• Home
  • News
  • PAK મીડિયાએ મોદીનાં વખાણ કર્યાં:કહ્યું- વૈશ્વિક મંચ પર ભારતનું કદ વધ્યું, બે વિરોધી સુપરપાવર્સ આપણા પડોશીની સાથે
post

અંતમાં શહેઝાદ લખે છે - પાકિસ્તાનને હવે ભારતને લઈને તેની પોલિસી પર ફરીથી વિચાર કરવાની સખત જરૂર છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-01-16 18:52:45

પાકિસ્તાની મીડિયાએ પહેલીવાર ખૂલીને ભારતની પ્રશંસા કરતા તેને તાકાતવર દેશ ગણાવ્યો છે. પાકિસ્તાની મીડિયાનું કહેવું છે કે એવા સમયે જ્યારે યુક્રેનના મુદ્દે અમેરિકા અને રશિયા સામસામે છે, ત્યારે આ બંને દેશો ભારતની સાથે ઊભા છે. આ ભારતની શ્રેષ્ઠ ડિપ્લોમેસી પણ છે.

સામાન્ય રીતે ભારતને લઈને પાકિસ્તાની મીડિયાનું વલણ નેગેટિવ રહે છે. જેથી આવી રીતે ખુલ્લેઆમ ભારતની પ્રશંસા કરવી એ ત્યાંના મીડિયામાં એક મોટા પરિવર્તન તરીકે જોઈ શકાય છે.

અમેરિકા પર સવાલ
પાકિસ્તાનના મોટા અંગ્રેજી ન્યૂઝપેપર 'ધ એક્સપ્રેસ ટ્રિબ્યુન'માં શહેઝાદ ચૌધરીએ ભારત વિશે એડિટોરિયલ લખ્યો છે. શહેઝાદ પોલિટિકલ, સિક્યોરિટી અને ડિફેન્સ એનાલિસ્ટ છે.

ચૌધરી લખે છે - રશિયા-યુક્રેન યુદ્ધને લઈને અમેરિકા અને રશિયા સામસામે છે. વિશ્વને ત્રીજા વિશ્વયુદ્ધનો ડર સતાવી રહ્યો છે. આ તસવીરનું બીજું પાસું પાકિસ્તાનના દૃષ્ટિકોણથી ખુબ જ મહત્ત્વનું છે. જો અમેરિકા અને રશિયા યુક્રેન મુદ્દે અડગ છે તો આપણે એ પણ જોવું પડશે કે આ બંને દેશો ભારતની સાથે ઊભા છે. જો આ કૂટનીતિક બળવો નથી તો શું છે. એ પણ ધ્યાન રાખવું પડશે કે પાકિસ્તાન એક એવો દેશ છે જે અમેરિકા માટે મહત્ત્વપૂર્ણ બિન-નાટો સહયોગી રહ્યો છે.

ચીન ફેક્ટર

·         શહેઝાદે આગળ લખ્યું- ચીનના આક્રમક સ્વભાવને કારણે ભારત અને અમેરિકા વચ્ચે ગ્લોબલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ થઈ ગઈ છે. હવે આ બંને દેશો પરસ્પર, રિઝનલ અને ગ્લોબલ મુદ્દાઓ પર સાથે મળીને કામ કરી રહ્યા છે. ભારત આ સમયે વિશ્વ માટે મહત્ત્વપૂર્ણ દેશ છે. તે ઘણો મોટો અને શક્તિશાળી દેશ છે. તમે દુનિયામાં જ્યાં પણ જશો ત્યાં તમને ભારતની છાપ ચોક્કસથી જોવા મળશે.

·         એડિટોરિયલમાં આગળ લખ્યું છે કે - યુક્રેન પર હુમલા બાદ અમેરિકા અને તેના સહયોગીઓએ રશિયા પર કડક પ્રતિબંધો લગાવ્યા હતા, પરંતુ આ દરમિયાન ભારતે ડર્યા વિના રશિયા પાસેથી સસ્તા તેલની ખરીદી ચાલુ રાખી. આ તેલને રિફાઈન કરીને તેણે ઘણા ડોલરની કમાણી કરી.

·         હવે રશિયા અને અમેરિકા બંને દાવો કરે છે કે ભારત તેમનો નજીકનો સાથી છે. આ પણ એક હકીકત છે કે તેમાં કોઈ શંકા નથી. બંને મહાસત્તાઓ સાચી વાત કહી રહ્યા છે. ચૌધરીના મતે યુક્રેન યુદ્ધને લઈને ભારતની ડિપ્લોમેસી જુઓ. તેણે વચ્ચેનો રસ્ અપનાવ્યો.

·         ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકર દરેક પ્લેટફોર્મ પર પોતાની સ્ટ્રેટેજીને યોગ્ય ગણાવતા રહ્યા. વિશ્વમાં પેટ્રોલ-ડીઝલ વધુ મોંઘું થઈ ગયું. પાકિસ્તાન કંઈપણ કરી ના શક્યું અને ભારતે સરળતાથી વચ્ચેનો રસ્તો કાઢી લીધો. ડોક્ટર જયશંકર કહે છે- વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સાફ કહેવું છે કે ભારતના હિતમાં જે થશે, તે જ કરવામાં આવશે.

 

ભારત પાસેથી શીખવાની જરૂર
શહેઝાદ આગળ લખે છે- ભારત એશિયા પછી ગ્લોબલ પાવર બની ગયો છે. ભારતે આઝાદી પછી સ્વતંત્ર વિદેશનીતિ રાખી છે અને પોતાનાં હિતોનું ધ્યાન રાખ્યું. બીજી તરફ તમે પાકિસ્તાન જોઈ રહ્યા છો. આજે ભારત એગ્રીકલ્ચર અને આઈટી સેક્ટરમાં સુપરપાવર છે. એક અબજથી વધુ વસ્તી હોવા છતાં તે જબરદસ્ત સફળ છે. ત્યાંની લોકશાહી પણ અદ્ભુત છે.

ચૌધરી અનુસાર આપણા ઈસ્લામિક ભાઈ દેશ સાઉદી અરબનો ઝુકાવ આજે ભારત તરફ છે. તે ત્યાં 72 અબજ ડોલરનું રોકાણ કરી રહ્યું છે અને પાકિસ્તાન ત્યાંથી 7 અબજ ડોલરની ભીખ માગી રહ્યું છે. જ્યારે ભારતે કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવી ત્યારે કોઈએ અમને ખુલ્લેઆમ સમર્થન આપ્યું ન હતું. આજે જી-7 હોય કે જી-20, ભારત દરેક જગ્યાએ મજબૂત રીતે ઊભું છે. ક્લાઈમેટ ચેન્જ અને મહામારીમાં તેણ વિશ્વની મદદ કરી.

અંતમાં શહેઝાદ લખે છે - પાકિસ્તાનને હવે ભારતને લઈને તેની પોલિસી પર ફરીથી વિચાર કરવાની સખત જરૂર છે. અત્યાર સુધી જે કંઈ થઈ રહ્યું છે તે અસરકારક સાબિત થયું નથી અને થશે પણ નહીં. આપણે પણ ભારતની તર્જ પર જીઓ ઈકોનોમિક્સ તરફ જોવું પડશે. ઈતિહાસમાં આપણે જે કર્યું છે તેનો પાકિસ્તાનને ક્યારેય ફાયદો થયો નથી.

 

adv

Related News

post
post
post
post
post
post
post