• Home
  • News
  • PAK મંત્રીનું કબૂલનામું- 'અમે આતંકનું બીજ વાવ્યું':મસ્જિદ હુમલા પર આસિફ બોલ્યા- 'હવે દેશને સુધરવાની જરૂર, ભારતમાં આવાં હુમલા નથી થતા'
post

પાકિસ્તાની મીડિયા જિયો ન્યૂઝ મુજબ, તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન(TTP)એ હુમલાની જવાબદારી લીધી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2023-02-01 19:08:39

પેશાવરના મસ્જિદમાં થયેલા બ્લાસ્ટને લઈ પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે પ્રતિક્રિયા આપી છે. તેમનું કહેવું છે કે, આ પ્રકારે શ્રદ્ધાળુઓ પર હુમલો તો ભારતમાં પણ નથી થતો. 30 જાન્યુઆરીએ પેશાવરની પોલીસ લાઇનની મસ્જિદમાં ધમાકો થયો હતો. જેમાં 100 લોકોનાં મોત થયાં હતાં. જ્યારે 221 લોકો ઘાયલ થયા હતા.

પાકિસ્તાન નેશનલ એસેમ્બલીમાં રક્ષા મંત્રી ખ્વાજા આસિફે કહ્યું- ભારત કે ઇઝરાઇલમાં નમાઝ દરમિયાન નમાઝીઓ પર હુમલો નથી થયો, પરંતુ પાકિસ્તાનમાં નમાઝીઓ વચ્ચે બેસેલા એક હુમલાખોરે ખુદને ઉડાવી દીધો. ડોનના રિપોર્ટ મુજબ, મંત્રી આસિફે કહ્યું- અમે આતંકવાદનું બીજ વાવ્યું છે. તેની સામે સાથે મળીને લડવું પડશે. હવે સમય આવી ગયો છે કે પાકિસ્તાન સુધરી જાય.

TTPએ જવાબદારી લીધી
પાકિસ્તાની મીડિયા જિયો ન્યૂઝ મુજબ, તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન(TTP)એ હુમલાની જવાબદારી લીધી હતી. પેશાવર ખેબર પખ્તૂનખ્વા રાજ્યનું પાટનગર છે. આ વિસ્તારમાં TTPની મજબૂત પકડ છે અને તાજેતરમાં આ સંગઠને હુમલાની ધમકી આપી હતી.

ભારતે હુમલાની નિંદા કરી હતી
31 જાન્યુઆરીએ ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ હુમલાના પીડિતોના પરિવારો પ્રતિ શોક વ્યક્ત કર્યો હતો. બાગચીએ મંગળવારે ટ્વિટર પર એક પોસ્ટમાં કહ્યું- ભારત પેશાવરમાં થયેલા આત્મઘાતી હુમલાની ઘણી નિંદા કરી હતી.

અફઘાનિસ્તાન-પાકિસ્તાનમાં જબરદસ્ત તણાવ
TTP
ને લઈ અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઘણો ખતરનાક બની રહ્યો છે. બન્ને દેશ વચ્ચે ડૂરન્ડ લાઇન પર તમામ એન્ટ્રી અને એગ્ઝિટ પોઇન્ટ બંધ કરી દેવાયા છે. હાલાત એવા છે કે, બે મહિનામાં બંને દેશ વચ્ચે ફાયરિંગમાં લગભગ 16 પાકિસ્તાની સૈનિક માર્યા ગયા છે.

પાકિસ્તાન સરકાર હુમલાને લઈ TTPને જવાબદાર ગણાવે છે. રાણા સનાઉલ્લાહની ધમકીના જવાબમાં તાલિબાનના સીનિયર લીડર અને ઉપ-વડાપ્રધાન અહેમદ યાસિરે સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો હતો. પહેલા આ ફોટો વિશે જાણી લો.

આ ફોટો 1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધનો છે. જેમાં પાકિસ્તાન સેના ખરાબ રીતે હારી હતી. તેના 90 હજારથી વધુ સૈનિકોએ સરેન્ડર કર્યું હતું. સરેન્ડર ડોક્યૂમેન્ટ પર પાકિસ્તાન તરફથી લેફ્ટિનેન્ટ જનરલ આમિર અબ્દુલ્લાહ ખાન નિયાજીએ સહી કરી હતી. તેમની બાજુમાં હાજર હતા આપણી સેનાના લેફ્ટિનેન્ટ જનરલ જગજીત સિંહ અરોડા. આ સરેન્ડર બાદ જ બાંગ્લાદેશ એક અલગ દેશ બન્યું હતું અને પાકિસ્તાના બે ટુકડા થઈ ગયા હતા.

ઉપ-વડાપ્રધાન અહેમદ યાસિરે આ ફોટો સાથે ઉર્દુમાં એક કેપ્શન પણ શેર કર્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે, રાણા સનાઉલ્લાહ, જબરદસ્ત. ભૂલો નહિ કે આ અફઘાનિસ્તાન છે. આ એ જ અફઘાનિસ્તાન છે જ્યાં મોટી-મોટી તાકાતોની કબરો બની ગઈ છે. અમારી ઉપર સેન્ય હુમલાના સપના ના જોવો, નહિ તો પરિણામ એટલા જ શરમજનક હશે જેટલા ભારત સામે તમારા થયા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post