• Home
  • News
  • આપણે પાકિસ્તાન સાથે લડીને આઝાદી મેળવી, આજે તેમના કરતા સારી સ્થિતિમાં છીએ- વડાપ્રધાન હસીના
post

બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ મંગળવારે કહ્યું હતું કે પાકિસ્તાન તેમના દેશમાં જે ગડબડ કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે, તેને સફળ થવા દેવામાં આવશે નહિ

Written By newsonline | Ahmedabad | Published: 2019-12-18 10:59:11

ઢાકાઃ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ મંગળવારે કહ્યું હતું કે પાકિસ્તાન તેમના દેશમાં જે ગડબડ કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે, તેને સફળ થવા દેવામાં આવશે નહિ. આ વાત તેમણે પોતાની પાર્ટી અવામી લીગના 49માં વિજય દિવસના એક કાર્યક્રમમાં કહી હતી. હસીનએ વધુમાં જણાવ્યું હતું કે પાકિસ્તાન અને તેના સહયોગીઓ બાંગ્લાદેશને ભારે સંઘર્ષ બાદ મળેલી આઝાદીને અસ્થિર કરવાની કોશિશ કરી રહ્યાં છે.

શેખ હસીનીએ જણાવ્યું હતું કે બાંગ્લાદેશની આઝાદીમાં ઘણાં લોકોએ પોતાનું લોહી વહેડાવ્યું છે. બંગબંધુ(શેખ મુજીબુરહમાન)ની એક અવાજ પર લોકો આઝાદીની લડાઈમાં કૂદી પડ્યા અને છેલ્લા શ્વાસ સુધી સંઘર્ષ કર્યો. એવામાં તેમના બલિદાનને જવા દેવામાં આવશે નહિ. અાપણે પાકિસ્તાન સાથે લડીને આઝાદી પ્રાપ્ત કરી છે. પહેલેથી જ અમારો લક્ષ્ય એ હતો કે અમે આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક બાબતોમાં તેમનાથી આગળ રહીએ. આપણે આજે તેમનાથી સારી સ્થિતિમાં છે, આ સફળતને ટકાવી રાખવી પડશે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post