• Home
  • News
  • PMએ કહ્યું- મોદી એટલે દરેક ગેરંટી પૂરી થવાની ગેરંટી:ભોપાલમાં મોદીએ કહ્યું- કોંગ્રેસે જાણીજોઈને દેશને ગરીબ રાખ્યો, લોકોને રોટી-કપડાં અને મકાનમાંથી જ બહાર ન આવવા દીધા
post

ભાજપનો દાવો છે કે મહાકુંભમાં રાજ્યભરમાંથી 10 લાખ કાર્યકર્તાએ ભાગ લીધો છે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-09-25 18:47:43

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે ભોપાલના પ્રવાસે છે. પીએમ જંબુરી ગ્રાઉન્ડમાં યોજાનારe ભાજપના કાર્યકર્તાઓના મહાકુંભમાં સંબોધન કર્યું હતું. વડાપ્રધાને સંબોધન કરતાં કહ્યું, 'મોદી એટલે દરેક ગેરંટી પૂરી થવાની ગેરંટી. કોંગ્રેસ જ્યાં પણ ગઈ ત્યાં તે રાજ્યને બરબાદ કરી નાખ્યું. મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધતાં કહ્યું હતું કે કોંગ્રેસ એક કંપની બની ગઈ છે, હવે એનો કોન્ટ્રેક્ટ અર્બન નક્સલવાદીઓ પાસે છે.

2013થી ભાજપ દર 5 વર્ષે જંબુરી મેદાનમાં કાર્યકર્તા મહાકુંભનું આયોજન કરે છે. મોદી ત્રીજી વખત તેના મુખ્ય વક્તા બન્યા છે. ભાજપનો દાવો છે કે મહાકુંભમાં રાજ્યભરમાંથી 10 લાખ કાર્યકર્તાએ ભાગ લીધો છે.

6 મહિનામાં PMની મધ્યપ્રદેશની આ 7મી મુલાકાત છે. 14મી સપ્ટેમ્બરે તેઓ સાગરના બીના આવ્યા હતા. અહીં તેમણે BPCL (ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ) રિફાઈનરીમાં 50 હજાર કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવનારા પેટ્રોકેમિકલ પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો. આવતા મહિને 5મી ઓક્ટોબરે પીએમની જબલપુર મુલાકાત પણ પ્રસ્તાવિત છે.

adv

Related News

post
post
post
post
post
post
post