• Home
  • News
  • વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં PM મોદીનું સંબોધન, કહ્યું 'આજે વિશ્વ ભારત તરફ જોઈ રહ્યું છે'
post

આજે દેશના દરેક ક્ષેત્રમાં ઝડપથી વિકાસ થઈ રહ્યો છે : વડાપ્રધાન મોદી

Written By newsonline | Ahmedabad | Published: 2024-01-10 15:46:00

ગાંધીનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જેમાં 34 દેશો અને 16 સંસ્થાઓ ભાગ લઈ રહી છે. આ પ્રંસગે રાજ્યના મુખ્યંમત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ચ દેવવ્રત સહિત બિઝનેસ પ્રતિનિધિમંડળા, રાજદ્વારીઓ, વીઆઈપી મહાનુભાવો સહિત 25 હજારથી વધુ ડેલિગેટ્સ ઉપસ્થિત છે.

આગામી 25 વર્ષમાં ભારતને વિકસિત બનાવવાનું લક્ષ્ય : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં  મહાત્મા મંદિરના કન્વેન્શન હોલમાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું અને આ દરમિયાન તેમણે સમિટમાં ભાગ લેનાર લોકોને સંબોધિત પણ કર્યા હતા, જેમાં તેમણે કહ્યું હતું કે ભારતે આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી ત્યારે હવે આગામી 25 વર્ષ માટે તૈયારી કરી રહ્યું છે અને આઝાદીના 100 વર્ષ પૂરા થાય ત્યાં સુધીમાં દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું અમારું લક્ષય છે. આ ઉપરાંત તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે, ભારત વિશ્વ મિત્રની ભૂમિકામાં આગળ વધી રહ્યુ છે. આપણે વિશ્વ કલ્યાણ માટે ભારતની નિષ્ઠા, પ્રયાસ અને પ્રરિશ્રમ સાથે વિશ્વને આગળ વધારી રહ્યા છીએ. તેથી 25 વર્ષનો આ સમયગાળો ભારતનો અમૃતકાળ છે.

આગામી થોડા વર્ષોમાં ભારત ટોચની ત્રણ અર્થવ્યવસ્થા બની જશે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

ગાંધીનગર ખાતે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2024માં નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે ભારતને વિકસિત બનાવવાનો હેતું છે અને આ નવા સપના અને સંકલ્પનો સમય છે. ભારત અને યુએઈના સંબંધો વિશે બોલતા જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચે સૌહાર્દપૂર્ણ સંબંધો મજબૂત થયા છે. આ સિવાય તેમણે કહ્યું કે આજે દેશના દરેક ક્ષેત્રમાં ઝડપથી વિકાસ થઈ રહ્યો છે અને આગામી થોડા વર્ષોમાં ભારત ટોચની ત્રણ અર્થવ્યવસ્થા બની જશે. છેલ્લા 10 વર્ષમાં ભારતે ઘણી પ્રગતિ કરી છે. આજે ભારતમાં 1 લાખ 15 હજાર રજિસ્ટર્ડ સ્ટાર્ટઅપ્સ છે અને દેશમાં 149 એરપોર્ટ છે. આ સિવાય વડાપ્રધાન મોદીએ કહ્યું કે તમારા સપના એ મોદીનો સંકલ્પ છે. તમારા સપના જેટલા મોટા હશે તેટલો જ મારો સંકલ્પ પણ મોટો હશે.


adv

Related News

post
post
post
post
post
post
post