• Home
  • News
  • ભારતની કોરોના વેક્સિનનો રેફ્રિઝરેટેડ ટ્રાન્સપોર્ટેશન પ્લાન્ટ ગુજરાતમાં સ્થાપવા કેન્દ્રની વિચારણા, ટૂંક સમયમા PM મોદી દિલ્હીથી જાહેરાત કરશે
post

લક્ઝમબર્ગે પ્રથમ દ્વિપક્ષીય શિખર સંમેલનમાં પ્રસ્તાવ મુક્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-22 11:57:55

કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધને આશા વ્યક્ત કરી છે કે દેશમાં કોરોના વેક્સિન લગાવવાનું કામ જાન્યુઆરીમાં શરૂ થઈ શકે છે. જાન્યુઆરીના કોઈપણ સપ્તાહમાં ભારત તેના નાગરિકોને વેક્સિન આપવાની સ્થિતિમાં હશે. દેશભરમાં ચાલના આ વેક્સિનેશન પ્રોગ્રામને લઈ હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેને પગલે કોરોના વેક્સિનને સ્ટોરેજ કરવાનો સૌથી મોટો પ્લાન્ટમાં ગુજરાતના મુન્દ્રામાં સ્થાપવામાં આવે એવી પુરેપુરી શક્યતા છે. આ વેક્સિન જાળવવા માટે કોલ્ડ સ્ટોરેજનું તાપમાન માઈનસ ડિગ્રીમાં હોવું જરૂરી છે. પરંતુ દેશમાં આ પ્રકારના સ્ટોરેજ પ્લાન્ટની સંખ્યા નહીવત છે. જેથી PM મોદીની સીધી દેખરેખ હેઠળ લક્ઝમબર્ગની બી.મેડિકલ સિસ્ટમ નામની કંપની સાથે ગુજરાતમાં પ્લાન્ટ સ્થાપવા માટે કરાર કરવામાં આવે એવી શક્યતા છે. જેની ટૂંક સમયમા PM મોદી દિલ્હીથી જાહેરાત કરશે.

મડિકલ ટીમ વેક્સિન કોલ્ડચેન સ્થાપિત કરવા અંગે ફાઇનલ રિપોર્ટ આપશે
ભારતમાં તૈયાર થઈ રહેલી કોરોના વેક્સિનનો રેફ્રિઝરેટેડ વેક્સિન ટ્રાન્સપોર્ટેશન પ્લાન્ટ ગુજરાતમાં લગાવવાની વિચારણા ચાલી રહી છે, જ્યાંથી દેશના ખૂણે ખૂણે, અંતરિયાળ ગામડા સુધી વેક્સિન પહોંચાડવાની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. જેને લઈ કેન્દ્ર સરકારે લક્ઝમબર્ગની બી. મેડિકલ સિસ્ટમ નામની કંપની સાથે વાટાઘાટો શરૂ કરી દીધી છે. તેમજ બી.મેડિકલ સિસ્ટમની એક હાઈ લેવલ ટીમ અઠવાડિયામાં ગુજરાતની મુલાકાતે આવશે. આ ટીમ વેક્સિન કોલ્ડચેન સ્થાપિત કરવા અંગેનો ફાઇનલ રિપોર્ટ આપશે.

લક્ઝમબર્ગથી રેફ્રિઝરેશન બોક્સ મગાવીને તુરંત કામ શરૂ કરાશે
ગુજરાતની મુલાકાતે આવનારી આ મેડિકલ ટીમ વેક્સિન કોલ્ડ ચેન સ્થાપિત કરશે, જેમાં સૌર ઉર્જાથી ચાલતા રેફ્રિઝરેટર, ફ્રીઝર અને વે બોક્સને પણ સામેલ કરવામાં આવશે. જેમાં વેક્સિનને રાખીને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલી શકાશે. સામાન્ય રીતે તો આ પ્લાન્ટ પુરો થવામાં લગભગ 2 વર્ષ જેટલો સમય લાગી જશે. પરંતુ કંપનીએ નિર્ણય કર્યો છે કે, હાલમાં લક્ઝમબર્ગથી રેફ્રિઝરેશન બોક્સ મગાવીને તુરંત કામ શરૂ કરવામાં આવશે. આ રેફ્રિઝરેટેડ ટ્રાન્સપોર્ટ -20 ડિગ્રી સેલ્સિયસ તાપમાનની સાથે વેક્સિનને ડિલિવર કરવામાં સક્ષમ રહેશે. આમ તો લક્ઝમબર્ગની આ કંપનીની પાસે માઈનસ 80 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર વેક્સિનને લઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાની ટેકનિક છે.

વેક્સિન સ્ટોરેજથી લઈ કોલ્ડચેન સહિતની બાબતો પર PMOની વોચ
કેન્દ્ર સરકાર દરેક વ્યક્તિને કોરોના વેક્સિન આપવાની રણનીતિ ઘડી રહી છે. વેક્સિન સ્ટોરેજ ઉપરાંત, તેના માટે કોલ્ડચેન સહિત દરેક નાની મોટી વસ્તુઓ પર વડાપ્રધાન કાર્યાલય વોચ રાખી રહ્યું છે. તાજેતરમાં જ PM મોદીએ તાજેતરમાં જ દેશમાં બની રહેલી 3 મુખ્ય કોરોના વેક્સિનની સમીક્ષા કરી છે. ત્યારે હવે વેક્સિનના ટ્રાન્સપોર્ટેશન માટે લક્ઝ્મબર્ગની એક કંપનીની સાથે કરાર કરવાની વિચારણા ચાલી રહી છે. આ કંપની પોતાના નિષ્ણાંતોને ભારત મોકલવાની તૈયારી કરી રહી છે.

લક્ઝમબર્ગે પ્રથમ દ્વિપક્ષીય શિખર સંમેલનમાં પ્રસ્તાવ મુક્યો હતો
આ અંગે મળેલી માહિતી મુજબ લક્ઝમબર્ગના પ્રધાનમંત્રીએ વેક્સિન ટ્રાન્સપોર્ટેશન પ્લાન્ટ લગાવવાનો પ્રસ્તાવ આપ્યો હતો. જેના પર વડાપ્રધાન મોદી અને તેમની ટીમ ગંભીરતાથી વિચાર કરી રહ્યા છે. ગત 19 નવેમ્બરના રોજ વડાપ્રધાન મોદી સાથે લક્ઝમબર્ગના પ્રથમ દ્વિપક્ષીય શિખર સંમેલન દરમિયાન આ પ્રસ્તાવ આવ્યો હતો. જેને પગલે આ દિશામાં ઘણી પ્રગતિના સંકેત પણ જોવા મળી રહ્યા છે. આ પ્રસ્તાવ મુજબ ગુજરાતમાં રેફ્રિઝરેટેડ વેક્સિન ટ્રાન્સપોર્ટેશન પ્લાન્ટ લગાવવાની વિચારણા ચાલી રહી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post