• Home
  • News
  • 1 લાખ કરોડના ખજાનો ધરાવતા પદ્મનાભ મંદિરમાં રૂપિયાની તંગી, સરકાર અને રાજપરિવાર પાસે મદદ માંગી
post

કેરળમાં દર મહિને 5 થી 7 કરોડ રૂપિયાનું દાન મેળવતું આ મંદિર 25 માર્ચથી બંધ

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-18 11:58:07

લગભગ એક લાખ કરોડની સંપત્તિ ધરાવતા તિરૂવનંતપુરમનું પદ્મનાભસ્વામી મંદિર આ દિવસોમાં ભારે આર્થિક સંકટથી પસાર થઇ રહ્યું છે. 25 માર્ચથી મંદિર લોકડાઉનના કારણે બંધ છે. દર મહિને દાનમાં આવતા 5 થી 7 કરોડ રૂપિયા હવે હજારોની સંખ્યામાં આવે છે. મંદિરનો ખર્ચ 1.50 કરોડ રૂપિયા છે. એવામાં મેનેજમેન્ટ હવે સરકાર અને ત્રાવણકોર રાજ પરિવાર પાસે મદદ માંગવાનો વિચાર કરી રહ્યું છે. સ્ટાફ અને પૂજારીઓનો આવકનો ખર્ચ મહિને લગભગ એક કરોડ રૂપિયા છે.

મંદિરને ખોલવાનો નિર્ણય 30 જૂન પછી જ થશે. જૂનના છેલ્લાં સપ્તાહમાં મંદિર પ્રશાસન સમિતિની મીટિંગમાં આર્થિક સંકટથી બહાર આવવા માટે પ્રસ્તાવો ઉપર ચર્ચા થશે. મંદિર સમિતિ સામે આ સમયે આર્થિક સંકટ સામે લડવું સૌથી મોટી ચુનોતી છે. માર્ચના છેલ્લાં દિવસોમાં બંધ થયેલાં મંદિર સામે અર્થ સંકટ એપ્રિલથી જ શરૂ થઇ ગયું હતું. તે સમયે મંદિરમાં સાત લાખ સુધીનું દાન આવી ગયું હતું. જ્યારે હાલ દાન ન બરાબર જ છે.

ઇન્ક્રીમેન્ટની જગ્યાએ પગારમાં 20 ટકાનો ઘટાડોઃ-
એપ્રિલમાં ઇન્ક્રીમેન્ટ થાય છે પરંતુ પદ્મનાભસ્વામી મંદિરના 150 થી વધારે પૂજારીઓના પગારમાં 20 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જોકે, મંદિરના પ્રશાસક વી. રથેસનના જણાવ્યાં પ્રમાણે પગારનો થોડો ભાગ અટકાવી દેવામાં આવ્યો છે. સ્થિતિ સામાન્ય થશે ત્યારે આ ભાગ પૂજારીઓને આપવામાં આવશે. આવું કરવાથી મંદિર જુલાઈ સુધી પોતાના જરૂરી ખર્ચ કાઢી શકશે. કેમ કે, જુલાઈમાં મંદિર ખુલ્યાં બાદ પણ શ્રદ્ધાળુઓની સંખ્યા સીમિત જ રહેશે.

ટ્રસ્ટથી 5 લાખ અને સરકારી અનુદાન 25 લાખ રૂપિયાઃ-
મંદિરને પોતાના ટ્રસ્ટથી વર્ષે 5 લાખ રૂપિયા મળે છે, ત્યાં જ સરકારી અનુદાન(સરકાર દ્વારા મદદ તરીકે અપાતી રકમ) લગભગ 25 લાખ રૂપિયા મળે છે. મંદિર સમિતિ આ રાશિને વધારવાની માગ પર પણ વિચાર કરી રહી છે. સરકારી અનુદાન 25 લાખથી વધારીને વર્ષે 2 કરોડ રૂપિયા કરવાની માગ કરવામાં આવી રહી છે.

રાજપરિવાર પદ્મનાભનો દાસઃ-

ત્રાવણકોરના રાજપરિવારે 16મી સદીમાં આ મંદિરનું ફરી નિર્માણ કરાવ્યું હતું. 17મી સદીમાં રાજા માર્તંડ વર્માએ સ્વંયને પદ્મનાભસ્વામીના દાસ તરીકે ઘોષિત કરી દીધા હતાં. ત્યારથી જ રાજ પરિવારના સભ્યોમાં પુરૂષોના નામ સાથે પદ્મનાભ દાસ અને મહિલાઓના નામ સાથે પદ્મનાભ સેવિકા જોડવામાં આવે છે. આ કારણે મંદિર સમિતિને આશા છે કે, રાજપરિવાર પાસેથી આ સંકટકાળામાં મદદ મળશે.

સોનાના એક-એક સિક્કાની કિંમત અઢી કરોડથી વધારેઃ-
2011
માં મંદિરના ભોંયરામાંથી મળેલાં ખજાનામાં અનેક બહુમૂલ્ય રત્ન અને સોનાના સિક્કા મળ્યાં હતાં. લગભગ 800 કિલો સોનાના સિક્કા બીજી સદીના છે. પુરાતત્વ વિભાગની એક રિપોર્ટ પ્રમાણે એક-એક સિક્કાની કિંમત અઢી કરોડ રૂપિયાથી વધારે આંકવામાં આવી છે. આ સિવાય પણ અનેક દુર્લભ કલાકૃતિઓ અને રત્ન મળે છે. તેની કિંમત કરોડોમાં છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post