• Home
  • News
  • ક્ષત્રિયોના વિરોધ વચ્ચે પરશોત્તમ રૂપાલા 16 એપ્રિલે ઉંમેદવારી ફોર્મ ભરવા જશે, 25,000 જેટલાં કાર્યકરો અને હોદ્દેદારો રહેશે ઉપસ્થિત
post

લોકસભા ચૂંટણીના ફોર્મ ભરવાની તારીખ જાહેર થઈ જતાં ભાજપ રૂપાલાને ચૂંટણી લડાવવા માટે મક્કમ હોય એવું લાગી રહ્યું છે.

Written By newsonline | Ahmedabad | Published: 2024-04-08 19:02:09

રાજકોટ: રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલા નિવેદન બાદ ભારે રોષ ફાટી નીકળ્યો છે. પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ સાથે ક્ષત્રિય સમાજ દ્વારા અલગ અલગ જગ્યાએ સંમેલનો કરવામાં આવી રહ્યાં છે. ભાજપ દ્વારા લોકસભા ચૂંટણી માટેના ફોર્મ ભરવાની તારીખ જાહેર થઈ ચૂકી છે. 16મી એપ્રિલ સવારે 10:30 વાગે બહુમાળી ભવન ચોક ખાતે રૂપાલા જંગી સભા સંબોધશે અને ત્યાર બાદ તેઓ ભાજપ તરફથી રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે ઉમેદવારી ફોર્મ ભરવાના છે.


રાજ્યભરમાં ક્ષત્રિય સમાજનાં સંમેલનો
રાજકોટ લોકસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજ અંગે કરેલા વિવાદાસ્પદ નિવેદનને પગલે ભારે રોષ જોવા મળ્યો છે. રાજકોટ સહિત રાજ્યભરમાં અલગ અલગ જગ્યાએ ક્ષત્રિય સમાજ દ્વારા 18 વર્ણના લોકોનાં સંમેલનો યોજાઈ રહ્યાં છે અને રૂપાલાની ટિકિટ ભાજપ દ્વારા રદ કરવામાં આવે એવી માગ ઉગ્ર બની છે.

 

મહિલા આગેવાનનો અન્ન ત્યાગ
એક તરફ રાજકોટમા ક્ષત્રિય સમાજના અને કરણીસેનાનાં મહિલા આગેવાન પદ્મિનીબા સતત છઠ્ઠા દિવસે અન્ન ત્યાગ પર છે. રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી અન્ન ત્યાગ પર રહેશે એવું જાહેર થયું છે. બીજી તરફ, લોકસભા ચૂંટણીના ફોર્મ ભરવાની તારીખ જાહેર થઈ જતાં ભાજપ રૂપાલાને ચૂંટણી લડાવવા માટે મક્કમ હોય એવું લાગી રહ્યું છે.

adv

Related News

post
post
post
post
post
post
post