• Home
  • News
  • વડોદરાના માંજલપુરમાં રૂપાલાના વિરોધમાં પોસ્ટર લગાવાયા, ભાજપના કોઈપણ કાર્યકર કે આગેવાને ટિકિટ રદ ન થાય ત્યાં સુધી પ્રવેશ કરવો નહીં
post

પોસ્ટરો લાગતાં માંજલપુરમાં મધરાતે પોલીસ દોડી આવી

Written By newsonline | Ahmedabad | Published: 2024-04-13 10:50:12

 

વડોદરા: લોકસભાની ચૂંટણી માથે છે અને હાલમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે ક્ષત્રિય સમાજ પર રાજકોટના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ કરેલી ટિપ્પણીને લઇ હજુ વિવાદ શમ્યો નથી. વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર બાદ હવે શહેરના માંજલપુર વિસ્તારમાં મોડી રાત્રે "ભાજપના કોઈપણ કાર્યકારો અને આગેવાનોએ પ્રવેશવું નહીં, જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી" તેવાં બેનરો લાગતાં પોલીસ દોડતી થઈ હતી. આ બાબતે આગેવાને પોલીસને ભાજપની ગુલામ કહી હતી.

રૂપાલાની ઉમેદવારી રદ કરવા માગ
આગામી લોકસભાની ચૂંટણીમાં પુરુષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરવામાં આવેલા નિવેદનને ધ્યાનમાં રાખીને શહેરના માંજલપુરમાં ભાજપના કાર્યકરો, ઉમેદવારોને પ્રવેશબંધી કરતાં બેનરો રાતોરાત લગાવી દેતા શહેરમાં પણ વિરોધ શરૂ થયો છે. હાલમાં શહેરમાં લોકસભાની ચૂંટણીને લઇને તમામ રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારોના ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધા છે, જેમાં ઘરે ઘરે ફેરણી, વિસ્તારોમાં રેલીઓ યોજવામાં આવી રહી છે. પરંતુ બીજી તરફ પુરુષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કથિત નિવેદનને પગલે જ્યાં એક તરફ સમગ્ર રાજ્યમાં રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. સાથે જ રૂપાલાની ઉમેદવારી રદ કરવા માગ ઉઠી છે. ત્યારે શહેરના માંજલપુરમાં પણ હવે રાજપૂત કરણીસેના તથા ક્ષત્રિય સમાજ દ્વારા રાત્રે બેનર લગાવી વિરોધ નોંધાવ્યો છે.

 

આ તો માત્ર ટ્રેલર છે, હજુ પિક્ચર બાકી છે
બેનરમાં લખ્યું છે કે, ભાજપના કોઇપણ કાર્યકર કે આગેવાને પ્રવેશવું નહીં, જ્યાં સુધી ટિકિટ રદ ન થાય. આ અંગે ક્ષત્રિય આગેવાન રવિરાજસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ક્ષત્રિય સમાજ હિન્દુઓ, હિન્દુસ્તાન માટે પોતાના સમાજની વાત આવે તો મરતા કે મારતા ખચકાઇ નથી અને ખચકાશે નહીં. ભાજપની સરકાર સમાજને દબાવ માંગે છે, આતો માત્ર ટ્રેલર છે હજુ પિક્ચર બાકી છે. આ તો ક્ષત્રિય સમાજ છે પહેલેથી કુરબાની આપી છે. અમને મારવા કે મરવાથી કઈ ફર્ક નથી પડતો. તમારી તાકાત હોય તો માંજલપુરમાં પ્રચાર કરી જુઓ તમારી તાકાત હોય તો તેવી ચીમકી ઉચ્ચારી હતી.

ભાજપે રૂપાલા માટે ક્ષત્રિયોને નજરઅંદાજ કર્યા
વધુમાં કહ્યું કે, ભાજપે રૂપાલાની ટિકિટ રદ કરી નથી. પણ હવે ક્ષત્રિય સમાજને આંખ બતાવવાની કોશિશ કરી રહી છે, ક્ષત્રિય સમાજ ભાજપની વિરોધી નથી, પરંતુ રૂપાલા મુદે જે રીતે ભાજપ રૂપાલાનો પક્ષ લઇ ક્ષત્રિય સમાજને નજરઅંદાજ કરી ક્ષત્રિયોને આંખ દેખાડશે તો ક્ષત્રિય સમાજ કદાપિ સાંખી નહીં લે. આ તો ફક્ત ટ્રેલર જ છે, આગળ ફિલ્મ હજી બાકી છે તેમ જણાવ્યું હતુ. ઘટનાને પગલે પોલીસ પહોંચી હતી, જ્યાં ક્ષત્રિય સમાજે જો પોલીસે બેનર ઉતાર્યા તો પરિણામ ખરાબ આવવાની ચીમકી ઉચ્ચારી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post