• Home
  • News
  • વડાપ્રધાન મોદીએ રિશી કપૂરના નિધન પર દુઃખ વ્યક્ત કરતા કહ્યું- તેઓ ટેલેન્ટનું પાવરહાઉસ હતા
post

રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે, આ સપ્તાહ સિનેમા જગત માટે ખુબ જ દુઃખદ છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-30 12:05:13

મુંબઈ: 67 વર્ષીય રિશી કપૂરનું ગુરુવાર (30 એપ્રિલ)ના રોજ સવારે પાંચ વાગીને 30 મિનિટે મુંબઈની એચ એન રિલાયન્સ ફાઉન્ડેન હોસ્પિટલમાં નિધન થયું છે. જેથી સમગ્ર સિનેમા જગત અને તેના ચાહકોમાં શોકની લાગણી જોવા મળી રહી છે. આ સાથે જ રાજકીય નેતાઓએ પણ તેમના નિધન અંગે તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી છે. વડાપ્રધાન મોદી  રિશી કપૂરના નિધન અંગે દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, રિશી કપૂર ટેલેન્ટનું પાવરહાઉસ હતા. મને તેઓ અને તેમના સૂચનો હંમેશા યાદ રહેશે.  ભગવાન તેમની આત્માને શાંતિ આપે.

રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે, આ સપ્તાહ સિનેમા જગત માટે ખુબ જ દુઃખદ છે. હવે વધુ એક ફિલ્મજગતના લેજેન્ડ આપણી વચ્ચે નથી રહ્યા. તેઓ એક અદભૂત અભિનેતા હતા. હું મારો પરિવાર તથા મિત્રવર્તુળ તથા તેમના તમામ ફોલોવર્સ આ સમાચારથી દુઃખી છીએ.

દિલ્હીના મુખ્યમંત્રી અભિનેતા રિશી કપૂરના અચાનક અવસાનનું દુઃખ છે. તેમણે તેમની કારકિર્દી દરમિયાન ભારતીય અનેક જનરેશનને મનોરંજન પુરુ પાડ્યું છે. તેમનું અવસાન સિનેમા જગતનું મોટું નુકસાન છે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે.

સૂચના પ્રસારણ મંત્રી અને ભાજપના નેતા પ્રકાશ જાવડેકરે ટ્વીટ કરીને કહ્યું કે, અભિનેતા રીશિ કપૂરનું અચાનક નિધન આઘાતજનક છે. તેઓ માત્ર મહાન અભિનેતા જ નહીં પણ સારા માણસ પણ હતા. તેમના નિધનથી તેમના પરિવાર, મિત્રો અને ચાહકો શોકમાં છે. ભગવાન તેમની આત્માને શાંતિ આપે. ઓમ શાંતિ

ભાજપના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટ્વીટ કરતા લખ્યું કે, તમારી અદાકારીથ દરેકના દિલ પર રાજ કરનારા સદાબહાર અભિનેતા રીશિ કપૂરજીના નિધનના સમાચાર ખુબ જ દુઃખદ છે. ઈશ્વરને પ્રાર્થના કરીશ કે તેમની આત્માને શાંતિ આપે. તમે સદા અમારી યાદો અને દિલમાં જીવીત રહેશો ચિટૂંજી 

ઘણા લાંબા સમયથી બિમાર હતા

રિશી કપૂર લાંબા સમયથી કેન્સરથી પીડિત હતાં. તેમને ચેસ્ટ ઈન્ફેક્શન, શ્વાસ લેવામાં તકલીફ તથા તાવને કારણે 29 એપ્રિલે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. તેમને તબિયત ગંભીર થતા તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતાં. જોકે, રાતના ત્રણ વાગે તેમણે રિસ્પોન્ડ કરવાનું બંધ કરી દીધું હતું અને તેમને 8.45 વાગે મૃત ઘોષિત કરવામાં આવ્યા હતાં. તેઓ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કેન્સરની સારવાર કરાવીને પરત ફર્યાં હતા.

adv

Related News

post
post
post
post
post
post
post