• Home
  • News
  • PAK આર્મીએ 33 આતંકી ઠાર કર્યા:40 કલાક ચાલ્યો હોસ્ટેજ ડ્રામા, તાલિબાને 16 મૌલવીઓની વાત પણ સાંભળી ન હતી
post

જો મંત્રણા સફળ નહીં થાય તો સૈન્ય સમગ્ર કાઉન્ટર ટેરરિઝમ સેન્ટરને નષ્ટ કરશે

Written By newsonline | Ahmedabad | Published: 2022-12-20 19:15:57

પાકિસ્તાનના બન્નુ જિલ્લામાં કાઉન્ટર ટેરરિઝમ સેન્ટર (CTD) પર કબજો કરનાર તહરીક-એ-તાલિબાન (TTP)ના 33 આતંકીઓને સેનાએ ઠાર કર્યા છે. સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે સંસદમાં આ માહિતી આપી હતી.

સુરક્ષા દળોના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે જ્યાં પાકિસ્તાની તાલિબાન એટલે કે TTPએ કાઉન્ટર ટેરરિઝમ સેન્ટર પર કબજો કર્યો છે તે જગ્યા અફઘાનિસ્તાનની ખૂબ નજીક છે. રવિવારના ઓપરેશનમાં સેનાએ ટીટીપી આતંકવાદીઓની કેદમાંથી રવિવારે બંધક બનેલા અધિકારીઓને પણ છોડાવ્યા છે.

આતંકવાદીઓએ અધિકારીની પણ હત્યા કરી હતી
તહરીક-એ-તાલિબાનના 33 આતંકવાદીઓએ ખૈબર પખ્તુનખ્વા ક્ષેત્રના બન્નુ જિલ્લામાં આતંકવાદ વિરોધી કેન્દ્ર પર કબજો કરી લીધો હતો. આતંકવાદીઓએ અનેક પોલીસ અધિકારીઓને બંદી બનાવી લીધા હતા અને એકની હત્યા કરી હતી. સ્થિતિ એટલી ખરાબ હતી કે 48 કલાક પછી પણ પાકિસ્તાન સરકાર તેના અધિકારીઓને આતંકવાદીઓની કેદમાંથી મુક્ત કરી શકી નહતી.

અફઘાનિસ્તાન જવા ઈચ્છતા હતા આતંકવાદી
સિક્યોરિટી ફોર્સે આખી છાવણી ચારેબાજુથી ઘેરી લીધી છે. પાકિસ્તાનના વહીવટીતંત્રે વાતચીત થકી અધિકારીઓને મુક્ત કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે, પરંતુ પરિસ્થિતિમાં કોઈ સુધારો થયો નથી. ખૈબર પખ્તુનખ્વા સરકારના પ્રવક્તા મોહમ્મદ અલી સૈફે જણાવ્યું હતું કે આતંકવાદીઓએ સરકાર સમક્ષ પોલીસ અધિકારીઓેને કેદમાંથી મુક્ત કરવાની શરત મૂકી છે. તેઓ ઈચ્છે છે કે સરકાર તેમને સુરક્ષિત રીતે અફઘાનિસ્તાન જવાની મંજૂરી આપે.

પોલીસે પૂછપરછ દરમિયાન બંદૂક છીનવી લીધી અને પછી કબજો કર્યો
કાઉન્ટર ટેરરિઝમ સેન્ટર પર TTPનો કબજો એક આતંકીની પૂછપરછ દરમિયાન શરૂ થયો હતો. ખરેખર, કેન્દ્રમાં એક અધિકારી TTP આતંકીની પૂછપરછ કરી રહ્યો હતો તેમજ આતંકવાદીએ તેના હાથમાંથી બંદૂક છીનવી લીધી અને તેના સાથી આતંકવાદીઓને મુક્ત કરાયા હતા. થોડી જ વારમાં તમામ 30 આતંકવાદીએ સમગ્ર કેન્દ્ર પર કબજો કરી લીધો અને અધિકારીઓને પોતાના કેદી બનાવી લીધા.

અફઘાનિસ્તાનમાં TTP સાથે વાતચીત
સરકારના પ્રવક્તા મોહમ્મદ અલી સૈફે ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું કે આતંકવાદીઓને અફઘાનિસ્તાનમાં તેમના બોસ સાથે વાતચીત કરવા માટે મનાવવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા છે, જેનો હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી. પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે આતંકવાદીઓના પરિવારજનો સાથે પણ વાતચીત કરવામાં આવી હતી.

જો મંત્રણા સફળ નહીં થાય તો સૈન્ય સમગ્ર કાઉન્ટર ટેરરિઝમ સેન્ટરને નષ્ટ કરશે
એક રિપોર્ટ અનુસાર, આવું થવાની પૂરેપૂરી શક્યતા છે કે જો મંત્રણામાંથી કોઈ પરિણામ નહિ આવે તો પાકિસ્તાનની સેના સમગ્ર કાઉન્ટર ટેરરિઝમ સેન્ટરને નષ્ટ કરી દેશે. ઉપરાંત સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે, જેમાં આતંકવાદીઓ ધમકી આપી રહ્યા છે કે જો તેમને છોડવામાં નહીં આવે તો તેઓ કેદમાં રાખવામાં આવેલા તમામ અધિકારીઓને મારી નાખશે.

અમેરિકાએ આપી પ્રતિક્રિયા
ખૈબર પખ્તુનખ્વામાં સતત બગડતી પરિસ્થિતિ વચ્ચે અમેરિકાએ પાકિસ્તાનને TTP સામે લડવા માટે મદદની ઓફર કરી છે. અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તા નેડ પ્રાઈસે કહ્યું હતું કે અમે આતંકવાદીઓને તાત્કાલિક હિંસા બંધ કરવા અને તમામ કેદીઓને મુક્ત કરવાની માગ કરીએ છીએ.

 

adv

Related News

post
post
post
post
post
post
post