ રહ્યું છે. પર્યાવરણમાં સુધારો દેખાઈ રહ્યો છે. લૉકડાઉનમાં કાર્બન ઉત્સર્જન 5.5 ટકા સુધી ઘટ્યું છે. એટલે કે હજુ પણ 95 ટકા કાર્બન ઉત્સર્જન થઈ રહ્યું છે. તમારા મનમાં સવાલ થતો હશે કે જો બધુ બંધ છે તો પછી કાર્બન ઉત્સર્જન ક્યાંથી થઈ રહ્યું છે? અમેરિકાના નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફેયરિક એડમિનિસ્ટ્રેશન(એનઓએએ)ના રિપોર્ટ મુજબ કાર્બન ઉત્સર્જન તેના પર નિર્ભર કરે છે કે અર્થતંત્રના કયા ક્ષેત્રોને બંધ કરાયા છે. 


આ કારણોસર કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થયો
વીજળીનો કાર્બન ઉત્સર્જનમાં આશરે 40 ટકા હિસ્સો છે. નાસાની ગોડાર્ડ ઈન્સ્ટિટ્યૂટ  ફોર સ્પેસ સ્ટડીઝના ડિરેક્ટર ડૉ. ગેવિન શ્મિટ કહે છે કે આવા મોટા પડકારોનો સામનો કર્યા વિના કાર્બન ડાયોક્સાઈડના સ્તરને ઘટાડી ના શકાય.
લાકડાં, કોલસાનો ઉપયોગ: ઘરોને ગરમ રાખવા અને ભોજન રાંધવા માટે લાકડાં અને કોલસાનો અને પ્રાકૃતિક ગેસનો ઉપયોગ ચાલુ જ છે. 
રિફાઈનરી: પાવર પ્લાન્ટ ઉપરાંત ઓઈલ ગેસ રિફાઈનરી પણ કાર્બન ડાયોક્સાઈડ છોડે છે. જ્યારે નેચરલ ગેસ અને લાઇવ સ્ટૉક ફાર્મિંગથી પણ મિથેન ગેસ નીકળે છે. 

ઈન્ટરનેટ : કર્મચારી ઘરેથી કામ કરી રહ્યાં છે. એવામાં ઇન્ટરનેટ, વીજળીનો ઉપયોગ વધ્યો છે. 
મેન્યુફેક્ચરિંગ-કન્સ્ટ્રક્શન : કાર્બન ઉત્સર્જનનો 20 ટકા તેનાથી જ આવે છે. સૌથી મોટો હિસ્સો સ્ટીલ, એલ્યુમિનિયમ ઈન્ડસ્ટ્રીનો છે. ઉપકરણ, વેન્ટીલેટર જેવી વસ્તુઓ બનાવવા માટે તે ચાલુ જ છે. 

10 વર્ષ સુધી ઉત્સર્જન ઘટાડવું જરૂરી 
યુનાઈટેડ નેશન્સ એન્વાયરોમેન્ટલ પ્રોગ્રામ અનુસાર કાર્બન ઉત્સર્જનમાં 5.5%નો ઘટાડો પર્યાપ્ત નથી. જે રીતે તાપમાન વધી રહ્યું છે તેના હિસાબે વૈશ્વિક તાપમાનને 1.5 ડિગ્રી સેલ્સિયસથી નીચે રોકવા માગે આગામી 10 વર્ષ સુધી કાર્બન ઉત્સર્જનમાં વાર્ષિક 7.6%નો ઘટાડો કરવો જરૂરી છે.


કોનાથી કેટલું કાર્બન ઉત્સર્જન 

ક્ષેત્ર

ઉત્સર્જન

ઈલેક્ટ્રિસિટી

40%

મેન્યુફેક્ચરિંગ

20%

ટ્રાન્સપોર્ટ

20%

અન્ય

20%

 

adv

Related News

post
post
post
post
post
post
post