• Home
  • News
  • હિંસાની આગમાં સળગી રહેલા મણિપુરમાં 4 લોકોની હત્યા પર પ્રિયંકા ગાંધીએ ઉઠાવ્યા સવાલ
post

સુરક્ષાને ધ્યાનમાં રાખી લિલોંગ ચિંગજાઓમાં વધારાના સુરક્ષા દળો તૈનાત કરી દેવામાં આવ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2024-01-02 17:16:58

જાતીય હિંસાની આગમાં સળગી રહેલા મણિપુરના થુબલ જિલ્લાના લિલોંગ ચિંગજાઓ વિસ્તારમાં 1 જાન્યુઆરીના રોજ અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી દેતા 4 લોકોના મોત થઈ ગયા હતા. આ વિસ્તારમાં આજે સ્થિતિ શાંત પરંતુ તણાવપૂર્ણ રહી હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખી લિલોંગ ચિંગજાઓમાં વધારાના સુરક્ષા દળો તૈનાત કરી દેવામાં આવ્યા છે. આ વચ્ચે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ મણિપુરમાં ચાલું હિંસા પર સવાલ ઉઠાવ્યા છે.

પ્રિયંકા ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કહ્યું કે, મણિપુરમાં 4 લોકોની હત્યા કરી દેવામાં આવી છે. અનેક લોકો ઘાયલ થયા છે. અનેક જિલ્લામાં કર્ફ્યુ છે. 8 મહિનાથી મણિપુરના લોકો હત્યા, હિંસા અને તબાહીનો સામનો કરી રહ્યા છે. આ સિલસિલો ક્યારે અટકશે?


'ન જવાબ આપ્યો, ન કાર્યવાહી કરી'

કોંગ્રેસી નેતાએ કહ્યું કે, મણિપુરની તમામ પાર્ટીઓના નેતાઓનું સંયુક્ત પ્રતિનિધિમંડળે દિલ્હી આવીને વડાપ્રધાન સાથે મુલાકાત કરવાનો સમય માંગ્યો હતો પરંતુ તેમને અત્યાર સુધી સમય ન આપ્યો. વડાપ્રધાન ન તો મણિપુર ગયા કે ન તો તેમણે મણિપુર વિશે વાત કરી અને ન તો તેમણે સંસદમાં જવાબ આપ્યો કે, ન તો કોઈ કાર્યવાહી કરી.

તેમણે કહ્યું કે શું મણિપુરને આજ નેતૃત્વ જોઈએ અથવા જાહેરાતોની તાકાત તેમને મહાન દેખાડવા માટે પર્યાપ્ત છે. પ્રિયંકાએ વધુમાં કહ્યું કે, સરકારે હવે વિલંબ કર્યા વિના મણિપુરના તમામ પક્ષો સાથે વાતચીત કરીને તેમને વિશ્વાસમાં લઈને સ્થિરતા અને શાંતિ લાવવા માટે નક્કર પગલાં ભરવાનું શરૂ કરવું જોઈએ.

adv

Related News

post
post
post
post
post
post
post