• Home
  • News
  • પ્રધાનમંત્રી મોદી સાથે 24 સપ્ટેમ્બરના રોજ દ્વિપક્ષીય બેઠક કરશે રાષ્ટ્રપતિ બાઇડન, વ્હાઇટ હાઉસે આપી જાણકારી
post

અમેરિકા (America) ના રાષ્ટ્રપતિ જો બાઇડન (Joe Biden) 24 સપ્ટેમ્બરના રોજ વ્હાઇટ હાઉસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narednra Modi) સાથે દ્વિપક્ષીય બેઠક કરી બંને દેશો વચ્ચે સંબંધોને વધુ મજબૂત કરવાનો પ્રયત્ન કરશે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-09-21 09:59:00

અમેરિકા: અમેરિકા (America) ના રાષ્ટ્રપતિ જો બાઇડન (Joe Biden) 24 સપ્ટેમ્બરના રોજ વ્હાઇટ હાઉસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠક કરી બંને દેશો વચ્ચે સંબંધોને વધુ મજબૂત કરવાનો પ્રયત્ન કરશે. સોમવારે જાહેર થયેલ રાષ્ટ્રપતિના સાપ્તાહિક કાર્યક્રમમાં આ વાતની જાણકારી આપવામાં આવી છે. અધિકારીએ જણાવ્યું કે 23 સપ્ટેબરના રોજ ગુરૂવારે અમેરિકાની ઉપરાષ્ટ્રપતિ કમલા હૈર્રિસ પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરશે.  

PM મોદી અને બાઇડેન કરશે દ્વિપક્ષીય બેઠક
બંને નેતાઓની વચ્ચે શુક્રવારે થનાર પહેલી બેઠકના સંબંધમાં કહેવામાં આવ્યું છે, 'રાષ્ટ્રપતિ ભારતીય ગણરાજ્યના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠકમાં ભાગ લેશે.' ડેમોક્રેટિક પાર્ટી નેતા જો બાઇડનના જાન્યુઆરીમાં રાષ્ટ્રપતિ બન્યા બાદ બંને નેતાઓ વચ્ચે ઘણીવાર ડિજિટલ માધ્યમોથી વાતચીત થઇ છે. 

ગત વખતે પ્રધાનમંત્રી મોદી સપ્ટેમ્બર 2019 માં અમેરિકા યાત્રા પર આવ્યા હતા. આ દરમિયાન તેમણે અને તત્કાલિન અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હ્યૂસ્ટનમાં હાઉડી-મોદી કાર્યક્રમને સંબોધિત કર્યા હતા. વ્હાઉટ હાઉસને શુક્રવારે રાષ્ટ્રપતિના કાર્યક્રમ વિશે કહ્યું કે બાઇડન (Joe Biden) જાપાનના પ્રધાનમંત્રી યોશીહિદે સુગા સાથે મુલાકાત કરશે. 

જાપાન અને ઓસ્ટ્રેલિયાના પીએમને મળશે બાઇડન
અમેરિકી (America) રાષ્ટ્રપતિ સાપ્તાહિક કાર્યક્રમ અનુસાર 24 સપ્ટેમ્બર શુક્રવારે જ બાઇડન (Joe Biden) પ્રધાનમંત્રી મોદી, સુગા અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન સાથે વ્હાઇટ હાઉસ (white house) માં પહેલીવાર વ્યક્તિગત રૂપથી ક્વાડ નેતાઓના શિખર સંમેલનની મેજબાની કરશે. 

ગત અઠવાડિયે નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે ચારેય નેતા આ વર્ષે 12 માર્ચના રોજ પોતાના પહેલા ડિજિટલ શિખર સંમેલન બાદ થયેલી પ્રગતિની સમીક્ષા કરશે અને ભાગીદાર હિતો સાથે જોડાયેલા ક્ષેત્રીઓ મુદ્દાઓ પર ચર્ચા કરશે. મોદીની અમેરિકા યાત્રા લગભગ છ મહિનામાં તેમની પ્રથમ વિદેશ યાત્રા હશે જ્યારે કોવિડ-19 મહામારીના પ્રકોપ બાદ તે બીજી વાર કોઇ દેશની પ્રથમ યાત્રા પર આવશે. આ પહેલાં માર્ચમાં મોદીએ બાંગ્લાદેશની યાત્રા કરી હતી. 

 

adv

Related News

post
post
post
post
post
post
post