• Home
  • News
  • પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સંધિનો ભંગ કરીને સૌથી મોટો તીડ હુમલો કર્યો, જે ‘સેના’એ ખેતર બચાવવાનાં હતાં તે ઊંઘતી રહી
post

નાપાક પાડોશીએ સૂચના ન આપી, અહીં જવાબદારો પત્રોમાં ગૂંચવાઈ રહ્યાં

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-06 09:50:24

જોધપુર: આઝાદી પછી દેશમાં રાજસ્થાન અને ગુજરાત સહિત પંજાબ-હરિયાણામાં થયેલો સૌથી મોટો તીડ હુમલો ખરેખર તો આપણા નાપાક પાડોશીની કરતૂત હતી. આંતરરાષ્ટ્રીય કરાર હેઠળ તેણે તીડની બ્રીડિંગ તથા તેની મૂવમેન્ટ વિશે માહિતી શેર કરવાની હતી પણ તેણે કરી. તેનાથી પણ વધુ ઘાતક સ્થિતિ છે કે ફક્ત તીડ હુમલાથી દેશની બચાવવા માટે આપણી જે સેના એટલે કે તીડ ચેતવણી સંગઠન(લોકસ્ટ વોર્નિંગ ઓર્ગેનાઈજેશન : એલડબ્લ્યૂઓ) હુમલાની ગંભીરતાને સમજી ના શક્યું. સંગઠનની દેશભમાં એકમાત્ર ફીલ્ડ ઓફિસ જોધપુરમાં છે. તેના સ્ટેક હોલ્ડર કેન્દ્ર તથા રાજ્યના કૃષિ મંત્રાલયોની સાથે સંરક્ષણ તથા ગૃહ મંત્રાલય પણ છે. સંગઠનને અધિકાર છે કે તે તીડ હુમલાના સમયે તમામ મંત્રાલયોના સંસાધનોનો ઉપયોગ કરી શકે છે. પણ સંગઠને તીડ પર કીટનાશક દવાના છંટકાવ માટે તો સેના કે બીએસએફથી હેલિકોપ્ટર માગ્યા તો ભાડે લીધા.


હુમલાની ભૂગોળ અને ગણિતને રીતે સમજો
પાકિસ્તાન જવાબદાર કઈ રીતે : શાંઘાઈ કોર્પોરેશન તથા સાર્ક દેશો વચ્ચેના કરાર મુજબ પાકિસ્તાને તીડના આગમનની સૂચના આપવી જોઈએ. બંને દેશો વચ્ચે જૂનથી નવેમ્બર સુધી 6 ફ્લેગ મીટિંગ થાય છે. સપ્ટેમ્બર 2019 સુધી મીટિંગ થઈ હતી. પણ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના વિરોધમાં પાકિસ્તાને બેઠક રદ કરી હતી અને તેણે તીડના હુમલા વિશે માહિતી આપી.


સૌથી મોટો હુમલો કઇ રીતે: 3.85 લાખ હેક્ટરમાં તીડ પાકનો નાશ કરી ચૂક્યા છે અત્યાર સુધી. હાલ તીડ આવી રહ્યાં છે. અગાઉ આવો હુમલો 26 વર્ષ પહેલાં 1993માં થયો હતો જ્યારે તીડે 3.10 હેક્ટર ક્ષેત્રમાં પાકનો નાશ કરી નાખ્યો હતો.


તીડ ચેતવણી સંગઠન શું છે?
એલડબ્લ્યૂ(તીડ ચેતવણી સંગઠન)ની રચના આઝાદી પહેલા થઈ હતી જેની ફિલ્ડ ઓફિસ વિભાજન પછી લાહોરથી જોધપુર આવી ગઈ. સંગઠનનો ઉદ્દેશ્ય 2 લાખ ચો. કિમીમાં ફેલાયેલા શિડ્યૂલ્સ ડેઝર્ટ એરિયાને તીડથી બચાવવાનો છે. સંગઠનમાં 250નો સ્ટાફ છે. હાલ 90 પદ ખાલી છે. ઉપલબ્ધ સ્ટાફમાં લોકો ઓફિસમાં ડેટાની આપ-લે અને કોઓર્ડિનેશનમાં લાગેલા છે. જોકે બાકી ફીલ્ડમાં તહેનાત છે.


