• Home
  • News
  • નાપાક:પાકિસ્તાન ગ્રે લિસ્ટમાંથી બહાર નીકળવા અમેરિકન લૉબિંગ ફર્મના શરણે, FATFની બેઠક 21-23 ઓક્ટોબર દરમિયાન થવાની શક્યતા
post

ગ્રે લિસ્ટમાંથી બહાર નીકળવા પાકિસ્તાનને 39 દેશમાંથી 12ના સમર્થનની જરૂર

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-12 12:27:16

પાકિસ્તાન એફએટીએફના ગ્રે લિસ્ટમાંથી બહાર નીકળવા માટે અમેરિકાની હ્યુસ્ટન સ્થિત લૉબિંગ ફર્મ લિન્ડેન સ્ટ્રેટેજીસની સર્વિસ લઈ રહ્યું છે. અમેરિકા અને ફ્રાંસના રાજકીય સૂત્રોએ આ દાવો કર્યા પછી હોબાળો મચી ગયો છે. આતંકી સંગઠનોનું ફંડિંગ રોકવામાં નિષ્ફળ રહ્યા પછી પાકિસ્તાનને આ યાદીમાં નાંખી દેવાયું હતું.

લિન્ડેન સ્ટ્રેટેજીસ ફર્મ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન સામે પાકિસ્તાન વિદેશ મંત્રાલયનો પક્ષ રજૂ કરશે. તેમનો હેતુ એછે કે, અમેરિકાનો પાકિસ્તાન માટે દૃષ્ટિકોણ બદલાય અને તે આ યાદીમાંથી બહાર આવી જાય. આ ફર્મ સરકાર સાથે સંબંધ બનાવવા, વ્યૂહાત્મક કોમ્યુનિકેશન, ઉદ્યોગ-ધંધાને લગતી સલાહ અને રાજકીય સ્તરે વાતચીત કરવાની સેવા આપે છે. એફએટીએફની બેઠક 21થી 23 ઓક્ટોબર વચ્ચે થવાની શક્યતા છે. પાકિસ્તાનને આ યાદીમાંથી બહાર નીકળવા 29માંથી 12 દેશનું સમર્થન જોઈએ છે, પરંતુ એવી શક્યતા ખૂબ ઓછી છે. એવું કહેવાય છે કે, આ કામ માટે અમેરિકા જ સમર્થન મેળવી શકે.

ચાર મોટા જૂઠ, જેના આધારે પાક. કહે છે કે, આતંક સાથે તેમને સંબંધ નથી
સૂત્રોના જણાવ્યાનુસાર, પાકિસ્તાન ઈચ્છે છેકે, લિન્ડેન સ્ટ્રેટેજીસ પોતાની રીતે અમેરિકન સરકાર સાથે વાત કરે. આ સિવાય ચાર મોટા દાવા થકી પાકિસ્તાનનો પક્ષ રજૂ કરે.

પહેલું જૂઠ: હવે પાકિસમાં તાલિબાન અને હક્કાની નેટવર્ક નથી, અફઘાનિસ્તાનમાં જ છે
પાકિસ્તાનનું કહેવું છે કે, હવે તાલિબાન, હક્કાની નેટવર્ક, અલ કાયદા અને દાએશ ગ્લોબલ ટેરરિસ્ટ ગ્રૂપ અફઘાનિસ્તાનમાં જ સક્રિય છે. તેમની પાસે પૂરતું ભંડોળ છે. તેનો અર્થ એ છે કે, તાલિબાનનું શૂરા અને હક્કાની નેટવર્ક પાકિસ્તાનના ક્વેટા, બોલન દર્રા, પેશાવર કે ખૈબર નજીક નથી.
હકીકત: આતંકી સંગઠન હક્કાની નેટવર્કનો વડો સિરાજુદ્દીન હક્કાની પાકિસ્તાનના ઉત્તર વજિરિસ્તાનમાંરહે છે. તે તાલિબાનોના ઈશારે કામ કરે છે.

બીજું જૂઠ: પાક.માં લશ્કર-એ-તોઈબા ખતમ થઈ ગયું છે, ટેરર ફંડિંગમાં તેનું નામ નથી
પાકિસ્તાનનો દાવો છે કે, મુરિદકે વિસ્તારમાં હવે લશ્કર-એ-તોઈબા સક્રિય નથી. આતંકીઓને ફંડિંગના મોટા ભાગના કેસ જમાત-ઉદ-દાવા અને ફલાહ-એ-ઈન્સાનિયત ફાઉન્ડેશનના નેતાઓ વિરુદ્ધ નોંધાયા છે. તોઈબાને ટેરર ફંડિંગ સાથે લેવાદેવા નથી.
હકીકત: તોઈબાનો વડો હાફિઝ સઈદ મુંબઈના 26/11 હુમલાના મુખ્ય આરોપી છે. હવે તેણે પોતાના સંગઠનનું સુકાન તેના પુત્ર તાલ્હાને સોંપી દીધું છે. તે કાશ્મીરમાં એલઓસી નજીક હુમલા કરાવી રહ્યો છે.

ત્રીજું જૂઠ: આતંકી હાફિઝ સઈદ પાક.માં નથી, ફક્ત તેના કેટલાક સમર્થકો રહે છે
પાકિસ્તાનના કહેવા પ્રમાણે, બહાવલપુરથી સંચાલિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો વડો મસૂદ અઝહર પાકિસ્તાનમાં નથી. પાક.માં ફક્ત આ સંગઠન સાથે સહાનુભૂતિ ધરાવતા અમુક સામાન્ય લોકો જ છે.
હકીકત: મસૂદ અઝહર ગંભીર રીતે બિમાર છે. તે બહાવલપુરમાં જ રહે છે. પાકિસ્તાનમાં આ સંગઠન હવે તેનો ભાઈ મુફ્તી રઉફ અસગર ચલાવે છે. આ સંગઠને જ 2016ના પઠાણકોટ હુમલાને અંજામ આપ્યો હતો.

ચોથું જૂઠ: ટેરર ફન્ડિંગના તમામ આરોપીઓ સામે કેસ નોંધાયા, તેમાં નેતાઓ સહિત 24 દોષિત
પાકિસ્તાન કહે છે કે, તેમે આતંકીઓને ફંડિંગના તમામ દોષિતો સામે કેસ નોંધ્યા છે. તેમાં બે વરિષ્ઠ નેતા સહિત 24 લોકોને દોષિત ઠેરવાયાછે. આ લોકો સામે અત્યાર સુધી 61 કેસ નોંધ્યા છે.
હકીકત: એફએટીએફના 2019ના રિપોર્ટ પ્રમાણે, 9/11 હુમલા પછી પાકિસ્તાનમાં 66 સંગઠન અને આશરે 7600 વ્યક્તિ સામે આતંકી ફંડિંગના કેસ નોંધાયા છે. તેનું આકલન યુએન સુરક્ષા પરિષદે કર્યું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post