• Home
  • News
  • કાશ્મીરના બહાને બંગાળ પર નિશાન:મોદીએ કહ્યું- J&Kની સ્વાસ્થ્ય યોજનાનો લાભ કોલકાતામાં લેવો મુશ્કેલ, અમુક લોકોની આદત હોય છે, શું કરીએ
post

ચેન્નાઈ, મુંબઈ સહિત ઘણા શહેરોમાં તો તમારી સારવાર થઈ શકે છે, પણ બંગાળમાં નહીં, કારણ કે ત્યાંની સરકારે આયુષ્માન યોજના લાગૂ નથી કરી

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-26 14:58:11

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જમ્મુ કાશ્મીરમાં આયુષ્માન ભારત PM જય સેહત યોજનાની શરૂઆત કરી. વીડિયો કોન્ફરન્સ દ્વારા યોજાનારા આ પ્રોગ્રામમાં ગૃહમંત્રી અમિત શાહ અને જમ્મુ કાશ્મીરના ઉપ-રાજ્યપાલ મનોજ સિન્હા પણ સામેલ છે. આ યોજના હેઠળ જમ્મુ-કાશ્મીરના તમામ લોકોને પાંચ લાખ રૂપિયાનું હેલ્થ ઈન્સોયરન્સ કવર મળશે.સ્વાસ્થ્યના આ કાર્યક્રમમાં મોદીએ લોકતંત્ર, કાશ્મીરના વિકાસ પર વાત કરવાની સાથે જ વિરોધીઓ પર પણ પ્રહાર કર્યા.

તેમણે કહ્યું કે, હું જમ્મુ-કાશ્મીરના લોકોને લોકતંત્રના મૂળ મજબૂત કરવા માટે શુભેચ્છા પાઠવું છું. ચૂંટણીના દરેક તબક્કામાં જોઈ રહ્યો હતો કે કોરોના અને ઠંડી હોવા છતા મહિલાઓ અને વૃદ્ધોએ લાઈનમાં ઊભા રહીને મતદાન કર્યું. હું તેમની આંખોમાં ભૂતકાળ પાછળ મૂકીને શ્રેષ્ઠ ભવિષ્યનું જોઈ શકતો હતો. જમ્મુ કાશ્મીર પ્રશાસને જે રીતે ટ્રાન્સપરેન્ટ રીતે ચૂંટણી કરાવી, આ વાત જ્યારે અહીંથી સાંભળું છું તો લોકતંત્ર પર વિશ્વાસ મજબૂત થઈ જાય છે.

યોજનાનો લાભ લેનાર સાથે વડાપ્રધાને વાત કરી
ત્યારપછી મોદીએ યોજનાનો લાભ લેનાર સાથે વાત કરી. તેમણે કહ્યું કે, આજે મને જમ્મુ-કાશ્મીરના બે લાભાર્થીઓ પાસેથી તેમના અનુભવ સાંભળવાની તક મળી. જેમના માટે અમે કામ કરીએ છીએ, તેમના પાસેથી સંતોષનો સ્વર સાંભળવા મળે તો ગરીબો માટે વધુ મહેનત કરવા માટે આ શબ્દો ઘણી શક્તિ આપે છે. આપ સૌની વાત સાંભળીને સારુ લાગ્યું. તમામ સુવિધાઓ દરેક લોકો સુધી પહોંચે તે અમારી સરકારનો વાયદો છે.

વડાપ્રધાનના ભાષણની મહત્વની વાતો
1.‘
અમે અટલજીના સંદેશને સાથે રાખીને આગળ વધી રહ્યાં છીએ
મોદીએ કહ્યું કે, આજનો દિવસ જમ્મુ-કાશ્મીર માટે ઘણો ઐતિહાસિક છે. અહીંના લોકોને આયુષ્માન યોજનાનો લાભ મળવા જઈ રહ્યો છે. અહીંના લોકો માટે આ પગલું ભરતા મને ઘણો આનંદ થઈ રહ્યો છે. એલજી મનોજ સિન્હા અને તેમની ટીમને ખુબ શુભેચ્છાઓ.

જો આ કાર્યક્રમ આવતીકાલે એટલે કે અટલજીના જન્મદિવસના દિવસે યોજાયો હોત તો સારુ હતું. અમુક વ્યસ્તતાના કારણે આવું ન થઈ શક્યું. અટલજી માણસાઈ,જમ્હુરિયત અને કાશ્મીરિયત અંગે હંમેશા અમને સંદેશ આપતા રહ્યાં. અમે તેને જ સાથે લઈને આગળ વધી રહ્યાં છીએ.

2.લોકોને હક મળે, આ મુદ્દા પર અમે સરકારમાંથી બહાર થઈ ગયા હતા
વડાપ્રધાને કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાં ત્રિસ્તરીય પ્રશાસન વ્યવસ્થા ગાંધીજીનું સપનુ પુરુ થવા જેવું છે. ગત વર્ષોમાં અમે જમ્મુ-કાશ્મીરમાં ગ્રાસ રૂટ લેવલમાં લોકતંત્રને મજબૂત કરવાનું કામ કર્યું છે. અમે પણ એક સમયે સત્તામાં હતા, અમારા નાયબ મુખ્યમંત્રી પણ હતા. અમે સરકાર સાથે એ મુદ્દાથી બહાર આવી ગયા હતા કે લોકોને તેમનો હક આપો, ગામે ગામ જઈને ચૂંટણી કરાવો.

