• Home
  • News
  • વામકોએ વિનાશ વેર્યો:ફિલિપાઇન્સ : વામકો વાવાઝોડાને લીધે 2 લાખ લોકો સંકટમાં
post

અધિકારીઓએ જણાવ્યું કે 40 હજારથી વધુ મકાન ધસી પડ્યાં છે. આશરે 2 લાખ લોકોના જીવ જોખમમાં છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-13 11:23:17

ફિલિપાઇન્સની રાજધાની મનીલા અને લુજોન ટાપુ પર વામકો વાવાઝોડાએ ગુરુવારે ભારે હાહાકાર મચાવ્યો. અનેક વિસ્તારોમાં ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ સર્જાઈ છે. મનીલામાં એક વ્યક્તિ મૃત્યુ પામી. હજારો લોકોને બોટની મદદથી રાહત કેમ્પો સુધી પહોંચાડાયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે 40 હજારથી વધુ મકાન ધસી પડ્યાં છે. આશરે 2 લાખ લોકોના જીવ જોખમમાં છે. અનેક લોકો ઘરની છત પર ચઢીને મદદની રાહ જોઇ રહ્યા છે. મનીલાથી ફ્લાઈટ અને જહાજસેવા હાલ બંધ કરાઈ છે. વાવાઝોડાને લીધે 130 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.

આ ફિલિપાઇન્સમાં ચાલુ વર્ષનું 21મું વાવાઝોડું

વામકો ફિલિપાઇન્સમાં ચાલુ વર્ષે ત્રાટકેલું 21મું વાવાઝોડું છે. આ મહિનાની શરૂઆતમાં ગોની વાવાઝોડાને લીધે અહીં 25 લોકો મૃત્યુ પામ્યાં હતાં. જોકે હજારો લોકો વિસ્થાપિત થયા હતા.

adv

Related News

post
post
post
post
post
post
post