• Home
  • News
  • PM મોદીની બાંગ્લાદેશ મુલાકાત:મોદી બંગબંધુ સ્મારકે પહોંચ્યા; જેશોરેશ્વરી કાલી મંદિરમાં પૂજન કર્યા પછી કહ્યું- માં કાલી દુનિયાને કોરોનાથી મુક્તિ અપાવે
post

કોરોનાના કારણે વર્ષ 2020માં યાત્રા રદ કરવામાં આવી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2021-03-27 16:09:35

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બાંગ્લાદેશ પ્રવાસનો શનિવારે બીજો દિવસ છે. આ દરમિયાન મોદી ગોપાલગંજ જિલ્લાના તુંગીપરામાં રાષ્ટ્રબંધુના પિતાના સ્મારક પર પહોંચ્યા હતા. અહીંયા તેમણે બંગબંધુ શેઠ મુજીબુર રહેમાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ સમય દરમિયાન બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના તેમની સાથે હાજર રહ્યા હતા. તે તેમનું પૈતૃક ગામ પણ છે. આ પહેલી વાર છે જ્યારે કોઈ ભારતીય વડાપ્રધાન અહીંયા પ્રવાસે પહોંચ્યા હતા. આ અગાઉ વડાપ્રધાન મોદી શુક્રવારે બાંગ્લાદેશના 50માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે યાત્રાના પહેલા દિવસે રાજનેતાઓને મળ્યા હતા.

આની પહેલા PM મોદીએ દક્ષિણ-પૂર્વ સતખિરામાં આવેલા જેશોરેશ્વરી કાલી મંદિર પહોંચ્યા હતા, જ્યાં તેમણે પૂજન-અર્ચન કર્યું હતું. આ મંદિર 51 શક્તિપીઠોમાંનું એક છે. તેઓએ કહ્યું હતું કે, 'મેં પ્રાર્થના કરી હતી કે માં કાલી દુનિયાને કોરોના મહામારીથી મુક્તિ અપાવે.' નરેન્દ્ર મોદીએ કાલીકા માતાની પ્રતિમાને હસ્ત કલાકારો દ્વારા બનાવેલો મૂગટ પણ ચઢાવ્યો હતો. આ મુગટ ચાંદીનો બનેલો છે, જેમાં સોનાની પરત ચઢાવવામાં આવી છે. આ મૂગટને બનાવવા માટે પારંપરિક કલાકારોને લગભગ 3 અઠવાડિયા સુધીનો સમય લાગ્યો હતો.

કોમ્યુનિટી હોલ બનાવવાની ઘોષણા કરી
મોદીએ કહ્યું હતું કે, '51 શક્તિપીઠોમાં જઈને કાલી માતાના દર્શન કરવા માટે હંમેશા આતુર રહે છે અને આ પ્રમાણેની યોજના બનાવવા માટે તેમના પ્રયત્નો પણ ચાલતા રહે છે. PMએ નવરાત્રીના પ્રસંગની વાત પણ વાગોળી હતી, જેમાં તેઓએ કહ્યું હતું કે જ્યારે અહીંયા નવરાત્રીનો સમય હોય છે, ત્યારે માતાના દર્શન માટે સરહદની પેલે પારથી પણ ભક્તોનો મેળાવડો અહીંયા જામે છે. તેથી જ આ મંદિરમાં એક કોમ્યુનિટિ હોલની પણ આવશ્યકતા છે. આ ભક્તો માટે રહેવાની સુવિધા ઉપલબ્ધ કરાવશે તેની સાથે કોઈપણ આફતના સમયે લોકોને રહેવા માટે છત પણ પ્રદાન કરશે. ભારત સરકાર આ કોમ્યુનિટી હોલનું નિર્માણ કરશે.'

મોદીની મુલાકાત પહેલાં જીર્ણોદ્ધાર થયો
બાંગ્લાદેશ સરકારે વડાપ્રધાન મોદીની યાત્રા પહેલાં જ જશોરેશ્વરી મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. બાંગ્લાદેશ માટે રવાના થતાં પહેલાં વડાપ્રધાન મોદીએ ટ્વિટ કર્યું કે, પ્રાચીન જશોરેશ્વરી કાલી મંદિરમાં દેવી કાલીની પૂજા કરવા માટે ખુબ ઉત્સાહિત છે.

મતુઆ સમુદાયના સૌથી મોટા તીર્થ સ્થળે જશે
વડાપ્રધાન મોદી ઓરકાંડીમાં મતુઆ સમુદાયના સૌથી મોટા તીર્થસ્થળ ઠાકુરબાડીમાં અંદાજે 300 મતુઆ ધર્મ પ્રચારકોને સંબોધિત કરશે. ત્યારપછી મોદી તેના સમકક્ષ શેખ હસીના સાથે ચર્ચા-વિચારણાં કરશે. ત્યારપછી તેઓ બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ અબ્દુલ હમીદ સાથે પણ મુલાકાત કરશે.

કોરોનાના કારણે વર્ષ 2020માં યાત્રા રદ કરવામાં આવી હતી
ગયા વર્ષે કોરોના સંક્રમણની શરૂઆત પછી વડાપ્રધાનની જે વિદેશ યાત્રા માર્ચ 2020માં રદ કરવામાં આવી હતી તે બાંગ્લાદેશની જ હતી. વડાપ્રધાન મોદી શેખ મુજીબુર રહમાન જન્મશતી કાર્યક્રમમાં હાજર રહેલા માટે 17 માર્ચ 2020ના બાંગ્લાદેશની યાત્રા કરવાના હતા. જોકે કોવિડ-19 મહામારી દરમિયાન પોતાની વિદેશ યાત્રા શરૂ કરવા માટે તેમણે સૌ પહેલાં પડોશી દેશ બાંગ્લાદેશની જ પસંદગી કરી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post