• Home
  • News
  • પાકિસ્તાની ડોક્ટરને અમેરિકામાં 18 વર્ષની જેલ:આતંકવાદી હુમલામાં ISISને મદદ કરવા માંગતો હતો; સીરિયા ભાગી જાય તે પહેલા FBIએ ઝડપી લીધો
post

​​​​​​​મસૂદની માહિતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી મેળવવામાં આવી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2023-08-26 18:25:42

અમેરિકામાં એક પાકિસ્તાની ડોક્ટરને 18 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. એક ડિસ્ટ્રિક્ટ કોર્ટે તેને ગયા વર્ષે યુએસ પર હુમલો કરવાની યોજના બનાવવા બદલ દોષી ઠેરવ્યો હતો. આ પછી તેને શુક્રવારે સજા સંભળાવવામાં આવી છે. ન્યૂઝ એજન્સી 'રોયટર્સ' અનુસાર, 31 વર્ષીય મોહમ્મદ મસૂદ અમેરિકામાં હુમલા કરવા માટે ISISની મદદ કરવા માંગતો હતો. તેણે 2020માં જોર્ડન થઈને સીરિયા જવાનો પ્રયાસ કર્યો હતો.

આ પ્રયાસમાં નિષ્ફળ ગયા પછી, તેણે મિનેપોલિસથી લોસ એન્જલસ જવાનો પ્રયાસ કર્યો જ્યાંથી મસૂદ કોઈને મળવાનો હતો જે તેને કાર્ગો શિપ દ્વારા સીરિયા પહોંચવામાં મદદ કરશે. મસૂદ મિનેપોલિસની ફ્લાઈટ પકડે તે પહેલા જ FBI દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી.

મસૂદ વર્ક વિઝા પર અમેરિકા આવ્યો હતો
સરકારી વકીલે કહ્યું કે મસૂદ વર્ક વિઝા પર અમેરિકા આવ્યો હતો. અમેરિકામાં શંકાસ્પદ લોકોની માહિતી આપવા માટે કેટલાક ડિટેક્ટીવ્સને રાખવામાં આવ્યા છે. તેમની સામે મસૂદે જાન્યુઆરી 2020થી જ ISISમાં જોડાવાની માહિતી આપી હતી.

મસૂદે કહ્યું કે તેને લાગ્યું કે આ લોકો ISIS સાથે જોડાયેલા છે. તેણે આતંકવાદી સંગઠન અને તેના નેતાને સંપૂર્ણ સમર્થન આપવાની પ્રતિજ્ઞા લીધી. મસૂદે જાસૂસોને કહ્યું હતું કે તે અમેરિકામાં 'લોન વુલ્ફ' હુમલો કરવા માંગતો હતો. 'લોન વુલ્ફ' હુમલો એટલે જ્યારે કોઈ વ્યક્તિ એકલા પોતાના બળે હુમલો કરીને વધુ લોકોને મારવાના પ્રયાસ કરે છે તે તેને 'લોન વુલ્ફ' હુમલો કહેવાય છે.

​​​​​​​મસૂદની માહિતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી મેળવવામાં આવી હતી
મસૂદ યુએસ એજન્સીઓના નિશાના હેઠળ આવ્યો જ્યારે તેમને ISISના સમર્થનમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેની પોસ્ટ મળી. આ પછી, મસૂદ વિશે વધુ માહિતી મેળવવા માટે, તેને અમેરિકન એજન્સીઓ માટે કામ કરતા કેટલાક લોકોના સંપર્કમાં લાવવામાં આવ્યો.

મસૂદે તેમની સામે કહ્યું કે તે એક ડૉક્ટર છે જે મેડિકલ વિઝા પર અમેરિકા આવ્યો છે. તે સીરિયા, ઈરાક અને અફઘાનિસ્તાનની નજીક ઉત્તર ઈરાન જવા માંગે છે. જેથી તે પોતાના ઘાયલ ISIS ભાઈઓ માટે લડી શકે.

ISIS2014માં ઈરાક અને સીરિયાના કેટલાક વિસ્તારો પર કબજો કર્યો હતો. આ આતંકીઓ આખી દુનિયામાં ફેલાયેલા છે. જો કે, 2019થી તેની પકડ નબળી પડી છે. હવે તેના માત્ર 5,000 થી 7,000 આતંકી બચ્યા છે. અફઘાનિસ્તાનમાં જ્યારથી તાલિબાન સત્તામાં આવ્યું છે ત્યારથી ISISનો પ્રભાવ ફરી વધી રહ્યો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post