• Home
  • News
  • શહેરમાં કોરોના ટેસ્ટીંગનો ખર્ચ ચિંતાજનક, સામાન્ય માણસ 4500 રૂપિયા લાવે ક્યાંથી? મેડિકલ એસો.ની CMને રજૂઆત
post

અમદાવાદમાં ખાનગી લેબોરેટીઓ કોરોના ટેસ્ટીંગ માટે 4500 રૂપિયાની આસપાસ ચાર્જ લે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-25 12:10:53

અમદાવાદ: રાજ્યમાં સૌથી વધુ કોરોનાના દર્દીઓ અમદાવાદમાં છે. શહેરમાં દરરોજ 250થી વધુ નવા કેસ નોંધાય છે જ્યારે 15થી 20 લોકોના મોત થાય છે. ત્યારે હવે સરકારે પણ ખાનગી ડોક્ટર તેમજ લેબોરેટરી દ્વારા કોરોના ટેસ્ટીંગ કરાવવાની મંજૂરી આપી છે. પરંતુ ટેસ્ટીંગનો ચાર્જ ઉંચો હોવાના કારણે સામાન્ય માણસ માટે ખુબ જ ચિંતાનો વિષય બની ગયો છે. હાલમાં અમદાવાદમાં ખાનગી લેબોરેટીઓ કોરોના ટેસ્ટીંગ માટે 4500 રૂપિયાની આસપાસ ચાર્જ લે છે. જે ખુબ જ વધારે કહેવાય. આ સદર્ભે અમદાવાદ મેડિકલ એસોસિએસને ટેસ્ટીંગ ચાર્જ ઓછો થાય તેવી રાજ્યના મુખ્યમંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. 

પરિવારમાં એકથી વધારે લોકોનું ટેસ્ટીંગ થાય તો ખર્ચ ડબલ થઈ જાય છે
શહેરમાં હાલ કોરોના મહામારીથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. ત્યારે જો ટેસ્ટીંગ ચાર્જ પણ આટલો ઉંચો રાખવામાં આવે તો ગરીબ અને મધ્યમ વર્ગના લોકો કેવી રીતે તેનો ખર્ચ ઉપાડી શકે? સરકારની મંજૂરી બાદ લોકો પોતે જ ખાગની લેબોરેટરીમાં પોતાનો કોરોના ટેસ્ટ કરાવી રહ્યા છે. જોકે ચાર્જ 4500 રૂપિયાની આસપાસ લેવામાં આવે છે. જે વ્યક્તિ પૈસા ટકે સધ્ધર છે તેઓને આ ચાર્જથી કોઈ ખાસ ફર્ક નહીં પડે પરંતુ જે વ્યક્તિ મહિને 10થી 20 હજાર રૂપિયા કમાય છે અને આખા પરિવારનું ગુજરાન ચલાવે છે તેમના માટે 4500 રૂપિયા લાવવા ક્યાંથી? અને જો એક જ પરિવારમાં એકથી વધારે લોકોનું ટેસ્ટીંગ કરવું પડે તો મોટાભાગનો પગાર તો કોરોના ટેસ્ટીંગમાં જ જતો રહેશે. 

ટેસ્ટીંગ ચાર્જને 2000 રૂપિયા જેટલો હોય તો રાહત થઈ શકે છે
આ સમસ્યાને જોતા અમદાવાદ એસો.ને ચાર્જ દર ઓછો કરવા માટે મુખ્યમંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. તેઓએ રજૂઆતમાં જણાવ્યું કે, કોરોના ટેસ્ટીંગ ચાર્જને 2000 રૂપિયાની આસપાસના રાખીએ તો સામાન્ય વ્યક્તિ પણ પોતાનો તેમજ પોતાના પરિવારનું કોરોના ટેસ્ટીંગ યોગ્ય રીતે કરાવી શકે છે. પહેલા ટેસ્ટીંગ કીટ વિદેશથી આવતી જેના કારણે તે મોંઘી પડતા કેન્દ્ર અને ICMR દ્વારા 4500 ચાર્જ નક્કી કરવામાં આવ્યો હતો. પરંતુ હવે કીટ દેશમાં જ બની રહી છે. જેની કિંમત રૂ. 700ની આસપાસ છે. પીપીઈ કીટ સહિતનો ખર્ચ ઉમેરીએ તો પણ રૂ. 1700થી 1900ની આસપાસ થાય છે તો પછી ચાર્જ રૂ. 4500 શા માટે લેવામાં આવે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post