• Home
  • News
  • 'રાષ્ટ્રીય સુરક્ષા મામલે અમારું સરકારને મજબૂત સમર્થન', ખાલિસ્તાન મામલે કોંગ્રેસે કેન્દ્રને જાહેર કર્યો ટેકો
post

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો તરફથી ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યા મામલે ભારતને દોષિત ઠેરવાતા કેન્દ્ર સરકારની પડખે હવે કોંગ્રેસ પણ ઊતરી આવી

Written By newsonline | Ahmedabad | Published: 2023-09-20 17:49:21

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો તરફથી ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યા મામલે ભારતને દોષિત ઠેરવાતા કેન્દ્ર સરકારની પડખે હવે કોંગ્રેસ પણ ઊતરી આવી છે. કોંગ્રેસે કહ્યું કે આંતરરાષ્ટ્રીય બાબતોમાં દેશને સર્વોપરી રખાશે અને આ મુદ્દે કેન્દ્ર સરકારને કોંગ્રેસનું પૂરેપુરું સમર્થન છે. 

ભારત-કેનેડાની સામ-સામે પ્રતિક્રિયા 

ઉલ્લેખનીય છે કે ખાલિસ્તાની આતંકી નિજ્જરની હત્યા મામલે ભારતીય ગુપ્તચર એજન્સી રૉ (RAW)ની સંડોવણી હોવાનો આરોપ મૂકી કેનેડાએ ભારતીય રાજદ્વારીને બરતરફ કરી દીધા હતા. તેના જવાબમાં ભારતે પણ આવું જ કર્યું હતું.  

કોંગ્રેસનો મજબૂત ટેકો 

કોંગ્રેસ નેતા જયરામ રમેશે ટ્વિટ કરી હતી કે કોંગ્રેસનું હંમેશાથી એવું માનવું છે કે જ્યારે દેશ પર આતંકવાદનો ખતરો મંડરાતો હોય તો એકજૂટતા બની રહેવી જોઈએ. ખાસકર એવી ઘટનાઓ કે જેનાથી ભારતની સંપ્રભુતા, એકતા અને અખંડતા માટે ખતરો હોય. કોંગ્રેસ કેન્દ્ર સરકાર સાથે મજબૂતીથી ઊભી છે. 

મનુ સિંઘવીએ પણ સવાલો ઊઠાવ્યાં

કોંગ્રેસના વધુ એક સાંસદ અભિષેક મનુ સિંઘવીએ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે ભારત માટે જેટલા ખતરનાક બીજા દુશ્મનો છે એટલા જ જસ્ટિન ટ્રુડો પણ છે. સિંઘવીએ ટ્રુડોની તુલના જોકર સાથે કરતાં કહ્યું કે તેમનાથી મોટું પૃથ્વી પર બીજું કોઈ જોકર નથી. 

 

adv

Related News

post
post
post
post
post
post
post