• Home
  • News
  • WPL માટે ખેલાડીઓની હરાજી:ત્રણ ખેલાડી 3 કરોડથી વધુમાં વેચાયા, 4 દેશની કેપ્ટન અનસોલ્ડ રહી; યાસ્તિકા-રિચા કરોડપતિ
post

દીપ્તિ શર્માને યુપી વોરિયર્સે 2.6 કરોડમાં ખરીદી છે. જ્યારે રેણુકા સિંહને બેંગલોરે 1.5 કરોડમાં ખરીદી છે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-02-13 17:22:07

પહેલી વુમન્સ પ્રીમિયર લીગ (WPL) માટે ખેલાડીઓની હરાજી શરૂ થઈ ગઈ છે. મુંબઈના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં ચાલી રહેલા ઓક્શનની શરૂઆત સ્મૃતિ મંધાનાના નામથી થઈ છે. તેમને બેંગલોરે 3.4 કરોડમાં ખરીદી. ચાર સેટની હરાજી થઈ ગઈ છે.

5માં સેટમાં રિચા ઘોષ મુંબઈ, યાસ્તિકા બેંગલોર સાથે જોડાઈ
5
માં સેટમાં 8 ખેલાડીઓ પર બોલી લાગી હતી. તેમાંથી 5 અનસોલ્ડ રહી. વિકેટકીપર્સના આ સેટમાં રિચા ઘોષને RCB1.9 કરોડમાં પોતાની સાથે જોડી. જ્યારે યાસ્તિકા પર મુંબઈએ 1.5 કરોડની બોલી લગાવી હતી. જ્યારે એલિસા હેલી 70 લાખ રૂપિયામાં યુપીની ટીમ સાથે જોડાઈ.

4 ઈન્ટરનેશનલ ટીમની કેપ્ટન અનસોલ્ડ
ચાર આંતરરાષ્ટ્રીય ટીમની કેપ્ટન હરાજીના પ્રથમ 4 સેટમાં અનસોલ્ડ રહી. જેમાં દક્ષિણ આફ્રિકાની સુને લ્યુસ, ઈંગ્લેન્ડની હીથર નાઈટ, શ્રીલંકાની ચામારી અટાપટ્ટુ અને વેસ્ટ ઈન્ડિઝની હેલી મેથ્યુઝનો સમાવેશ થાય છે.

મુંબઈએ પૂજા વસ્ત્રાકરને 1.90 કરોડ આપ્યા
સેટ-4માં 8 ખેલાડીઓના નામ સામે આવ્યા હતા. જેમાંથી 4 વેચાયા હતા અને 4 અનસોલ્ડ હતા. મુંબઈએ પૂજા વસ્ત્રાકરને 1.90 કરોડ રૂપિયામાં ખરીદી હતી. તે જ સમયે, ઓસ્ટ્રેલિયાની એનાબેલ સધરલેન્ડને ગુજરાત જાયન્ટ્સે 70 લાખમાં, ભારતની હરલીન દેઓલને 40 લાખમાં અને વેસ્ટ ઈન્ડિઝની દેઓન્દ્રા ડોટિનને 60 લાખમાં ખરીદી હતી. જ્યારે ઈંગ્લેન્ડની હીથર નાઈટ, દક્ષિણ આફ્રિકાની સુને લુસ, શ્રીલંકાની ચામારી અટાપટ્ટુ અને ઈંગ્લેન્ડની ડેની વ્યાટ આ સેટમાં અનસોલ્ડ રહ્યા.

દિલ્હીએ ત્રીજા સેટમાં શેફાલી-જેમિમાને ખરીદ્યા
ત્રીજા સેટમાં 8 બેટર્સના નામ બહાર આવ્યા. ભારતની જેમિમા રોડ્રિગ્ઝને દિલ્હી કેપિટલ્સે રૂ. 2.20 કરોડમાં અને શેફાલી વર્માને રૂ. 2 કરોડમાં ખરીદ્યા હતા. ઇંગ્લેન્ડની સોફિયા ડંકલીને ગુજરાત જાયન્ટ્સે રૂ. 60 લાખમાં ખરીદી હતી. ઓસ્ટ્રેલિયાની કેપ્ટન મેગ લેનિંગને દિલ્હીએ 1.10 કરોડ રૂપિયામાં ખરીદી હતી. જ્યારે, ન્યુઝીલેન્ડની સુઝી બેટ્સ, દક્ષિણ આફ્રિકાની તાજમીન બ્રિટ્સ અને લૌરા વોલ્વાર્ડ અને ઈંગ્લેન્ડની ટેમી બ્યુમોન્ટ અનસોલ્ડ રહી.

કઈ ટીમે કોને ખરીદ્યા?

દિલ્હી કેપિટલ્સ- જેમિમા રોડ્રિગ્સ (ભારત), શેફાલી વર્મા (ભારત), મેગ લેનિંગ (ઓસ્ટ્રેલિયા).
મુંબઈ ઈન્ડિયન્સ- હરમનપ્રીત કૌર (ભારત), નતાલી સાયવર (ઈંગ્લેન્ડ), એમેલિયા કેર (ન્યુઝીલેન્ડ).
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર- સ્મૃતિ મંધાના (ભારત), રેણુકા સિંઘ (ભારત), સોફી ડિવાઇન (ન્યુઝીલેન્ડ), એલિસ પેરી (ઓસ્ટ્રેલિયા).
યુપી વોરિયર્સ- દીપ્તિ શર્મા (ભારત), તાહલિયા મેકગ્રા (ઓસ્ટ્રેલિયા), શબનીમ ઈસ્માઈલ (દક્ષિણ આફ્રિકા), સોફી એક્લેસ્ટોન (ઈંગ્લેન્ડ).
ગુજરાત જાયન્ટ્સ- એશ્લે ગાર્ડનર (ઓસ્ટ્રેલિયા), બેથ મૂની (ઓસ્ટ્રેલિયા), સોફિયા ડંકલી (ઈંગ્લેન્ડ).

બીજા સેટના તમામ ખેલાડીએ પર એક કરોડથી વધારે બોલી બોલાઈ છે. તેમાં દીપ્તિ શર્માને યુપી વોરિયર્સે 2.6 કરોડમાં ખરીદી છે. જ્યારે રેણુકા સિંહને બેંગલોરે 1.5 કરોડમાં ખરીદી છે. નતાલીને 3.2 કરોડમાં મુંબઈએ પોતાના સાથે જોડી છે. તાહિલીયા મેક્ગ્રાને યુપીએ એક કરોડ 40 લાખમાં ખરીદી.

 

adv

Related News

post
post
post
post
post
post
post