• Home
  • News
  • પાકિસ્તાનની સુપ્રીમકોર્ટનો ચુકાદો:અમેરિકન પત્રકાર ડેનિયલ પર્લની હત્યાનો આરોપી ઉમર શેખ મુક્ત
post

પાકિસ્તાન સુપ્રીમકોર્ટના ચુકાદાથી અમેરિકા નારાજ

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-29 11:26:25

પાકિસ્તાન સુપ્રીમકોર્ટે અમેરિકન પત્રકાર ડેનિયલ પર્લની હત્યાનો આરોપી આતંકવાદી અહમદ ઉમર સઈદ શેખને મુક્ત કરવાનો આદેશ કર્યો છે. જોકે, સુપ્રીમકોર્ટે ગુરુવારે સિંધ હાઈકોર્ટના ચુકાદા વિરુદ્ધ પ્રાંતીય સરકારે દાખલ કરેલી અરજી ફગાવી દીધી હતી. આ ચુકાદા સામે અમેરિકાએ સખત નારાજગી વ્યક્ત કરી છે.

આ પહેલાં સિંધ હાઈકોર્ટના બે જજની ખંડપીઠે એપ્રિલ 2020માં ઉમર શેખની મોતની સજા મોકૂફ કરીને સાત વર્ષની જેલની સજા સંભળાવી હતી, જ્યારે ત્રણ આરોપી ફહાદ નસીમ, શેખ આદિલ અને સલમાન સાકિબને મુક્ત કરી દીધા હતા. પરંતુ સુપ્રીમકોર્ટે ઉમર શેખની સાત વર્ષની સજા પણ રદ કરી દીધી હતી. અગાઉ આતંકવાદ વિરોધી અદાલતે આ આરોપીઓને આજીવન કારાવાસની સજા કરી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post