• Home
  • News
  • બ્રિટનમાં લોકોને કોરોના ડરથી હાર્ટ એટેક આવે છે, મેડિકલ હેલ્પ પહેલા જ ઘરમાં થઇ રહ્યા છે મોત
post

મેડિકલ હેલ્પ પહોંચે તે પહેલાં જ 80% લોકોનો શ્વાસ થંભી રહ્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-17 12:00:02

લંડન: બ્રિટનના લોકોમાં કોરોનાનો ડર એ હદે વ્યાપી ગયો છે કે ઘણા લોકોને હાર્ટ એટેક આવી રહ્યો છે. હોસ્પિટલમાં દાખલ થાયા પહેલાં જ તેમનાં મોત થઇ રહ્યાં છે. બ્રિટનના હેલ્થ ડિપાર્ટમેન્ટે એવાં ઘણાં મોત નોંધ્યાં છે કે જેમાં હાર્ટ એટેક આવ્યો અને ઘરમાં જ તેમનું મોત થઇ ગયું. 

હોસ્પિટલમાં દાખલ થશે તો લોકોને કોરોનાનો ચેપ લાગવાનો ડર 
એક રિપોર્ટ મુજબ લંડનમાં 80% મોત એવાં થઇ રહ્યાં છે કે દર્દી સુધી મેડિકલ હેલ્પ પહોંચે તે પહેલાં જ તેનું મોત થયું હોય. ડૉક્ટર્સનું કહેવું છે કે લોકો ડર હેઠળ જીવી રહ્યા છે અને ઇમરજન્સી સર્વિસને ફોન કરતા પણ ગભરાય છે. તેમને લાગે છે કે જો તેઓ હોસ્પિટલમાં દાખલ થશે તો તેમને કોરોનાનો ચેપ લાગી શકે છે.


મોટા ભાગના કેસમાં એમ્બ્યુલન્સ પહોંચતા પહેલાં જ દર્દીનું મોત

ધ ગાર્ડિયનને ગયા અઠવાડિયે લંડનમાં યોજાયેલી ડૉક્ટર્સની એક મીટિંગના કેટલાક ડોક્યુમેન્ટ્સ સાંપડ્યા છે, જેમાં જણાવાયું છે કે 4 અને 5 એપ્રિલ દરમિયાન હાર્ટ એટેક આવ્યાનો ઇમરજન્સી સર્વિસને કૉલ કરવાનું પ્રમાણ ત્રણ ગણું વધ્યું હતું. એમ્બ્યુલન્સ સર્વિસ માટે એક દિવસમાં 140 વખત કૉલ કરાયા સામાન્ય દિવસોમાં આવા સરેરાશ 55 કૉલ આવે છે. મોટા ભાગના કેસમાં એમ્બ્યુલન્સ પહોંચતા પહેલાં જ દર્દીનું મોત થઇ ગયું.

 

adv

Related News

post
post
post
post
post
post
post