• Home
  • News
  • છૂટાછેડા પછી પૂજા ભટ્ટ દારૂના રવાડે ચઢી હતી:કહ્યું, 'તે મારા જીવનનો સૌથી ખરાબ સમય હતો, મારા પતિ ખરાબ વ્યક્તિ ન હતા'
post

સોમવારના એપિસોડમાં જિયા સાથેની વાતચીત દરમિયાન પૂજાએ કહ્યું કે છૂટાછેડા લેવાનો નિર્ણય સંપૂર્ણપણે તેમનો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2023-08-01 19:51:21

'બિગ બોસ OTT 2'વીકેન્ડ કા વારમાં હોસ્ટ સલમાન ખાને તમામ સ્પર્ધકોને તેમના જીવનની સૌથી ખરાબ ક્ષણો વિશે પૂછ્યું હતું. જવાબમાં ઘણા લોકોએ તેમના સંઘર્ષને તેમની કરિયરનો સૌથી ખરાબ સમય ગણાવ્યો હતો, ત્યાં કોઈએ પણ તેમના અંગત જીવનની ચર્ચા કરી ન હતી. જોકે, સવાલ-જવાબ પછી પૂજાએ જિયા શંકરને કહ્યું કે છૂટાછેડા લેવાનો સમય તેના જીવનનો સૌથી ખરાબ સમય હતો.

મારા પતિ ખરાબ વ્યક્તિ ન હતા: પૂજા
સોમવારના એપિસોડમાં જિયા સાથેની વાતચીત દરમિયાન પૂજાએ કહ્યું કે છૂટાછેડા લેવાનો નિર્ણય સંપૂર્ણપણે તેમનો હતો. તેમણે સ્વીકાર્યું કે તે લગ્ન ચાલુ રાખવા માગતી નથી, તેથી તેઓએ અલગ થવાનો નિર્ણય કર્યો હતો.

તેમણે કહ્યું, 'હું હંમેશા મારું જીવન આરામથી જીવવા માગતી હતી. આ પછી હું મારા 10 થી 11 વર્ષના સંબંધોને બચાવવા માગતી ન હતી. મારા પતિ ખરાબ વ્યક્તિ ન હતા. મેં વિચાર્યું કે આ લગ્નથી મેં મારી જાતને ગુમાવી દીધી છે, જે મારા માટે બિલકુલ યોગ્ય નથી. પછી હું મારી જાતને પાછી મેળવવા ઇચ્છતી હતી.'

મેં ચોરીછૂપીથી દારૂ પીવાનું શરૂ કર્યું હતું : પૂજા
પૂજાએ જિયાને કહ્યું કે તેમના માટે આ 11થી 12 વર્ષ જૂના સંબંધોને તોડવું સરળ નહોતું. તેમણે કહ્યું, બધું ખૂબ જ અચાનક થઇ ગયું હતું, છૂટાછેડા પછી મને મૃત્યુ જેવું લાગ્યું હતું. લોકો આવીને પૂછતા કે તમે બરાબર છોતો હું તેમને હા જવાબ આપતી હતી. પણ પાછળથી હું એકલી ચોરી- છુપીને દારૂ પીતી હતી, ધીમે-ધીમે મને દારૂની લત લાગી ગઈ હતી.

એ મારા જીવનનો સૌથી ખરાબ તબક્કો હતો : પૂજા
પૂજાએ વધુમાં કહ્યું- 'મેં વિચાર્યું કે હું મારી જાતને મુક્ત કરવા માગુ છું, મારી જાતને શોધવા માગુ છું, પરંતુ મેં મારી જાતને એક ખરાબ દલદલમાં ધકેલી દીધી. એ મારા જીવનનો સૌથી ખરાબ તબક્કો હતો. અભિનેત્રીએ જણાવ્યું કે જ્યારે તેમને પોતાની ભૂલનો અહેસાસ થયો ત્યારે તેમણે પોતે જ આ સમસ્યામાંથી બહાર નીકળવાનો રસ્તો શોધી કાઢ્યો. પૂજાએ હાર ન માનવાનું નક્કી કર્યું.

પૂજા બિગ બોસ ઓટીટી સીઝન 2 ની મજબૂત સ્પર્ધક છે
પૂજા ભટ્ટે રેસ્ટોરાં માલિક અને વીડિયો જોકી મનીષ માખીજા સાથે લગ્ન કર્યા હતા. જો કે, આ સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં અને 11 વર્ષ પછી બંને અલગ થઈ ગયા. પૂજા ઘણીવાર શોમાં પોતાના તૂટેલા લગ્નનો ઉલ્લેખ કરે છે. બિગબોસ વિશે વાતકરવામાં આવે તો તેમને બિગ બોસ ઓટીટી સીઝન 2ની મજબૂત સ્પર્ધક માનવામાં આવે છે.

adv

Related News

post
post
post
post
post
post
post