• Home
  • News
  • WHOના કુલ ફન્ડિંગના 15% માત્ર અમેરિકા જ આપે છે; ફન્ડિંગ રોકવાના પગલે પોલિયોને નાથવામાં પણ અડચણ આવશે
post

અમેરિકાએ WHOને બે વર્ષમાં 893 મિલિયન ડોલર આપ્યા, ચીને તેના કરતા 10 ગણા ઓછા એટલે કે 86 મિલિયન ડોલરની જ મદદ કરી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-16 10:50:23

નવી દિલ્હી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે WHO(વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન)નું ફન્ડિંગ રોકી દીધુ છે. તેમણે કહ્યું કે WHOએ કોરોનાવાઈરસ અંગે ગંભીરતા દાખવી નથી, તેનું પરિણામ સમગ્ર વિશ્વને ભોગવી રહ્યું છે. જો WHOએ તેનું કામ યોગ્ય રીતે કર્યું હોત તો આ મહામારી વિશ્વમાં ફેલાઈ ન હોત. મરનારાઓની સંખ્યા પણ ખૂબ જ ઓછી છે.

1948માં બનેલા WHOને અમેરિકા દર વર્ષે સૌથી વધુ મદદ કરે છે. WHOની વેબસાઈટના જણાવ્યા મુજબ અમેરિકાએ તેને બે વર્ષમાં 893 મિલિયન ડોલર એટલે કે 6 હજાર 876 કરોડ રૂપિયાની મદદ કરી છે. WHOનું કુલ ફન્ડિંગ 15 ટકા છે. તેનો અર્થ એ થયો કે WHOને વિશ્વમાંથી જેટલી મદદ મળે છે, તેના 15 ટકા તો માત્ર અમેરિકા જ કરે છે. જ્યારે ચીનમાંથી અમેરિકા કરતા 1 ગણી ઓછી, એટલે કે માત્ર 86 મિલિયન ડોલર(662 કરોડ રૂપિયા)ની મદદ મળે છે.

અમેરિકા બાદ WHOને અમેરિકાના જ અબજપતિ બિલ ગેટ્સનું ફાઉન્ડેશન મદદ કરે છે. ફાઉન્ડેશને 530.96 મિલિયન ડોલર(4 હજાર 81 કરોડ રૂપિયા)ની મદદ કરી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post