• Home
  • News
  • વિશ્વભારતી યુનિવર્સિટીના કાર્યક્રમમાં મોદી:વડાપ્રધાને કહ્યું- વિશ્વભારતી માટે ગુરુદેવ ટાગોરનું વિઝન આત્મનિર્ભર ભારતનો પણ સાર છે
post

ગુરુદેવનું વિઝન હતુ- જે ભારતમાં સર્વશ્રેષ્ઠ, તેનાથી દુનિયાને લાભ થાય

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-24 12:11:01

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા પશ્ચિમ બંગાળમાં વિશ્વભારતી યુનિવર્સિટીના શતાબ્દી સમારોહને સંબોધન કરી રહ્યા છે. મોદીએ કહ્યું હતું કે વિશ્વભારતી માટે ગુરુદેવ ટાગોરનું વિઝન આત્મનિર્ભર ભારતનો પણ સાર છે.

મોદીના સંબોધનની મહત્વની વાતો

પર્યાવરણ સંરક્ષણમાં ભારતની મહત્વપૂર્ણ ભૂમિકા
મોદીએ કહ્યું- આ સંસ્થાને જે લોકોએ આ ઉંચાઇ પર પહોંચાડી છે, તે તમામ લોકોને હું આદરપૂર્વક નમન કરું છું. આંતરરાષ્ટ્રીય સોલર એલાયન્સ દ્વારા આજે ભારત પર્યાવરણીય સંરક્ષણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. ભારત એકમાત્ર એવો દેશ છે જે પેરિસ એકોર્ડ હેઠળ યોગ્ય માર્ગ પર આગળ વધી રહ્યો છે.

ભક્તિ યુગમાં દેશમાં સંતો-મહંતોએ ચેતના જગાવી
સ્વતંત્રતા આંદોલનનો પાયો ઘણા સમય પહેલા નાખવામાં આવ્યો હતો. આઝાદીના આંદોલન પહેલાથી ચાલતા અનેક આંદોલાંથી ઉર્જા મળી. ભક્તિ યુગમાં ભારતના દરેક ક્ષેત્રમાં સંતો, મહંતોએ દેશની ચેતના માટે અવિરત પ્રયાસ કર્યા.

ગુરુદેવનું વિઝન હતુ- જે ભારતમાં સર્વશ્રેષ્ઠ, તેનાથી દુનિયાને લાભ થાય
વેદથી વિવેકાનંદ સુધી ભારતના ચિંતનનો પ્રવાહ ગુરુદેવના રાષ્ટ્રવાદના ચિંતનમાં પણ મોખરે હતો અને આ પ્રવાહ અંતર્મુખી નહોતો તે ભારતને વિશ્વના અન્ય દેશોથી અલગ બનાવતો ન હતો. તેમનું વિઝન તે હતું કે ભારતમાં જે સર્વશ્રેષ્ઠ છે તેનો વિશ્વને ફાયદો થવો જોઈએ અને વિશ્વમાં જે સારું છે, ભારત તેમાથી પણ શીખે.

આત્મનિર્ભર અભિયાન એ ભારતના વિશ્વ કલ્યાણનો માર્ગ પણ છે
તમારી યુનિવર્સિટીનું નામ જ જુઓ- વિશ્વ ભારતી. મા ભારતી અને વિશ્વ સાથે સંકલન. વિશ્વ ભારતી માટે ગુરુદેવનું વિઝન એ આત્મનિર્ભર ભારતનો પણ સાર છે. આત્મનિર્ભર ભારત અભિયાન એ વિશ્વ કલ્યાણ માટે ભારતના કલ્યાણનો માર્ગ પણ છે. આ અભિયાન ભારતના સશક્તિકરણની ઝુંબેશ છે, ભારતની સમૃદ્ધિથી વિશ્વમાં સમૃદ્ધિ લાવવાનું અભિયાન છે.

1921માં થઈ હતી સ્થાપના
1921
માં ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર દ્વારા સ્થાપિત વિશ્વભારતી એ દેશની સૌથી પ્રાચીન સેન્ટ્રલ યુનિવર્સિટી છે. મે 1951માં તેની સ્થાપના સેન્ટ્રલ યુનિવર્સિટી અને ઇન્સ્ટિટ્યુશન ઓફ નેશનલ ઇમ્પોર્ટેંસ તરીકે થઈ જાહેર કરવામાં આવી હતી.

adv

Related News

post
post
post
post
post
post
post