શું કરી શકે છે સંગઠન?

·         તીડને ભારતમાં પ્રવેશતા રોકવા માટે સંગઠન સરહદ પણ વટાવી શકે છે.

·         વ્યવસ્થા સંરક્ષણ મંત્રાલય કરશે તથા ટીમને હાઈ-ફ્રિક્વન્સીના વાયરલેસ સેટ આપશે.

·         ગૃહમંત્રાલય બીએસએફ મારફતે ભારત-પાક. વચ્ચે નિયમિત બેઠક કરાવશે.

·         સિવિલ એવિએશન મંત્રાલયના એટીસી એરક્રાફ્ટ માટે એર ટ્રાફિક કન્ટ્રોલ કરશે.

મે મહિનામા ચેતવણી મળી હતી કે હળવા એરક્રાફ્ટની જરૂર પડી શકે છે
ખેતી તથા કૃષિ કિસાન કલ્યાણ મંત્રાલયે 8 મે 2019ના રોજ રાજસ્થાન, ગુજરાત, પંજાબ તથા હરિયાણાના કૃષિ નિર્દેશકોને પત્ર લખ્યો કે ઇરાન તથા પાકિસ્તાનમાં બ્રીડિંગ થઈ રહ્યું છે. તીડ ટુકડી જૂનમાં પહોંચી શકે છે. મંત્રાલયે બીજો પત્ર 20 મેના રોજ લખ્યો અને જણાવ્યું કે 26 વર્ષ પહેલાં સૌથી મોટો હુમલો થયો હતો ત્યારે જમીન અને હવાઈ ઓપરેશન કરી કન્ટ્રોલ કરાયું હતું. આવી સ્થિતિ માટે માટે સિંગલ એન્જિનના હળવા એરક્રાફ્ટની જરૂર પડી શકે છે. પણ સંગઠને તેની વ્યવસ્થા કરી.

મે મહિનામાં તીડની જાણ થઈ ગઈ હતીઃ ખેતીવાડી નિયામક
બનાસકાંઠામાં ત્રાટકેલાં તીડ અંગે ખેતીવાડી નિયામક પ્રકાશ પટેલે જણાવ્યું કે તીડ ઇન્ટરનેશનલ ઉપદ્રવ જીવાત છે. મે મહિનામાં જ્યારે પાકિસ્તાન આવ્યા ત્યારે જાણ થઈ હતી. જો કે બનાસકાંઠા જિલ્લામાં 2 મહિના બાદ જુલાઈમાં એક નાનકડું ઝુંડ આવ્યું હતું. ત્યારબાદ ડિસેમ્બર તીડ આવતા જુદો જુદો 25 થી 30 લાખનો સરકારી વિભાગને ખર્ચો થયો છે. જ્યારે જિલ્લાના દસ હજાર ખેડૂતોને 28 થી 30 કરોડની સહાય ચૂકવાશે. "રાજ્ય સરકાર સમક્ષ હેલિકોપ્ટરથી દવાની માંગ કરાતા કેટલાક વિસ્તારોમાં ડ્રોન દ્વારા જ્યાં દવા છંટકાવ કરી શકાય ત્યાં દવા છાંટવામાં આવી હતી. ખેડૂતો પોતાનો પાક બચાવવા માગતા હતા દવા ખેતીના પાકોને તેમજ માનવ જાતને પણ નુકસાન પહોંચાડી શકે તેમ હોઇ ખેતર ઉપર ડ્રોનનો ઉપયોગ કરાયો હતો."

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post