• Home
  • News
  • અમેરિકાની પ્રથમ વેક્સીન mRNA-1273નું માણસ ઉપર ટ્રાયલ સફળ, રસી બનાવનાર કંપની મોડર્નાના શેર 30% વધ્યા
post

વેક્સીન મેળવનાર ક્રેડિડેટ્સની ઈમ્યૂન સિસ્ટમ કોવિડ-19થી રિકવર થયેલા દર્દીની સમકક્ષ અથવા તેના કરતા વધારે શક્તિશાળી જોવા મળ્યું

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-20 09:13:03

કોરોના વાઈરસને લીધે ફેલાયેલી મહામારી અટકાવવા માટે ચાલી રહેલા વેક્સીનના પ્રથમ તબક્કાના ટ્રાયલના સારા સમાચાર અમેરિકામાંથી આવ્યા છે. અહીં પહેલા કોરોના વેક્સીન મેળવનાર વ્યક્તિઓ પર ટ્રાયલના ખૂબ જ સારા પરિણામો જોવા મળ્યા છે.આ વેક્સીન તૈયાર કરનારી બોસ્ટન સ્થિત બાયોટેક કંપની મોર્ડનાએ સોમવારે સાંજે જણાવ્યું હતું કે જે લોકો પર વેક્સીનનું ટ્રાયલ કરવામાં આવ્યું છે તેમના શરીરમાં ધારણા કરતા પણ સારી ઈમ્યૂનિટી વધી છે અને સાઈડ ઈફેક્ટસ પણ નજીવા પ્રમાણમાં છે. આ રસીનું નામ mRNA-1273 રખાયું છે. આ સમાચાર પછી કંપનીના શેરમાં 30 ટકાનો ઉછાળો થયો છે.

દરમિયાન આ સમાચારને લીધે અમેરિકાના શેરબજારોમાં ભારે તેજી જોવા મળી હતી અને બેન્ચમાર્ક ઈન્ડાઈસિસ લગભગ 3 ટકા વધ્યા હતા. જ્યારે વેક્સીન તૈયાર કરી રહેલી કંપનીના શેરોમાં 30 ટકાની તેજી જોવા મળી હતી.

વેક્સીનની અસર સુરક્ષિત અને સહન કરી શકાય તેવી
સોમવારે મોર્ડનાએ પ્રારંભિક તબક્કાના ટ્રાયલના વચગાળાના પરિણામો અંગે માહિતી આપી હતી. તે પ્રમાણે mRNA-1273 નામની આ વેક્સીન જે લોકોને આપવામાં આવી હતી તેમના શરીરમાં ફક્ત મામુલી દુષ્પ્રભાવો જ જોવા મળ્યા હતા અને આ વેક્સીન એકંદરે સુરક્ષીત અને સહન કરી શકાય તેવી છે.

મોર્ડનાએ જણાવ્યું કે વેક્સીન મેળવનારની ઈમ્યૂન સિસ્ટમ વાઈરસ સામે લડવામાં કોવિડ-19થી રિકવર થયેલા દર્દીઓની સમકક્ષ અથવા તેમના કરતા વધારે શક્તિશાળી જોવા મળી છે. મોર્ડનાની CEO સ્ટીફન બેન્સેલે કહ્યું કે આટલા સારા પરિણામથી વિશેષની આશા કરી શકતા ન હતા.

42 દિવસમાં માનવી પર ટ્રાયલ કરનારી પ્રથમ કંપની
મોર્ડન પહેલી અમેરિકન કંપની છે જેણે વેક્સીનની સ્પર્ધામાં સૌને પાછળ રાખી દીધા છે. તેણે વેક્સીન માટે આવશ્યક જેનેટીક કોડ મેળવવાથી લઈ તેનો માનવી પર ટેસ્ટ કરવાની સફર ફક્ત 42 દિવસમાં પૂરી કરી છે.  ત્યારબાદ 16 માર્ચના રોજ સિએટલની ક્રાઈજર પર્મેનન્ટ રિસર્ચ ફેસિલિટીમાં સૌથી પહેલી આ વેક્સીન બે બાળકોની માતા 43 વર્ષિય જેનિફર નાામની મહિલાને આપવામાં આવી હતી. પહેલા ટ્રાયલમાં 18 થી 55 વર્ષની ઉંમરના 45 જેટલા તંદુરસ્ત વ્યક્તિનો સમાવેશ થતો હતો.

પ્રારંભિક તબક્કામાં મામુલી આડઅસરો (સાઈડ ઈફેક્ટ્સ)
મોડર્નના મુખ્ય ચિકિત્સા અધિકારી, ટાલ જકસે કહ્યું કે પરિણામોથી જાણવા મળ્યું છે કે વેક્સીલની ખૂબ જ ઓછી માત્રા પણ કુદરતી સંક્રમણની તુલનામાં ઈમ્યૂન સિસ્ટને સારી રીતે પ્રક્રિયા કરી છે. આ પરિણામ અને ઉંદર પર કરવામાં આવેલા ટેસ્ટ બાદ મળેલી માહિતીના આધારે કંપની હવે આગળના ટ્રાયલ એટલે કે ડોઝ આપવા માટેની યોજના ધરાવે છે. 
તેમણે કહ્યું કે ટ્રાયલના પ્રારંભિક તબક્કામાં કેટલીક આડ અસરો જોવા મળી હતી, જે વેક્સીન માટે સામાન્ય બાબત છે. આ આંકડાએ અમારા વિશ્વાસની પુષ્ટી કરી આપી છે કે mRNA-1273માં કોરોનાને અટકાવવાની ક્ષમતા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post