• Home
  • News
  • પ્રિયંકા ચોપરા પતિ સાથે ફ્રેન્ડના લગ્નમાં આવી, રેડ ડ્રેસમાં સેન્ટર ઑફ એટ્રેક્શન બની
post

પ્રિયંકાએ પતિ નિક સાથે પોઝ આપ્યા હતા. તે રેડ ઑફ શોલ્ડર ડ્રેસમાં જોવા મળી હતી. આ ડ્રેસમાં તે ઘણી જ સુંદર લાગતી હતી.

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-11 18:55:42

ટેક્સાસ: પ્રિયંકા ચોપરા હાલમાં જ પતિ નિક સાથે ફ્રેન્ડના લગ્નમાં ગઈ હતી. અમેરિકાના ટેક્સાસમાં યોજાયેલા આ લગ્નમાં પ્રિયંકા સેન્ટર ઑફ એટ્રેક્શન બની હતી. પ્રિયંકાએ ફ્રેન્ડના લગ્નની કેટલીક તસવીરો સો.મીડિયામાં શૅર કરી છે. પ્રિયંકા આ તસવીરોમાં ઘણી જ સુંદર લાગે છે.

રેડ ડ્રેસમાં પ્રિયંકાનો દિલકશ અંદાજ
પ્રિયંકા ચોપરાએ પોતાના ફ્રેન્ડ કોની ચેંગ તથા જેસીના લગ્નમાં હાજરી આપી હતી. પ્રિયંકાએ પતિ નિક સાથે પોઝ આપ્યા હતા. તે રેડ ઑફ શોલ્ડર ડ્રેસમાં જોવા મળી હતી. આ ડ્રેસમાં તે ઘણી જ સુંદર લાગતી હતી.

ફ્રેન્ડ માટે પ્રાર્થના કરી
પ્રિયંકા ચોપરાએ લગ્નની તસવીરો સો.મીડિયામાં શૅર કરીને કહ્યું હતું, 'બે સુંદર લોકો ભેગા થઈ ગયા. કોની તથા જેસ તમારા બંનેનો પ્રેમ ઘણો જ સારો છે. તમે જીવનમાં હંમેશાં આ રીતે જ ખુશ રહો. અમને આમંત્રણ આપવા બદલ તમારો આભાર'

 

adv

Related News

post
post
post
post
post
post
post