• Home
  • News
  • પરિણીતી ચોપરા-રાઘવ ચઢ્ઢા મુંબઈ એરપોર્ટ પર સાથે જોવા મળ્યા:સગાઈના સમાચાર વચ્ચે દિલ્હી જવા રવાના થયા
post

પરિણીતી ચોપરા એરપોર્ટ પર એકદમ સિમ્પલ લુકમાં જોવા મળી હતી. તેણે લાલ કુર્તો-પાયજામા પહેર્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2023-05-09 18:34:08

પરિણીતી ચોપરા આ દિવસોમાં આપ (આમ આદમી પાર્ટી)ના નેતા રાઘવ ચઢ્ઢા સાથેના લગ્નને લઈને સતત ચર્ચામાં છે. હાલમાં જ બંને ફરી એકવાર મુંબઈ એરપોર્ટની બહાર જોવા મળ્યા હતા, જેનો એક વીડિયો સામે આવ્યો છે.

રિપોર્ટ્સ અનુસાર પરિણીતી અને રાઘવ 13 મે, શનિવારે દિલ્હીમાં સગાઈ કરવાના છે. હવે સગાઈના સમાચાર વચ્ચે બંને દિલ્હી જવા રવાના થઈ ગયા છે.

પરિણીતી ચોપરા રેડ આઉટફિટમાં જોવા મળી હતી
પરિણીતી ચોપરા એરપોર્ટ પર એકદમ સિમ્પલ લુકમાં જોવા મળી હતી. તેણે લાલ કુર્તો-પાયજામા પહેર્યા હતા. પરિણીતીએ આ લુકને સફેદ ફુટવેર અને બ્લેક ગોગલ્સ સાથે પરફેક્ટ બનાવ્યો છે. જ્યારે આપ નેતા રાઘવ બ્લેક શર્ટ અને ઓફ વ્હાઈટ ટ્રાઉઝરમાં જોવા મળ્યો હતો. બંને એકસાથે ખૂબ જ સુંદર લાગે છે.

રાઘવ-પરિણીતી ડિનર ડેટ પર જોવાં મળ્યાં હતાં
કપલ સતત સાથે જોવા મળે છે. હાલમાં જ બંને ડિનર ડેટ માટે પહોંચ્યા હતા, તેઓ બાંદ્રામાં એક રેસ્ટોરન્ટની બહાર જોવા મળ્યા હતા. આ પહેલા રાઘવ-પરિણીતી IPL 2023ની મેચ જોવા માટે મોહાલી સ્ટેડિયમ પહોંચ્યા હતા. જ્યાં બંનેની ખૂબ જ બોન્ડિંગ જોવા મળી હતી. આ દરમિયાન પરિણીતીને જોઈને ત્યાં હાજર ફેન્સે 'પરિણીતી ભાભી'ની બૂમો પાડવાનું શરૂ કરી દીધું હતું.

ઓક્ટોબરમાં સાત ફેરા લઈ શકે છે
અહેવાલો અનુસાર, પરિણીતી અને રાઘવની સગાઈ માટે લગભગ 150 નજીકના મિત્રો અને પરિવારના સભ્યોને આમંત્રણ આપવામાં આવ્યું છે. જો કે, લગ્નની તારીખ હજુ સુધી કન્ફર્મ થઈ નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે બંને આ વર્ષના ઓક્ટોબરના અંત સુધીમાં લગ્નગ્રંથિથી જોડાઈ જશે.

adv

Related News

post
post
post
post
post
post
post