• Home
  • News
  • Pakistan Train Accident: પાકિસ્તાનના સિંધમાં મિલ્લત એક્સપ્રેસ સાથે સર સૈયદ એક્સપ્રેસની ભીષણ ટક્કર, 30ના મોત
post

સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ મુજબ અત્યાર સુધી 30 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. ટ્રેનની બોગીઓમાં અનેક લોકો હજુ ફસાયેલા છે આથી મૃત્યુઆંક વધી શકે છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-06-07 09:55:12

નવી દિલ્હી: પાડોશી દેશ પાકિસ્તાન (Pakistan) માં આજે સવારે એક ભીષણ રેલવે અકસ્માત સર્જાયો. સિંધના ઘોતકીમાં રેતી અને ડહારકી વચ્ચે બે ટ્રેનોની ભીડંત થતા અનેક લોકોના મોત થયા છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ મુજબ અત્યાર સુધી 30 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. ટ્રેનની બોગીઓમાં અનેક લોકો હજુ ફસાયેલા છે આથી મૃત્યુઆંક વધી શકે છે. 

મળતી માહિતી મુજબ મિલ્લત એક્સપ્રેસ અને સર સૈય્યદ એક્સપ્રેસ એકબીજા સાથે ટકરાઈ. આ અકસ્માત ઘોતકી પાસે થયો છે. સ્થાનિક રિપોર્ટ મુજબ મિલ્લત એક્સપ્રેસની બોગીઓ બેકાબૂ થઈને બીજા ટ્રેક પર જઈને પડી અને સામેથી આવતી સર સૈયદ એક્સપ્રેસ તેની સાથે ટકરાઈ આ કારણે મિલ્લત એક્સપ્રેસની 8 અને સર સૈયદ એક્સપ્રેસની એન્જિન સહિત ચાર બોગીઓ ટ્રેક પરથી ઉતરી ગઈ. આ અકસ્માતમાં અત્યાર સુધી 30 લોકોના માર્યા ગયા હોવાના સમાચાર છે. જ્યારે 40થી 50 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. 

મિલ્લત એક્સપ્રેસ કરાચીથી સરગોધા અને સર સયદ એક્સપ્રેસ રાવલપિંડીથી કરાચી જઈ રહી હતી. અકસ્માત વહેલી સવારે પોણા ચાર વાગ્યાની આસપાસ થયો હોવાનું કહેવાય છે. ટ્રેનની બોગીઓમાં હજુ અનેક મુસાફરો ફસાયેલા છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post