• Home
  • News
  • આતંકીઓની સફાઈ અને નેટવર્કને ખતમ કરવાથી પાકિસ્તાનની પ્રોક્સી વાર ડિઝાઈનને નુકસાન- જનરલ નરવણે
post

પાકિસ્તાને બુધવારે ભારતના નવા સેના પ્રમુખ જમરલ મનોજ મુકુંદ નરવણેના ‘આતંકના મૂળ પર હુમલા’વાળા નિવેદન અંગે પ્રતિક્રિયા આપી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-02 10:59:49

ઈસ્લામાબાદઃ પાકિસ્તાને બુધવારે ભારતના નવા સેના પ્રમુખ જમરલ મનોજ મુકુંદ નરવણેના આતંકના મૂળ પર હુમલાવાળા નિવેદન અંગે પ્રતિક્રિયા આપી હતી. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે જનરલ નરવણેના નિવેદનને બેજવાબદારીભર્યુ ગણાવતા કહ્યું કે, આપણી સેના POKમાં ભારતના કોઈ પણ આક્રમક પગલાનો જડબાતોડ જવાબ આપશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા શાહ ફૈસલે કહ્યું કે, ભારતની આ ધમકીઓ કાશ્મીર પરથી કોઈનું ધ્યાન ભટકાવી નહીં શકે. આપણે આગળ પણ આંતરરાષ્ટ્રીય મંચ પર કાશ્મીરનો મુદ્દો ઉઠાવવાનું ચાલું રાખીશું.

સેના પ્રમુખ જનરલ એમએમ નરવણેએ મંગળવારે કહ્યું કે, જો પાકિસ્તાને આતંકવાદી પ્રવૃત્તિ બંધ ન કરી તો, અમે પહેલા તેના મૂળ પર જ હુમલો કરીશું અને એ અમારો અધિકાર છે. સેના પ્રમુખે કહ્યું કે, આ અંગે મેં મારા ઈરાદાઓ સર્જિકલ સ્ટ્રાઈક અને બાલાકોટ ઓપરેશન દરમિયાન જ જાહેર કરી દીધા હતા. તેમણે કહ્યું કે, અમારી પાસે આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે વિકસીત રણનીતિ છે.

નરવણેએ કહ્યું હતું કે, આતંકવાદથી આપણું ધ્યાન ભટકાવવાના પાકિસ્તાની સેનાના દરેક પ્રયાસો નિષ્ફળ સાબિત થયા છે. આતંકવાદીઓની સફાઈ અને આતંકી નેટવર્કને ખતમ કરવાથી પાકિસ્તાનની પ્રોક્સી વારના ઢાંચાને ઘણું નુકસાન પહોંચ્યું છે. આતંકવાદ વિરુદ્ધ અમારી ઝીરો ટોલરેન્સ નીતિ ચાલું રહેશે.

જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવ્યા બાદ અત્યાર સુધી ચીને જ પાકિસ્તાનને સમર્થન આપ્યું છે. UNમાં બંધ બારણે કાશ્મીર સમસ્યા પર ચર્ચા કરવા માટે ચીને જ પાકિસ્તાનને સાથ આપ્યો હતો. જો કે, તેના પ્રયાસ નિષ્ફળ રહ્યા હતા. 57 દેશોના ઈસ્લામિક કોઓપરેશન ઓર્ગેનાઈઝેશને પણ પાકિસ્તાનનો સાથ નહોતો આપ્યો.

 

adv

Related News

post
post
post
post
post
post
post