• Home
  • News
  • ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂની અરજી- ઈન્ફેક્શન અટકાવવા માટે હાથ મીલાવવાની જગ્યાએ નમસ્તે કરો
post

આપણે અન્ય દેશોની સરખામણીએ સારી સ્થિતિમાં, અમે વાઈરસને રોકવા માટે કડક પગલાં લીધા

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-05 11:15:38

યેરુસલેમ: સમગ્ર દુનિયામાં કોરોના વાઈરસથી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા ત્રણ હજાર કરતા વધારે થઈ ગઈ છે. આ જોખમને ધ્યાનમાં રાખીને ઈઝરાયલના વડાપ્રધાન બેંજામિન નેતન્યાહીએ તેમના દેશના લોકોને અપીલ કરી છે કે, તેઓ અભિવાદન કરવા માટે હાથ મીલાવવાની જગ્યાએ નમસ્તે કરે. નમસ્તે ભારતમાં એક બીજાને હાથ જોડીને અભિવાદન કરવાની પરંપરાગત પદ્ધતિ છે.

નેતન્યાહૂએ બુધવારે કહ્યું, જેવી રીતે હું હાથ મીલાવવાથી બચી રહ્યો છું તેવું તમે પણ કરો. તમે નમસ્તે કરવાની ભારતીય પદ્ધતિને લાગુ કરવાનો પ્રયત્ન કરી શકો છો અથવા શાલોમની જેમ કોઈ અન્ય શબ્દ કહી શકો છો. અથવા બીજી કોઈ પણ પદ્ધતિ શોધો પરંતુ હાથ ન મીલાવશો.

 

 

ડોક્ટર્સનું કહેવું છે કે, ખાંસી અથવા છીંક દરમિયાન ફેલાયેલા ડ્રોપલેટ્સના સંપર્કમાં આવવાથી કોરોના વાઈરસ ફેલાય છે. ઈન્ફેક્ટેડ વ્યક્તિનો સંપર્ક ઓછો કરો. આ સિવાય હાથોને વાંરવાર ધોવો અને હેન્ડ સેનેટાઈઝરનો ઉપયોગ કરો.

નેતન્યાહૂનો ઘણી વખત ભારત પ્રત્યેનો પ્રેમ દેખાયો છે
નેતન્યાહૂનો ભારતીય રીત રિવાજો અને પરંપરાઓ સાથે પરિચય હોવો કોઈ આશ્ચર્યની વાત નથી. તેમનો ઘણી વખત ભારત પ્રત્યેનો પ્રેમ દેખાયો છે. દિવાળી વખતે તેમણે હિન્દીમાં ટ્વિટ કર્યું- ઈઝરાયલના લોકો તરફથી મેરા પિર્ય મિત્ર વડાપ્રધાન મોદી અને ભારતના લોકોને દિવાળીની શુભેચ્છા આપવા માંગુ છું. નેતન્યાહી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના ખૂબ સારા મિત્ર ગણાવી ચૂક્યા છે. જાન્યુઆરી 2018માં નેતન્યાહૂ ભારત આવ્યા હતા જ્યારે મોદી 2017માં તેલ અવીવ ગયા હતા.

 

ઈટાલી, ફ્રાન્સ, જર્મની સહિત ઘણાં દેશોના લોકો પર પ્રતિબંધ
ઈઝરાયલે કોરોના વાઈરસના કારણે બુધવારે ઈટાલી, ફ્રાન્સ, જર્મની, સ્પેન, ઓસ્ટ્રિયા અને સ્વિત્ઝરલેન્ડથી આવતા લોકો પર બે સપ્તાહ સુધી નજર રાખવા કહ્યું છે. નેતન્યાહૂએ પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરતા કહ્યું છે કે, આપણે એક વૈશ્વિક મહામારીની ઝપેટમાં છીએ. આપણે અન્ય દેશોની સરખામણીએ સારી સ્થિતિમાં છીએ. કારણકે આપણે વાઈરસ ન ફેલાય તે માટે ઘણાં પગલાં લીધા છે.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post