• Home
  • News
  • 5 જૂને પૂર્ણિમા સ્નાન પર્વ, 170 સેવકોના કોરોના ટેસ્ટ બાદ ઉત્સવ ઉજવાશે, રથયાત્રા અંગે હાલ શંકાના વાદળો
post

છેલ્લાં બે દિવસમાં પુરી જિલ્લામાં ફરીથી કોરોનાના કેસ વધવાથી રથયાત્રાને લઇને ચિંતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-26 10:56:29

પુરીના જગન્નાથ મંદિરમાં રથયાત્રાને લઇને હાલ શંકાના વાદળો ચાલી રહ્યા છે. છેલ્લાં 48 કલાકમાં કોરોનાના 30 પોઝિટિવ કેસ પુરી જિલ્લામાં નોંધાયા છે. ત્યાર બાદ ફરીથી જિલ્લામાં રથયાત્રાને લઇને અસમંજસની સ્થિતિ છે. જોકે, આ બધા વચ્ચે રથનું નિર્માણ કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે. 23 જૂને રથયાત્રા છે. તેના પહેલાં 5 જૂને મંદિરમાં પૂર્ણિમા ઉત્સવ પણ ઉજવાશે. જેમાં ભગવાન જગન્નાથ, બળદેવ અને સુભદ્રા દેવીની મૂર્તિઓને સ્નાન કરાવવામાં આવે છે. તેના માટે અભિષેકમાં 170 ગરબાડૂ સેવકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે. રિપોર્ટ નેગેટિવ આવશે તો જ તેમને પૂર્ણિમા સ્નાનમાં સામે થવાની મંજૂરી આપવામાં આવશે.

5 જૂને પૂર્ણિમા ઉત્સવ યોજાશે. જેમાં પવિત્ર ત્રિમૂર્તિ (ભગવાન જગન્નાથ, બળદેવ અને સુભદ્રા)ને સુગંધિત જળથી અભિષેક-સ્નાન કરાવવામાં આવશે. આ ઉત્સવ રથયાત્રા સાથે જોડાયેલ છે અને તેને ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે. જોકે, આ વર્ષે મંદિર પરિસરમાં ગણતરીના લોકોની હાજરીમાં આ ઉત્સવ ઉજવાશે. આ ઉત્સવમાં 108 સુગંધિત પાણીના ઘડાથી ભગવાનનો અભિષેક કરાવવામાં આવશે. આ પર્વમાં જે સેવકો સામેલ હોય છે તેમને ગરબાડૂ કહેવામાં આવે છે. આ લોકો જ પૂર્ણિમા સ્નાનની પૂર્ણ વિધિનું સંચાલન કરે છે. મંદિર પ્રશાસક પીકે જેના પ્રમાણે મંદિર સમિતિએ નિર્ણય લીધો છે કે, બધા જ ગરબાડૂ સેવકોનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવશે.

રથયાત્રા સાથે જોડાયેલ મહત્ત્વપૂર્ણ ઉત્સવ પૂર્ણિમા સ્નાન છેઃ-
રથયાત્રાના લગભગ 15 દિવસ પહેલાં યોજાતો પૂર્ણિમા સ્નાન ઉત્સવ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. દર વર્ષે તે ખૂબ જ ધૂમધામથી ઉજવાય છે. પરંતુ, આ વર્ષે મંદિર સમિતિએ નક્કી કર્યું છે કે, થોડાં લોકોની હાજરીમાં જ તેનું આયોજન કરવામાં આવશે. આ ઉત્સવમાં 108 ઘડાના પાણીથી સ્નાન બાદ ભગવાનની તબિયત ખરાબ થાય છે અને તેમને થોડાં દિવસો માટે એકાંતમાં રાખવામાં આવે છે. ઔષધિઓ આપવામાં આવે છે. ત્યાર બાદ ભગવાન ઠીક થાય છે, તેમને માસીના ઘરે ગુંડિચા મંદિર લઇ જવામાં આવે છે. પોત-પોતાના રથમાં સવાર ભગવાન જગન્નાથ, બળદેવ અને સુભદ્રા 8 દિવસ માટે જાય છે.


રથ નિર્માણની ઝડપી ગતિ, સેવકોના સ્વાસ્થ્ય ઉપર નજરઃ-
8 મેથી શરૂ થયેલું રથ નિર્માણ કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે. રથ ધીમે-ધીમે આકાર લઇ રહ્યા છે. જોકે, અમ્ફાન વાવાઝોડાના કારણે બે દિવસ માટે રથ નિર્માણમાં વિઘ્ન આવ્યાં હતાં. પરંતુ, 23 જૂન પહેલાં રથને તૈયાર કરવા માટે વિશ્વકર્મા સેવકો પૂરપાટે કામ કરી રહ્યાં છે. મંદિર સમિતિ અને જિલ્લા પ્રશાસન પણ કોરોનાવાઇરસના કારણે તેમના સ્વાસ્થ્ય ઉપર વિશેષ ધ્યાન રાખી રહ્યા છે. મુખ્ય જિલ્લા મેડિકલ અધિકારી ડો. નીલકંઠ મિશ્રા પ્રમાણે કર્મચારીઓને સમયે-સમયે કોરોનાથી સાવધાની વિશે જણાવવામાં આવે છે. તેમના માટે કેમ્પ પણ યોજવામાં આવ્યાં છે. નિયમિત રૂપે તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં આવે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post