• Home
  • News
  • પાકિસ્તાનની વણ માગી સલાહ:ઈસ્લામાબાદ હાઇકોર્ટના ચીફ જસ્ટિસે ભારતમાં દેખાવકારોના હક અંગે કટાક્ષ કર્યો, કહ્યું- આ પાકિસ્તાન છે, ભારત નથી
post

લોકશાહી ધરાવતી સરકાર ફ્રીડમ ઓફ એક્સપ્રેશનને ન રોકે

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-26 12:21:08

પાકિસ્તાનના ઈસ્લામાબાદ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અથર મીનાલ્લાહએ રાજદ્રોહ અને આતંકવાદને પ્રોત્સાહન આપવાના એક કેસની સુનાવણી દરમિયાન ભારત પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ભારતમાં લોકશાહી હોવા છતાં ત્યાં દેખાવકારોના બંધારણીય હકની અવગણના કરવામાં આવે છે. આ અંગે જસ્ટિસે જણાવ્યું હતું કે આ પાકિસ્તાન છે, ભારત નથી; અહીં તમામના બંધારણીય હકનો આદર કરવામાં આવે છે. બીજી તરફ ભારતે કહ્યું હતું કે અમારે કોઈની સલાહની જરૂર નથી.

કાર્યકરોની જામીન અરજી પર હાથ ધરાઈ સુનાવણી
28
જાન્યુઆરીએ ઈસ્લામાબાદ પોલીસે આવામી વર્કર્સ પાર્ટી(AWP) અને પખ્તુન તાહફુઝ મૂવમેન્ટ(PTM)ના 23 જેટલા કાર્યકરોની ધરપકડ કરી હતી. આ તમામ કાર્યકરો જાણીતા હ્યુમન રાઈટ્સ એક્ટિવિસ્ટ અને PTMના ચીફ મનઝુર પસ્તાનની ધરપકડનો વિરોધ કરી રહ્યા હતા. જસ્ટિસ આ કાર્યકરોની જામીન અરજી પર સુનાવણી કરી રહ્યા હતા.

પાકિસ્તાનમાં મનઝુરની ધરપકડનો વિરોધ થયો
આ અંગેના એક મીડિયા રિપોર્ટ મુજબ, પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ, દેશના સૌથી મોટા શહેર કરાચી સહિત સમગ્ર પાકિસ્તાનમાં 28 જાન્યુઆરીએ મનઝુરની ધરપકડનો વિરોધ થયો હતો અને લોકો રસ્તા પર આવી ગયા હતા. ઉલ્લેખનીય છે કે 27 ફેબ્રુઆરીએ મનઝુરની પેશવારમાં ધરપકડ કરવામાં આવી હતી.

મનઝુરે દેરા ઈસ્માઈલ ખાન ખાતે સ્પીચ આપી હતી
જાન્યુઆરીમાં મનઝુરે દેરા ઈસ્માઈલ ખાન ખાતે એક સ્પીચ આપી હતી, જેમાં તેમણે પાકિસ્તાનની મિલિટરી દ્વારા માનવ અધિકારનું ઉલ્લંઘન થતું હોવાની વાત કહી હતી. બાદમાં સરકારે તેની પર રાજદ્રોહ અને ક્રિમિનલ ષડયંત્રનો આરોપ લગાવ્યો હતો. પછી તેમને જામીન આપવાથી સ્થાનિક કોર્ટે ઈનકાર કર્યો હતો ત્યારથી તે જેલમાં છે.

ઈસ્લામાબાદ પોલીસે દેખાવકારોની ધરપકડ કરી હતી
28
જાન્યુઆરીએ ઈસ્લામાબાદ પોલીસે દેખાવકારોની ધરપકડ કરી હતી અને ટોળામાંના બે જાણીતા લોકો મોહસીન ડાવર, ઉતર વાઝિરિસ્તાનના સાંસદ અને AWPના અમર રશીદ સામે રાજદ્રોહનો ગુનો નોંધ્યો હતો. જોકે બાદમાં 2 ફેબ્રુઆરીએ સરકારે કોર્ટને તેમની વિરુદ્ધ નોંધાયેલો રાજદ્રોહનો આરોપ હટાવી લેવા કહ્યું હતું. તેમ છતાં તેમની વિરુદ્ધ એન્ટી ટેરેરિઝમ એક્ટ(ATA),1997ના સેક્શન 7 હેઠળનો આરોપ FIRમાં નોંધવામાં આવ્યો. એને પગલે ઈસ્લામાબાદ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અથરે મેજિસ્ટ્રેટ પાસે ખુલાસો માગ્યો હતો કે ક્યાં ગ્રાઉન્ડને ધ્યાનમાં રાખીને દેખાવકારોની વિરુદ્ધ આ આરોપ લગાવવામાં આવ્યા છે.

લોકશાહી ધરાવતી સરકાર ફ્રીડમ ઓફ એક્સપ્રેશનને ન રોકે
સુનાવણી દરમિયાન આરોપીઓને જામીન આપતા જસ્ટિસ અથરે નોંધ્યું હતું કે આપણે એવી અપેક્ષા ન રાખી શકીએ કે લોકશાહી ધરાવતી સરકાર ફ્રીડમ ઓફ એક્સપ્રેશનને ન રોકે. ચૂંટાયેલી સરકાર ફ્રીડમ ઓફ એક્સપ્રેશનને ન રોકી શકે. કોર્ટ લોકોના હકનું રક્ષણ કરશે. તમામના બંધારણીય હકનું રક્ષણ થશે. આ પાકિસ્તાન છે, ભારત નથી.

ભારતમાં વધ્યા છે યુથ લીડર્સ સામે રાજદ્રોહના કેસ
જજની આ ટિપ્પણીમાં કોઈ પ્રસંગ ટાકવામાં આવ્યો ન હોવાને પગલે એ કહેવું મુશ્કેલ છે કે આ ટિપ્પણી કોના સંદર્ભમાં કરવામાં આવી છે, પરંતુ એવું અનુમાન કરવામાં આવ્યું છે કે છેલ્લા થોડા સમયથી ભારતમાં જે યુથ લીડર્સ સરકાર સામે સવાલ ઉઠાવી રહ્યા છે તેમની વિરુદ્ધ રાજદ્રોહના ગુનાનું પ્રમાણ વધ્યું છે અને કદાચ આ સંદર્ભમાં આ ટિપ્પણી કરવામાં હોઈ શકે.

 

adv

Related News

post
post
post
post
post
post
post