આજે પંચાયત, જિલ્લા સ્તરે જે લોકોને પસંદ કર્યા છે, તે આપ સૌની વચ્ચેથી નીકળીને જ ચૂંટાયા છે. તેમના અને તમારા સુખ દુખ એક જેવા જ છે. આ લોકો નામ નહીં, કામના બળ પર તમારા આશીર્વાદ લઈ શક્યા છે. તમે જે યુવાનોની પસંદગી કરી છે, તે તમારા માટેસ તમારી સાથે કામ કરશે.જે આ વખતે જીતી ન શક્યા, તે જનતાની સેવા કરે છે. આવતીકાલે તમારા નસીબમાં પણ જીત હોઈ શકે છે.

3.UT બન્યાના એક વર્ષની અંદર ચૂંટણી કરાવી
મોદીએ કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં આ ચૂંટણીઓએ એ દેખાડ્યું છે કે લોકતંત્ર કેટલું મજબૂત છે. આજે હું દેશની સામે એક પીડા વ્યક્ત કરવા માગું છું. જમ્મુ-કાશ્મીરે યૂનિયન ટેરેટરી બન્યાના એક વર્ષની અંદર પંચાયત ચૂંટણી કરાવી દીધી. દિલ્હીમાં અમુક લોકો દિવસ-રાત, લોકો મોદીને ટોકતા રહે છે, રોકતા રહે છે, હું એવા લોકોને અરીસો દેખાડવા માગું છું.

4.મમતા સરકાર ફરી નિશાના પર
મોદીએ આ દરમિયાન બંગાળનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, આયુષ્માન યોજનાનો લાભ જમ્મુ-કાશ્મીરના છ લાખ લોકોને મળી રહ્યો હતો.નવી સ્વાસ્થ્ય યોજનાનો ફાયદો વધુ 15 લાખ લોકોને મળશે. જમ્મુ કાશ્મીરમાં એટલી શુદ્ધ હવા છે કે તમે સ્વસ્થ રહી શકો છો. સ્વાસ્થ્ય યોજના તમારી સાથી બનીને તમારી સાથે રહેશે. આ કાર્ડ દેશભરમાં કામમાં લાગશે. ચેન્નાઈ, મુંબઈ સહિત ઘણા શહેરોમાં તો તમારી સારવાર થઈ શકે છે, પણ બંગાળમાં નહીં, કારણ કે ત્યાંની સરકારે આયુષ્માન યોજના લાગૂ નથી કરી. દેશમાં ક્યાંય પણ આ કાર્ડ આપશો તો તમને સુવિધા મળી જશે.

5. બે કેન્સર હોસ્પિટલ અને એઈમ્સ બની રહ્યાં છે
જમ્મુ અને શ્રીનગરમાં બે કેન્સર હોસ્પિટલ અને બે એઈમ્સ બની રહ્યાં છે. 7 નવી મેડિકલ કોલેજને મંજૂરી મળી ચૂકી છે. જમ્મુમાં IIT અને IIMની સ્થાપના વિદ્યાર્થીઓ માટે મદદગાર રહેશે. 7 દાયકામાં 3.5 હજાર મેગાવોટ કનેક્ટિવીટી પર પણ કામ કરી રહ્યાં છીએ. ચિનાબના સૌથી ઊંચા પુલને જોઈને કોણું માથું ગર્વથી ઊંચું ન થાય. બનિહાલ ટનલને પણ આગામી વર્ષ સુધી પુરી કરવા માટે કામ ચાલી રહ્યું છે. જેનાથી ટૂરિઝ્મને બળ મળશે.

6. નૈફેડ દ્વારા સફરજનની ખરીદી
સફરજનથી માંડી બાસમતી સુધી જમ્મુ પાસે શું નથી. લોકડાઉનમાં પણ અમે ધ્યાન રાખ્યું કે, ખેડૂતોને આને વેચવામાં તકલીફ ન થાય. હવે તેની ખરીદી નૈફેડ દ્વારા કરવામાં આવી રહી છે. અમે 12 લાખ મેટ્રિક ટન સફજન ખરીદી ચૂક્યાં છીએ. પૈસા સીધા ખેડૂતોના ખાતામાં જઈ રહ્યાં છે. એપ્પલના સ્ટોરજ માટે પણ સતત પ્રયાસ ચાલી રહ્યાં છે.

પુડ્ડુચેરીમાં સુપ્રીમ કોર્ટના આદેશ પછી પણ પંચાયત ચૂંટણી નથી યોજાઈ રહી. ત્યાંની સરકારને લોકતંત્રમાં સહેજ પણ વિશ્વાસ નથી. ત્યાં 2006માં લોકલ બોડી ચૂંટણી યોજાઈ. ત્યારે ચૂંટાયેલા લોકોનો કાર્યકાળ 2011માં ખતમ થઈ ગયો.આટલા વર્ષ થઈ ગયા, પુડ્ડુચેરીમાં પંચાયત ચૂંટણી નથી થવા દેવાતી. કેન્દ્ર સતત પ્રયાસ કરી રહ્યો છે કે ગામના વિકાસમાં ગામના જ લોકો આવે. પંચાયતી રાજ સાથે જોડાયેલા લોકોને વધુ શક્તિ આપવામાં આવી રહી છે.

જમ્મુના રમેશ લાલ પહેલા વ્યક્તિ બન્યા, જેમને આ યોજનાનો ફાયદો મળશે, તેમને કેન્સર છે. તેમનું કહેવું છે કે મારા પરિવારના તમામ 5 સભ્યો પાસે આયુષ્માન ભારત ગોલ્ડન કાર્ડ છે. અમે આ યોજના માટે પીએમ મોદીના આભારી છીએ. જો મારી પાસે કાર્ડ ન હોત તો મારા માટે કેન્સરની સારવાર કરવી મુશ્કેલ થઈ જાત.

adv

Related News

post
post
post
post
post
post
post