• Home
  • News
  • શબ્દકોષ ‘નિ:શબ્દ’:ઑક્સફોર્ડ ડિક્શનરી ‘વર્ડ ઑફ ધી યર’ પસંદ ન કરી શકી, પ્રકાશકે કહ્યું - કોરોનાકાળમાં શબ્દો પણ ભયભીત
post

ચાલુ વર્ષે નવા શબ્દોની ભરમારથી અસમંજસની સ્થિતિ, પેનડેમિક શબ્દનો પ્રયોગ 57,000% વધ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-24 10:56:38

કોરોના મહામારીએ ઑક્સફોર્ડ ડિક્શનરીને પણ મૂંઝવણમાં મૂકી દીધી છે. ડિક્શનરી અસ્થિરતા ભર્યા કોરોના વર્ષમાં વર્ડ ઑફ ધી યરની પસંદગી ના કરી શકી. તેણે બેમિસાલ 12 મહિના ગણાવતા વર્ડ ઑફ ધી યરને બદલે ચાલુ વર્ષે શબ્દોની યાદી જારી કરી છે. ઑક્સફોર્ડ ડિક્શનરી પ્રકાશિત કરનાર કંપની ઑક્સફોર્ડ લેંગ્વેજિસે સ્વીકાર્યુ કે મહામારીએ અંગ્રેજી ભાષા પર તાબડતોબ અને વ્યાપક અસર કરી છે.

કંપની એકપણ શબ્દ પસંદ ન કરી શકી
પ્રેસિડેન્ટ કાસ્પર ગ્રેથવ્લોલ કહે છે કે અમે ભાષાની દૃષ્ટિએ આવું વર્ષ ક્યારેય જોયું નથી. દર વર્ષે અમારી ટીમ સેંકડો નવા શબ્દો અને તેના પ્રયોગો ઓળખી કાઢે છે પણ 2020એ અમને નિ:શબ્દ કરી દીધા. તેમાં એટલા બધા નવા શબ્દો આવી ગયા કે પસંદગી કરવી મુશ્કેલ થઈ ગઈ. ખરેખર ઑક્સફોડ લેંગ્વેજિસ દર વર્ષે અંગ્રેજી ભાષાનો એવો શબ્દ પસંદ કરે છે જેનો ઉપયોગ દુનિયાભરમાં વ્યાપક રીતે વધ્યો હોય. આ ઑક્સફોર્ડના 1100 કરોડ શબ્દસંગ્રહમાંથી પસંદ કરાય છે. અત્યાર સુધી સેલ્ફી, વેપ અને અનફ્રેન્ડ, ટૉક્સિક શબ્દની પસંદગી કરાઈ. ગત વર્ષ આ ક્લાઈમેટ ઈમરજન્સી હતું પણ 2020 આવ્યું અને કંપની એક શબ્દ પસંદ ન કરી શકી.

સમયાનુસાર વિવિધ શબ્દો પ્રચલિત થયા
કંપનીના હેડ ઑફ પ્રોડક્ટ કેથરીન કોન્નોર માર્ટિન કહે છે કે ચાલુ વર્ષે પેનડેમિકશબ્દનો ઉપયોગ 57000% વધી ગયો. કોરોના વાઇરસશબ્દ સૌથી પહેલાં 1968માં વપરાયો હતો અને મેડિકલ સંદર્ભથી બહાર ખૂબ જ ઓછો વપરાયો પણ ચાલુ વર્ષે તેનો ઉપયોગ વધી ગયો. એપ્રિલમાં તે સૌથી વધુ વપરાયેલા શબ્દ ટાઈમથી પણ આગળ નીકળી ગયો. જાન્યુઆરીમાં અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર મહાભિયોગના સમાચારને લીધે ઈમ્પિચમેન્ટશબ્દ પ્રચલિત હતો પણ એપ્રિલ આવતા-આવતા કોરોના વાઈરસઆગળ નીકળી ગયો. જ્યારે મેના અંતે બ્લેક લાઈવ્સ મેટર’, ‘જૂનટેન્થજેવા શબ્દોનો પ્રયોગ વધ્યો. તે સમયે પેનડેમિકશબ્દનો ઉપયોગ થઈ રહ્યો નહોતો. ગત વર્ષના વર્ડ ઑફ ધી યર’ ‘ક્લાઈમેટ ઈમરજન્સીનો ઉપયોગ મહામારી વકરતાં જ 50 ટકા સુધી ઘટી ગયો.

ચાલુ વર્ષે શબ્દો પણ ભયભીતઃ કેથરિન
કેથરિન કહે છે કે મહામારીમાં સોશિયલ ડિસ્ટન્સિંગકે ફ્લેટન ધ કર્વજેવા શબ્દો પણ ઘેર-ઘેર બોલાવા લાગ્યા. લૉકડાઉનઅને સ્ટે-એટ-હોમજેવા વાક્યનો ઉપયોગ વધ્યો. અગાઉ રિમોટ, વિલેજ, આઈલેન્ડ અને કન્ટ્રોલ જેવા શબ્દો સાથે સાથે સંભળાતા હતા પણ હવે લર્નિંગ, વર્કિંગ અને વર્ક ફોર્સ સાથે સંભળાય છે. ચાલુ વર્ષે શબ્દો પણ ભયભીત રહ્યા. જોકે 2021 વધારે આનંદપૂર્ણ, સકારાત્મક શબ્દો લાવશે.

કોરોનાનો પડછાયો: વર્કેશન, ટ્વિન્ડેમિક, અનમ્યૂટ, ઝૂમબોમ્બિંગ જેવા શબ્દો પણ
ઑક્સફોર્ડની યાદી પર કોરોનાનો પ્રભાવ રહ્યો. તેમાં એન્ટિ-વેક્સર(વેક્સિનનો વિરોધી), એન્ટિ માસ્કર(માસ્ક વિરોધી), એન્થ્રોપોઝ (ફરવા અંગે વૈશ્વિક પ્રતિબંધ), બીસી (બિફોર કોવિડ), બ્લેક લાઈવ્સ મેટર, બબલ, કોવિડિએટ(કોરોના ગાઈડલાઈન ન માનનાર), ફ્લેટન ધ કર્વ, ટ્વિન્ડેમિક(બે મહામારી એક સાથે ત્રાટકવી), અનમ્યૂટ(માઈક્રોફોન ઓન કરવું), વર્કેશન(રજાઓમાં કામ કરવું), ઝૂમબોમ્બિંગ(વીસી કોલમાં ઘૂસણખોરી કરવી) જેવા શબ્દો સામેલ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post