• Home
  • News
  • પીએમ મોદીએ કોરોના પર બિલ ગેટ્સ સાથે વાત કરી, સૂચન માગ્યા
post

પીએમ મોદીએ બિલ ગેટ્સને જણાવ્યું કે કેવી રીતે દેશના લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગને સ્વીકાર્યું

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-15 09:24:19

શિકાગોથી નિરવ ગોવાણીનો અહેવાલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકડાઉન મુદ્દે તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સ કરી હતી. અને ત્યાર  બાદ દેશમાં 20 લાખ કરોડનું પેકેજ જાહેર કર્યુ હતુ, જો કે, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માઇક્રો સોફ્ટ કંપનીના કો-ફાઇન્ડર બિલ ગેટ્સ અને તેમના પત્ની મિલેન્ડા ગેટ્સ સાથે વિડીયો કોન્ફરન્સ કરીને હાલની પરિસ્થીતીમાં વૈજ્ઞાનીક નવીનીકરણ અને રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ પર વૈશ્વિક સંકલન અંગે મહત્વની ચર્ચા કરી હતી.

માઇક્રો સોફ્ટ કંપનીના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ  અને તેમના પત્ની મિલેન્ડા ગેટ્સ સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સ કરીને હાલની પરિસ્થીતી પર  ગંભીર ચર્ચા કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલ કોરોના ગ્રસ્ત સમયમાં ભારતમાં ભરવામાં આવેલા અસરકારક પગલા અંગે ચર્ચા કરી હતી. અને ભારતમાં અગાઉ જે રીતે સ્વચ્છ ભારત અભિયાન શરૂ કરવામાં આવ્યુ હતુ, તેના પગલે હાલની પરિસ્થીતીમાં પણ સ્વચ્છતામાં મદદ મળી હોવાની જાણકારી આપી હતી.

આ ઉપરાંત નરેન્દ્ર મોદીએ ભારતમાં આર્યુવેદીક ઉપચાર અને તેના ફાયદા મુદ્દે ચર્ચા કરીને દુનિયાભરમાં લોકોને હાલની આ મહામારીમાં ભારતીય આર્યુવેદીક ઉકાળાનો ઉપયોગ કરીને, પોતાની હેલ્થમાં સુધારો કરે તેવું સુચન કર્યુ હતુ. તદ્ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલ કોરોના મહામારી પર દુનિયાના વિકાસશીલ દેશ દ્વારા જે રસીનું સંશોધન કરવામાં આવે છે. તેમાં પણ ભારતને પણ સામેલ કરવામાં આવેકારણ કે ભારત પાસે ફાર્માસ્યુટીકલ્સ કંપનીની ક્ષમતા અને તેની ઉત્પાદનની ક્ષમતા અંગે ચર્ચા કરી હતી. 

વધુમાં નરેન્દ્ર મોદીએ બિલ ગેટ્સ સાથે ચર્ચામાં તેમના ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા હાલ દુનિયાભરમાં જે રીતે મદદ કરવામાં આવી રહી છે. તેની પણ પ્રશંસા કરી હતી. અને ભારતની ક્ષમતા અનુસાર ભારત આ મહામારીના સમયમાં શું મદદ કરી શકે તેના સુચન બિલ ગેટ્સ પાસે માંગ્યા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post