• Home
  • News
  • પાકિસ્તાનમાં મની લોન્ડરિંગ કેસમાં પૂર્વ પીએમ નવાઝ શરીફના ભાઈ શાહબાઝની ધરપકડ
post

પાકિસ્તાન લીગ-નવાઝ(પીએમએલ-એન)ના અધ્યક્ષ શાહબાઝ શરીફ સામે 700 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગનો આરોપ છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-29 10:31:26

પાકિસ્તાનમાં મુખ્ય વિપક્ષી નેતા અને પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના ભાઈ શાહબાઝ શરીફની મની લોન્ડરિંગના આરોપ હેઠળ ધરપકડ કરાઈ છે. પાકિસ્તાન લીગ-નવાઝ(પીએમએલ-એન)ના અધ્યક્ષ શાહબાઝ શરીફ સામે 700 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગનો આરોપ છે. લાહોર હાઈકોર્ટમાં તેમની જામીનઅરજી ફગાવાઈ હતી, જેના પછી કોર્ટ પરિસરમાંથી તેમની ધરપકડ કરાઈ.

રાષ્ટ્રીય એકાઉન્ટેબિલિટી બ્યુરોના અધિકારી 69 વર્ષના શાહબાઝને લાહોર અટકાયતી કેન્દ્ર ખાતે લઈ ગયા હતા. આ દરમિયાન મોટી સંખ્યામાં પીએમએલ-એનના કાર્યકરો પણ ત્યાં હાજર હતા. શાહબાઝ અને તેમના બે દીકરા હમઝા અને સલમાન સામે ગત અઠવાડિયે જ મની લોન્ડરિંગનો કેસ નોંધાયો હતો.

જ્યારે એકાઉન્ટેબિલિટી કોર્ટે પૂર્વ રાષ્ટ્રપતિ આસિમ અલી ઝરદારી અને તેમની બહેન ફરયાલ તાલપુર સહિત અમુક લોકોને પણ એક અન્ય મની લોન્ડરિંગ કેસમાં આરોપી બનાવ્યાં છે. અગાઉ કોર્ટે ઝરદારીની એ અરજી ફગાવી હતી જેમાં નકલી એકાઉન્ટર સંબંધિત આરોપો પાયાવિહોણા ગણાવ્યા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post