• Home
  • News
  • ઈઝરાયલને હાઈડ્રોક્સીક્લોરોક્વિન સહિત 5 ટન દવા મોકલી, વડાપ્રધાન નેતન્યાહૂએ મોદીનો આભાર માન્યો
post

તેને ઉપલબ્ધ કરાવવા માટે અમેરિકા, બ્રાઝીલથી લઈને ઈઝરાયલે ભારતની મદદ માંગી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-10 11:56:54

જેરુસલેમ:  ભારતમાંથી 5 ટન કાર્ગો દવા મોકલવા પર ઈઝરાયલના વડાપ્રધાન બેંજામિન નેતન્યાહુએ ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે. આ પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ જાયર બોલસોનારો પણ મોદીનો આભાર માની ચૂક્યા છે. મેડિસિનના કન્સાઈનમેન્ટમા કોરોનાવાઈરસના સંકટમાંથી બહાર આવવામાં સહાયક એન્ટી મેલેરિયા મેડિસન ક્લોરોક્વિન અને હાઈડ્રોક્સીક્લોરોક્વીન છે. તેને ઉપલબ્ધ કરાવવા માટે અમેરિકા, બ્રાઝીલથી લઈને ઈઝરાયલે ભારતની મદદ માંગી હતી. પછીથી મોદીએ વૈશ્વિક મહામારીને ખત્મ કરવા અને માનવતા માટે આ દવાઓને ઉપલબ્ધ કરાવવાનું આશ્વાસન આપ્યું હતું. 

adv

Related News

post
post
post
post
post
post
post