• Home
  • News
  • પ્રભાસની સાલારે 13માં દિવસે પણ કરી બંપર કમાણી, જાણો બોક્સ ઓફિસ કલેક્શન
post

'સાલાર' કાલ્પનિક ડાયસ્ટોપિયન શહેર-રાજ્ય ખાનસાર પર આધારિત છે

Written By newsonline | Ahmedabad | Published: 2024-01-03 17:48:05

સાઉથ સ્ટાર પ્રભાસની ફિલ્મ સાલારે ફિલ્મે રિલીઝ થતાની સાથે જ રેકોર્ડ તોડવાનું શરૂ કરી દીધું હતું. નિર્દેશક પ્રશાંત નીલની ફિલ્મ સાલાર બોક્સ ઓફિસ પર દરરોજ કરોડો રૂપિયાનું કલેક્શન કરી રહી છે. પ્રભાસની 'સાલાર' દર્શકોના દિલ જીતવામાં સફળ રહી છે. 

કિંગ ખાનની 'ડંકી' ના એક દિવસ બાદ 22 ડિસેમ્બરે 'સાલાર' રિલીઝ થઈ હતી. આ આવી સ્થિતિ વચ્ચે પણ ફિલ્મે તેની શરૂઆત પર 90 કરોડથી વધુનું કલેક્શન કર્યું હતું અને વર્ષ 2023ની સૌથી મોટી ઓપનરનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. ફિલ્મનું પ્રથમ વીકનું કલેક્શન 308 કરોડ રૂપિયા હતું.

13મા દિવસે 'સાલાર'ની કમાણી

Sacnilk ડેટા અનુસાર, પ્રભાસની ફિલ્મે રિલીઝના 13માં દિવસે 1.7 કરોડનું કલેક્શન કરી શકે છે. આ આંકડાઓમાં ફેરફાર જોઈ શકાય છે. જે બાદ ફિલ્મનું કુલ કલેક્શન અંદાજે 371.09 કરોડ સુધી પહોંચી જશે.

ફિલ્મની સ્ટોરી

'સાલાર' કાલ્પનિક ડાયસ્ટોપિયન શહેર-રાજ્ય ખાનસાર પર આધારિત છે. આ ફિલ્મ એક આદિવાસી દેવા (પ્રભાસ) અને ખાનસારના રાજકુમાર વર્ધા (પૃથ્વીરાજ સુકુમારન) વચ્ચેની મિત્રતાની સ્ટોરી છે જે કોઈ ઘટનાને કારણે દુશ્મન બની જાય છે. ફિલ્મની સ્ટાર કાસ્ટની વાત કરીએ તો, શ્રુતિ હાસન, ઈશ્વરી રાવ, જગપતિ બાબુ અને શ્રિયા રેડ્ડીએ પણ મહત્વની ભૂમિકાઓ ભજવી છે. આ ફિલ્મ 22 ડિસેમ્બરે તેલુગુ, કન્નડ, તમિલ, મલયાલમ અને હિન્દીમાં રિલીઝ થઈ હતી.



adv

Related News

post
post
post
post
post
post
post