• Home
  • News
  • PM ટ્રૂડો પોતાની જ કૂટનીતિમાં ફસાયા! ભારતવંશી નેતાએ કહ્યું- 'શીખો માટે કેનેડામાં જ બનાવી દો ખાલિસ્તાન'
post

અલ્બર્ટા અને સસ્કેચવન બંને જ કેનેડાના એવા રાજ્યો છે જ્યાં ભારતથી આવેલા શીખોની વસતી વધુ: ઉજ્જવલ દોસાંઝ

Written By newsonline | Ahmedabad | Published: 2023-09-20 17:29:34

ભારતમાં ખાલિસ્તાનની ચિનગારીને હવા આપીને ભડકાવી રહેલા કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો હવે પોતાની જ કૂટનીતિમાં ફસાતા નજર આવી રહ્યા છે. કેનેડામાં રહેતા એક પ્રભાવશાળી પંજાબી નેતાએ ટ્રુડો સમક્ષ એવી માંગણી કરી છે જેનો જવાબ આપવો તેમના માટે સરળ નહીં હોય. આ માંગ એટલા માટે મહત્વની છે કારણ કે તેને કેનેડામાં વર્ષોથી રહેતા એક પ્રભાવશાળી પંજાબી વ્યક્તિ દ્વારા કરવામાં આવી છે.

કેનેડા સ્થિત બ્રિટિશ કોલંબિયા પ્રીમિયર અને પંજાબી મૂળના ભારતવંશી ઉજ્જવલ દોસાંઝે કહ્યું કે, જો કેનેડામાં શીખોનો એક નાનો વર્ગ ખાલિસ્તાન ઈચ્છે છે તો તેમને અલ્બર્ટા અથવા તો સસ્કેચવાન(Saskatchewan)માં શીખો માટે ખાલિસ્તાન બનાવી દેવું જોઈએ. અલ્બર્ટા અને સસ્કેચવન બંને જ કેનેડાના એવા રાજ્યો છે જ્યાં ભારતથી આવેલા શીખોની વસતી વધુ છે.

એક ઈન્ટરવ્યુમાં ઉજ્જવલ દોસાંઝે કહ્યું કે, ભારત અને કેનેડાના વાર્તાલાપની શરૂઆત કરવી જોઈએ. તેમણે કહ્યું કે, જોકે કેનેડિયન જે ખાલિસ્તાનની માંગ કરી રહ્યા છે તેઓ ભારતને તોડવા નથી જઈ રહ્યા. ભારતના શીખોને ખાલિસ્તાન નથી જોઈતું . હું આ વર્ષની શરૂઆતમાં મે મહિનામાં પંજાબમાં હતો અને હું તેની પુષ્ટિ કરી શકું છું. તો પછી ભારતને આ નારા લગાવનારાઓની આટલી ચિંતા કેમ હોવી જોઈએ.

કેનેડામાં લાંબા સમય સુધી સંસદીય રાજનીતિ કરનારા ઉજ્જવલ દોસાંઝે કહ્યું કે, કેનેડામાં શીખોની વસતી માત્ર 2% છે. જો કેનેડામાં આ નાના સમુદાયનો કોઈ વર્ગ ખાલિસ્તાન ઈચ્છે છે તો તેમને અલ્બર્ટા અથવા સસ્કેચવનમાં ખાલિસ્તાન આપી દેવું જોઈએ. ભારત તેના માટે આટલું જોખમ કેમ અનુભવી રહ્યું છે?

કેનેડામાં કેટલા શીખ?

કેનેડાની કુલ વસતી લગભગ 4 કરોડ છે. 2021ની વસતી ગણતરીમાં શીખોની વસતી 7 લાખ 70 હજાર નોંધાઈ હતી. જે કેનેડાની કુલ વસતીના લગભગ 2.1% બરાબર છે. જોકે, કેનેડામાં ભારતીય મૂળના લોકોની કુલ વસતી લગભગ 15 લાખ છે. 

આલ્બર્ટા અને સસ્કેચવનમાં કેટલા શીખ

કેનેડાના રાજ્યોની વાત કરીએ તો ત્યાં બ્રિટિશ કોલંબિયા, અલ્બર્ટા, ઓનટેરિયો, યુકોન અને સસ્કેચવનમાં શીખોની વસતી સૌથી વધુ છે. કેનેડાની 2021ની વસતી ગણતરી પ્રમાણે અલ્બર્ટામાં શીખોની વસતી 1 લાખ છે. બીજી તરફ સસ્કેચવનમાં 10 શીખ રહે છે. જ્યારે બ્રિટિશ કોલંબિયામાં સૌથી વધુ 2.9 લાખ શીખ રહે છે. ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યા બ્રિટિશ કોલંબિયામાં થઈ હતી. 

જસ્ટિન ટ્રૂડોએ શું કહ્યું?

G-20 કોન્ફરન્સમાંથી પરત ફર્યા બાદ ટ્રુડોએ કેનેડાની સંસદમાં ભારત પર સીધો આરોપ લગાવીને બંને દેશોના સંબંધોને કોલ્ડ સ્ટોરેજમાં મૂકી દીધા હતા. ટ્રુડોએ સંસદમાં કહ્યું હતું કે, કેનેડાની સ્થાનિક ગુપ્તચર એજન્સીઓ જૂન 2023 માં 45 વર્ષીય હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોને જવાબદાર ઠેરવતા આરોપો પર સક્રિયપણે કામ કરી રહી છે.

બંને દેશોએ એક-બીજાના રાજદૂતોને હાંકી કાઢ્યા

આ વચ્ચે ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી તણાવ વધી ગયો છે. આ મામલે એક્શન લેતા પહેલા કેનેડાએ ભારતના વરિષ્ઠ રાજદૂતને હાંકી કાઢ્યો હતો. ત્યારબાદ      ભારતે કેનેડાના આરોપોને નકારી કાઢ્યા અને કેનેડાના વરિષ્ઠ રાજદૂતને 5 દિવસની અંદર ભારત છોડવાનો આદેશ આપી દીધો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post