• Home
  • News
  • પોલેન્ડનો ‘ડીપસ્પોટ’:પ્રવાસીઓ માટે દુનિયાનો સૌથી ઊંડો સ્વિમિંગ પૂલ ખૂલ્યો, 45.5 મીટર ઊંડા પૂલમાં મહેમાનોને રહેવા માટે રૂમની વ્યવસ્થા પણ છે
post

પૂલને બનાવતા 2 વર્ષનો સમય અને 78 કરોડ રૂપિયાનો ખર્ચ આવ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-26 11:32:43

પોલેન્ડમાં પ્રવાસીઓ માટે દુનિયાનો સૌથી ઊંડો સ્વિમિંગ પૂલ ડીપસ્પોટખૂલી ગયો છે. તેની ઊંડાઈ 150 ફૂટ (45.5 મીટર) છે. પર્યટકો ડીપ ડાઈવિંગનો અનુભવ કરી શકે તે માટે તેની અંદર અંડરવોટર ગુફાઓ પણ બનાવી છે. સામાન્ય રીતે એક પૂલ 25 મીટર ઊંડો હોય છે. ડીપસ્પોટમાં મહેમાનોને રોકાવાની વ્યવસ્થા પણ છે. તેઓ રૂમની અંદરથી જ ડાઈવિંગ જોઈ શકે છે. અત્યાર સુધી સૌથી ઊંડા પૂલનો રેકોર્ડ 42 મીટર ઊંડાઈ ધરાવતા ઇટલીના મોન્ટેગ્રાટો પૂલને નામ હતો. તેનો રેકોર્ડ પોલેન્ડના સ્વિમિંગ પૂલે તોડ્યો છે.

પ્રથમ દિવસે 8 ડાઈવર્સ પહોંચ્યા
આ પૂલ પોલેન્ડના સેન્ટ્રલ પોલિશ ટાઉનમાં આવેલો છે. અહિ ડાઈવર્સને ટ્રેનિંગ પણ આપવામાં આવશે. શનિવારે પ્રથમવાર ખોલવામાં આવ્યો ત્યારે અંડર વોટરનો અનુભવ કરવા 8 ડાઈવર્સ પહોંચ્યા હતા.

39 વર્ષીય ડાઈવિંગ ઇન્સ્ટ્રક્ટર કેક્પ્રઝેકે કહ્યું કે, આ પૂલમાં માછલીઓ કે કોરલ રીફ નથી. આ સમુદ્રનો ઓપ્શન નથી પરંતુ ડાઈવિંગ શીખવા માટે સારી જગ્યા છે. નવા લોકો માટે ડાઈવિંગ શીખવાનો અનુભવ યાદગાર રહેશે.

78 કરોડ રૂપિયાનો ખર્ચ
પૂલનું તાપમાન 32થી 34 ડિગ્રી સુધી રહે છે. ડાઈવિંગ શીખવા માટે અહિ ખાસ પ્રકારનો અંડરવોટર ટનલ્સ બનાવી છે. પૂલને બનાવતા 2 વર્ષનો સમય અને 78 કરોડ રૂપિયાનો ખર્ચ આવ્યો.

6 મહિના પછી પોલેન્ડના પૂલનો રેકોર્ડ તૂટશે
બ્રિટનમાં 164 ફૂટ ઊંડો પૂલ બની રહ્યો છે. તેને તૈયાર થવામાં હજુ 6 મહિનાનો સમય લાગશે. આ પૂલનું નામ બ્લૂ આબેઝ રાખ્યું છે. મેકર્સે દાવો કર્યો છે કે, તેમનો પૂલ રિસર્ચ, ટ્રેનિંગ અને ટેસ્ટ ફેસિલિટીમાં કામમાં આવશે. માણસો ઉપરાંત રોબોટ પણ પૂલમાં જઈ શકશે.

8 ઓલિમ્પિક સાઈઝના પૂલ જેટલું કદ
8 હજાર ક્યૂબિક મીટર પાણીની ક્ષમતાવાળો ડીપસ્પોટપૂલ 27 ઓલિમ્પિક સાઈઝના પૂલ સમાન છે. અંડરવોટર ડાઈનિંગ સ્પેસમાં 40 મહેમાનોનો ક્ષમતા ધરાવતા રૂમ છે. આ રૂમમાંથી પણ પૂલની સુંદરતા એન્જોય કરી શકાય છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post